RATILAL VAYEDA

Children

3  

RATILAL VAYEDA

Children

નેત્રદાન

નેત્રદાન

1 min
200


ભારત અને દુનિયાના અન્ય દેશોમાં અંધાપો એક મુખ્ય સમસ્યા બની છે. અનેક કારણસર અંધાપો આવી શકે છે અને દેશમાં કરોડો લોકો તેનો ભોગ બનેલા છે.

અંધત્વ નિવારણ માટે ભારત સરકાર તેમજ ખાનગી સંસ્થાઓ વગેરે દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવે છે, અને લોકો નેત્રદાન કરે તેવી પણ જાગૃતિ લાવવા માટેના અનેક પ્રયત્નો થઈ રહ્યા છે.

અંધ વ્યક્તિનું જીવન નિરાશા ભરેલું હોય છે. તે નાની નાની ઘણી બાબતમાં લાચારીનો અનુભવ કરતા હોય છે. આવા લોકો તરફ આપણે જાગૃતિ બતાવી અને દરેક લોકો પોતે પોતાનું નેત્ર નિદાન કરે તેવો સંકલ્પ કરે તો ભારતમાં અને દુનિયાના જુદા જુદા દેશોમાં નેત્રહીનતાનું ઝડપથી નિવારણ થઈ શકે.

નેત્રદાન કરી અને અન્ય વ્યક્તિના જીવનમાં રોશની લાવી શકે છે, અને આવું પુણ્યનું કામ કરવું એ ઘણી મહત્વની વાત છે.

આજે નેત્ર દાનનું મહત્વ લોકોને સમજાયું છે અને ધીરે ધીરે લોકો પોતાના નેત્ર નિદાન કરવા માટે તૈયાર થઈ રહ્યા છે.

જે વ્યક્તિનું અવસાન થયું હોય તેના કુટુંબીજનોને પણ નેત્રદાન કરવા માટે સમજાવવામાં આવે છે, અને જો તેઓ સંમતિ આપે તો એકી સાથે બે જણાને તાત્કાલિક નેત્ર જ્યોતિ પ્રાપ્ત થઈ શકે છે

નેત્રદાન મહાદાન છે. નેત્રદાન દ્વારા કોઈના જીવનને રોશન કરવું એ મહાન પુણ્યનું કાર્ય છે.


Rate this content
Log in

Similar gujarati story from Children