STORYMIRROR

Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

નીમકહરામ કોણ ?

નીમકહરામ કોણ ?

1 min
834


જમ જમાઇ જાચક સદા, કૃપા કરી રહો દુર.

એક સમે શાહે બીરબલને પૂછ્યું કે, ' દાનેશમંદ બીરબલ ! નીમકહલાલ કોણ અને નીમકહરામ કોણ ? તેનો ભેદ બતાવો.' આ સવાલ સાંભળી બીરબલે કહ્યું કે, 'સરકાર ! નીમકહલાલ એક કુતરૂં કહેવાય છે, જેના ઘરનું અન્ન ખાય છે તેને પોતાનો પ્રાણ જતાં સુધી પણ ઇજા ન આ્વવા દેતા પોતાના ધણીનું સંરક્ષણ કરે છે. કદાચ એક વખત તેને ખાવા ન આપીએ તો પણ તે નીમકહરામ થનાર નથી, એથી વિપરીત રીતે નીમકહરામ જમાઈ હોય છે, કેમકે તેને ગમે તેટલું ધન આપો તોપણ તેને સંતોષ વળતો નથી, દરરોજ તેનું મન મનાવવા છતાં પણ જરા વચમાં વચકું પડ્યું કે જાણે કોઇ વખત ઓળખાણ કે સંબંધ હતોજ નહીં તેમ તુરત રીસાઇ બેસે છે ? જમાઇ છે તે દશમા ગ્રહ સમાન છે. જેમાં નવ ગ્રહને નીત બલીદાન આપતા હોઇએ તો પ્રતિપત્રિ રાશી ઉપર આવ્યા કે પીડા કરે છે તેવીજ રીતે જમાઇને પણ જાણવો.' એ પ્રમાણેનો જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics