Kalpesh Patel

Drama Tragedy Inspirational

5.0  

Kalpesh Patel

Drama Tragedy Inspirational

નહોર - મૂંગા પ્રેમના

નહોર - મૂંગા પ્રેમના

4 mins
1.8K


ઈ, દૂધાભાઈને 'મોતી' કરડ્યો !'

'શું વાત કરે, ચંદા, એવું હોય જ નહીં !'

'હોય નહીં તો જોઈ આવો દૂધાભાઈનો પગ, આખો રંગી નાખ્યો વગર મજીઠે* !'

'કોણે કીધું ? કહું છું, 'મોતી' કદી આવું કરેજ નહીં ! વાત બરોબર અને પાકી છે ? આ દૂધા દરબારને ત્યાં જાઉં, અને વાત ખોટી હોય તો નાહકનો ભેખડે ભરવા જેવો ઘાટ થશે મારો !

 સમાચાર આપનાર એ મારા ઘરની કામવાળી ચંદાએ, છાતી ઠબકારીને કહ્યું — 'હા, હા, દૂધા દરબારને તેમનો વ્હાલો કૂતરો કરડયો છે. અને ઢીંચણ નીચેનો ડાબો પગ આખો કોચી માર્યો છે, મૂઆને શરમ પણ ન નડી. આ કાંઈ થાપ નથી !, મોતીએ બહુ ભૂંડી હાલત કરી છે દરબારની.

 ગામને ચોળે જામેલી હોકા મહેફિલમાં, ચંદાએ મોટો વાઘ મારી આવી હોય તેમ, મને સમાચાર આપ્યા. અને કહ્યું ઈ દરબારને ત્યાં ઉધાર ચૂકવવા ગઈ હતી, ત્યારે દૂધાદરબાર પગ પકડી ખાટલીએ સુવા જતાં હતા, દરબારના મોં નાકમાં સુંપડું ભરાય એવડી માટી ગરી ગયેલી. મે તે ઝાપટીને ઉડાડી પછી એમને પાણી પાયું. દરબારને કળ વળી ત્યારે હું અહી ચોળે સીધી દોડી આવી !'કોઈ જાવ..વૈદ ને ભેળા લેતા જજો, દરબાર કણસતા ખાટલે પગ પકડી સૂતેલા છે. મારી વાત માનો..નહિતો દરબારના આજે બાર જરૂર વાગી જશે.

 અરે ચંદા દરબારનો એ નમક હરામ જોડીદાર મોતી ક્યાં ? 'એકી અવાજે દેકારો બોલાવતા ચોળે બેઠેલાઓ એ પૂછ્યું... એની મને શું ખબર, ચંદા એ "મસીદ કોટે વળગતા" કેડો મૂકવા બોલી ? પણ દરબાર રાડ્યું પાડતાં હતા.. ફટ..રે મોતીડા આ તે શું કર્યું ? 

 'મોતી, દૂધા દરબારનો જાતવાન કૂતરો રોજ ટંકે પાંચ શેર દૂધ અને ચાર હથેળી જેવડા જાડા અને આંબાના સૂકા પાન જેવા લીલા ચટ્ટક રંગના બાજરીના રોટલા જાપટી જનારો..જીવતા જમડા જેવો કાળો કૂતરો. એકલો પંડ આખે આખાય ગામની શાક બકાલાની વાડીની એવી ચોકી કરે, કે મજાલ છે..કે કોઈ ઉંદર પણ વાડીમાં પેસી શકે ? દૂઘો દરબાર એકલો જીવ, ઠાકરાણી તો ક્યારનાય સીધાવી ચૂકેલા. આમ તો તે માથાભારે અને ગામનો ભરાડી, પણ દરબારની કોઈ ખોટી બબાલ નહીં.. ગામના લોકો મહિને હપ્તો આપે અને દરબાર આખી રાત માથે લઈ તેની ઘોડી ઉપર હોય અને લગભગ ગધેડા જેવો કદાવર મોતીની જોડી ચોકીએ છે એવી વાત માત્રથી વાડીઓની જાગતી ચોકી થતી. અને આજુબાજુના દસ ગામવાળા આ ચણવાઈ ગામની વાડીના પાકની ચોરીના વિચારથી પણ દૂર રહેતા. 

 આજે વહેલી સવારે પલટો ખાઈ રહેલા પવને વરસાદ આવતા વહેલી ઘરભેગી થઈ ગયેલી ! આ જોડીને આખો દિવસ બીજા કોઈએ ગામમાં ફરતી જોઈ નહતી, પણ "સૂતેલા વાઘના નહોર કોણ ગણે" ? તો દૂધા દરબારનું પણ કાંક આવુજ હતું.- લોકો દરબાર હાળે લટકતી સલામ રાખતા – અને ખપ પૂરતો વ્યવહાર....

 ચંદા એ દરબારના ખાટલે પડ્યાંના સમાચારે નહીં, પણ હવે આજ રાતે વાડીની ચોકીએ કોણ જશે ? ગામની વાડીઓમાં ચીકુ, પપૈયાં, બેસુમાર પાકેલાં ટામેટાં, રીંગણાં એમ રેઢાં મુકાય ? બાજુના ગામવાળા ઉગેલા સોના જેવા મોલનો સોથ વળી દે.., તે ફિકરે ચોળે બેઠેલી હોકા મંડળી દરબારને ત્યાં ગઈ... ત્યારે રાતના અંધારા દરબારની ડેલીએ ઉતરી ચૂકેલા.. કોઈ અંદર ગયું અને દરબારના ઘરમાંથી કિસનલાઈટ લઈ આવી પેટવી અંધારામાં ઉજાસ લાવી જુવે છે તો દૂધા દરબારનો આખોય પગ કોઈએ દાંત મારીને કોચી મારેલો અને પગનું લોહી સુકાઈ ગયેલું જોયું. ત્યાં લગીમાં ગિરિજા વૈદને કોઈ ખેંચી લાયું, ગિરિજાવૈદે બીતાં-બીતાં દરબારની નાડી પકડી, અને "કોથળામાંથી બલાડું કાઢ્યું", બોલ્યા.. દરબારને શરીરે કરોતળાનું ઝેર ચડેલું છે, અને શ્વાસ ગમે તે ઘડીએ ઠંડો પડશે... વહેલો બોલાયો હોત.. તો કઈ થાત.. હવે દરબારની ચિઠ્ઠી ફાટી હોય તેમ લાગે છે. કહી તેનો થેલો લઈ ગિરિજા વૈદ પરત ગયો.

 આ મોતી એ તો ભારે કરી, દૂધાભાઈનું મોત જ બગાડ્યું કે બીજું કાંઈ ? આખી જિંદગી પંડના દીકરા માફક રાખ્યો 'ઈનો બદલો..આમ ? તમાશાને તેડું થોડું હોય ? "જોત જોતામાં ગામ આખાયના ધાડા ઉમટી આવ્યા -" "તેલ પાઈને લોકો એરંડિયું કાઢતા" હોય તેમ નવી નવી વાતો જોડતા અને તરક લગાવી "વાતનું વતેસર" કરતાં હતા "મોતી દરબારને જડપે અને દરબાર મૂંગો રહે.. ? !

 વાત સાચી હતી. ચણવાઈ ગામના દરબારને કોણ ભીડે ? બીજું ગમે તે થાય, પણ અહી તો ખુદનો પાળેલો કૂતરોજ, દરબારને "નહોર" મારી પાડે તો, દરબારનું મોત બગડ્યું કે'વાય. દરબારની ડેલીના ફળિયામાં લોહી ભીના ઊપસેલા મોતીના પગલાં જોઈને તો મોતીના "નહોરિયા'એજ દૂધા દરબારનું મોત બગાડ્યું હતું. ભાઈ દરબારના ભવમાં ભોરિંગ થઈ બેઠેલો હતો આ મોતી. બાકી મોતી સિવાય બીજું કોઈ હોત તો દૂધો દરબાર મ્હાત ખાય ખરો ? શું એ મોતી હતો ? શકરાબાજ જેવા ચપળ અને સાઈઠની છાતીવાળા જીવતા જમડા જેવા દરબારને ધસી નાખ્યા ! એ સવાલ નો જવાબ કોઈ અટાણે પૂછતું નહતું.

 હજુ દરબારને ધીમો શ્વાસ ચાલતો હતો, લોકોના બેશુમાર કલબલાટ વચ્ચે, દરબાર આંખયું ફાડી કોઈને શોધી રહેલા.. પણ મોઢેથી નીકળી રહેલા અવાજે કોઈને પણ 'કઈ મગ કે મરીનો' ફોડ સમજાતો ન હતો. ત્યાં લગી કોઈ લોટો ભરી મહુડો લઈ આવ્યું, અડધો લોટો, દરબારના કોચાયેલા પડે રેડ્યો, અને બાકી દરબારના ખુલા મોમાં, મહુડાના જોરે, દરબારને જોમ આવ્યું.. અને અવાજ કઈ ચોખ્ખો થયો.. દરબાર "મોતી- મારો મોતી ક્યાં"ની માળા જપી રહેલા...અને ઈશારાથી ખૂણે, ચૂંથાઈ ચીંદરડું થઈ પડેલા દસ ફૂટીયા કાળોતરાને બતાવ્યો, લોકોના ટોળાંએ કિસનલાઈટોના ઉજાસે હકીકત સમજી,કે કોઈ ભોરિંગ દરબારના ડાબે પગે વળગ્યો હશે, અને મોતી દરબારને ભોરિંગના ભરડાથી બચાવવા પગે વળગેલો હશે. ભેગા થયેલા ગામના લોકો મોતી વિષે તેમના કાઢેલા બળાપાનો પસ્તાવો કરે, ત્યાં દરબાર આ ફાની દુનિયા છોડી ચૂક્યા હતા.

 સવારે.. દરબારની અંતિમ યાત્રા મસાણે પહોચી.. ત્યારે મોતી પણ ત્યાં પહેલેથી હાજર હતો મોટેથી ભસી ગામના ડાઘુઓને ભગાડવા વ્યર્થ પ્રયાસ કરતો હતો દરબાર શું સીધાવી ગયા ?.. તો તેના તો હવે નહોર જટાઈ ગયા ! મસાણના મલાજે મોતીએ ઈનો અસલી મિજાજ કોરાણે રાખેલો હોઈ, હર કોઈ તેને ઠેલા મારી હડસેલી રહ્યું હતું... ત્યારે તે.. મોતી મૂંગો બની વિચારે...

 મારી અમીરીની રહી છે બેમિસાલ મીઠી યાદ

 લાગણીના દુકાળમાં જટાઈ ગયા નહોર દાંત


 કોણ કોને કરે ફરિયાદ તે વિચારું અહીં આજ,

 મને મહાણે થાય માણસની કેવી રે જાત ?


 એવો થઈ ઊભો કે બની ન કોઈ વાત,

 માળૂ આ તો નરી ખોટા આંસુ પાડતી જાત,


 અહી ભસું એમાં શું છે, શરમની વાત ?

 ડઘાયો શાને થાય, કહી દે દિલની વાત, 


 પૂંછડી ઊંચી કરી મો ફાડી, દઉં મૂંગો સાદ

 મારો માલિક નથી, કોઈ મૂઈ ભેંસ, જાણ,


 ભેગું ટોળું થઈ "ડોળા હામે કરે ડોળ"

 શૈશવ કેરા દિવસો આવ્યા મહાણે યાદ,


 માલિક મૂંગો સૂતો તો, કરું અહી ક્યાં ફરિયાદ ?

* નેચરલ ઓર્ગેનિક રેડ કલર 


Rate this content
Log in

Similar gujarati story from Drama