મુસ્કાન
મુસ્કાન
મુસ્કાન નામની એક છોકરી હતી. એના નામ પ્રમાણે એના ચહેરા પર મુસ્કાન રહેતી. તેની મુસ્કાનમાં એવો જાદુ કે એની સામુ જોનાર એનાથી અંજાઈ જતો. ખૂબસૂરતી ઈશ્વરે એનામાં ઠાંસી ઠાંસીને ભરી હતી. સાથે સમજણ પણ એટલી જ. એ એક સારી ચિત્રકાર હતી. પંખી, આકાશ, કુદરતી દૃશ્યો, નારી ના એવા ખૂબ સુરત ચિત્રો દોરતી કે પાત્રો જાણે જીવંત લાગતા. સાથે સાથે ચિત્રો પરથી વાર્તા પણ ખૂબ સરસ લખી શકતી. આમ ઈશ્વરે એના માં એક કલાકારી નાખી હતી. અને એને બનાવીને શ્રેષ્ઠ ચિત્રકાર ની સાબિતી આપી હતી.
એક દિવસ સ્કૂલમાં ઘણી બધી હરીફાઈઓ હતી. એમાં એક ચિત્ર પરથી વાર્તાની હરીફાઈ પણ હતી. મુસ્કાન એમાં ભાગ લે છે.
એમાં પંખી ઓ ના ચિત્રો,જંગલ ના ચિત્રો હોય છે. અને એ ચિત્રો દ્વારા પંખીઓની સભા નામની વાર્તા લખે છે. ચતુર કાગડો પ્રમુખ બને છે. અને શિકારી ને કેવી રીતે હંફાવવા એની શિખામણ આપે છે. સાથે સાથે જંગલની સફાઈ કેવી રીતે રાખવી ?
વૃક્ષ કાપવા આવનાર ને કઈ રીતે સજા આપવી ? સ્વબચાવ કેવી રીતે કરવો વિગેરે બાબતો વિશે સમજણ આપી. ચતુર કાગડા એ પોતાની ચતુરાઈ થકી,બધા પંખીઓને મીઠું જળ પાયું. અને બધા પંખી ઓ કાગડાની ચતુરાઈ થી ખુશ થયા અને કાગડા ને પોતાના પ્રમુખ તરીકે સ્વીકાર કર્યો.
અંતમાં મુસ્કાને મોરલ પણ સમજાવ્યું કે કાગડાની ચતુરાઈથી બધાને પાણી મળ્યું.
એને ગાગરમાં કાંકરા નાખ્યા કાંકરાનો મતલબ પ્રયાસો છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે હાફળા ફાંફળા થવાને બદલે, એના ઉકેલ માટે યુક્તિ ઓ શોધવી. કોઈ પણ સમસ્યા એવી હોતી જ નથી કે જેનો ઉકેલ ના હોય.
સમયનો કાગડો પણ ગાગરમાં કાંકરા નાખી ઉંમર ને પી રહ્યો છે. બસ મળેલી ક્ષણો ને સુંદર બનાવો આપણે પણ ઈશ્વરની વાર્તાના એક પાત્ર છીએ. એવું જીવંત પાત્ર બનીએ કે લોકોની પ્રેરણા બનીએ. આપણું જીવન એક કોરા કેનવાસ જેવું છે. ઈશ્વરે કર્મો રૂપી પીછી અને રંગ આપણ ને આપ્યા છે. હવે કેવું ચિત્ર બનાવવું એ આપણા પર આધારિત છે.
આમ કાગડાની વાર્તા દ્વારા મુસ્કાન જીવનની ફિલોસોફી સમજાવે છે. જીવન માં આવતી તકલીફો ને હલ કરવા માટે યુક્તિ સહિત ના પ્રયાસો કરવા જોઈએ. એ વિશે સમજણ આપે છે. અને મુસ્કાનની ચિત્ર પરની વાર્તા હરીફાઈ જીતી જાય છે.
જીવન પણ વાર્તા જેવું ક્યારેક મન ગમતું પાત્ર મળે તો ક્યારેક અણગમતું પણ બંનેમાં પ્રાણ પૂરી અભિનય કરવો જોઈએ. કેમ કે જે સ્થિતિ નિર્માણ પામી છે એનો સહર્ષ સ્વીકાર કરવો એજ એક અભિનેતાની આવડત છે. બસ કોઈ ફરિયાદ વગર ઈશ્વરે જે પાત્રતા આપી છે. તે બખૂબી નિભાવીએ તો જ્યારે જીવનનો પડદો પડે ત્યારે લોકોની આંખોમાં અશ્રુ હોય અને હૈયે યાદોનો ખજાનો હોય.
કઈક આપી ને ગયા એના માટે એની આંખોમાં સહર્ષ આભાર હોય.
