STORYMIRROR

Mrugtrushna *Tarang*

Fantasy Thriller

4  

Mrugtrushna *Tarang*

Fantasy Thriller

મોગેમ્બો ખુશ હુઆ

મોગેમ્બો ખુશ હુઆ

5 mins
30

મિ. ઈન્ડિયા થકી ઉકળતા એસિડમાં મોગેમ્બો પડતાં પડતાં બચ્યો અને એ બચવામાં એસિડનાં કેટલાંક છાંટા મોગેમ્બોનાં ચહેરા પર ઊડયાં હતાં. પોતાની ઓળખ છુપાવવાનાં પ્રયાસમાં એ એસિડના છાંટા કારગત નિવડયાં અને ઇન્ડિયન પુલિસને કારણે વિદેશમાં જઈ પ્લાસ્ટિક સર્જરી કરવાનું ત્યારે લગભગ અશક્ય હતું. એટલે, વચ્ચેનો રસ્તો કાઢ્યો ચાલાકીના બાદશાહ મોગેમ્બોએ.

ગ્રામ્ય વિસ્તારમાં જઈ મહાજ્ઞાની, વિદ્વાન, તથા વૈદ્ય મહારાજ એવાં મહાગુરુજીનાં આશ્રમમાં ઋષિકેશ જઈ પોતાનો ઉપચાર કરાવ્યો. મહિનાઓ સુધીનો વ્યવસ્થિત આરામ ફરમાવી નવા જોશ સાથે ઊભો થયો. અને એક નવી શકલ, એક નવી ઓળખ સાથે નવા ઉદ્દેશ પર કાર્યરત રહેવાની તનતોડ મહેનત મોગેમ્બોએ પોતે જાતે જ હસ્તગત કરી.

મહાગુરુજીનાં આશ્રમમાં રહી એક સાધારણ વ્યક્તિ તરીકે પ્લાસ્ટિક સર્જરીની મદદથી વૈજ્ઞાનિક તરીકેની ઓળખ આસપાસનાં ગામમાં ફેલાવવા નિતનવા પ્રયોગો આદરવાનું શરૂ કર્યું. મોગેમ્બોએ પોતાનું નામકરણ કરાવ્યું અને નવું નામ રાખ્યું - મોગેમ્બો જુનિયર. કે જેથી,     એનાં નામની દહેશત, એનાં નામનો ડર લોકોનાં હૃદયમાંથી દૂર થાય. તે સાથે, 'મોગેમ્બો' શબ્દનો પ્રભાવ પણ પડે એટલે જુનિયર ઉપનામ જોડી પોતાનાં નવા લક્ષ્ય તરફ પોતાનું તેમજ પોતાનાં સારા વ્યવહાર થકી મહાગુરુજીનાં આશ્રમમાં રહેતાં એમનાં બીજા અનુયાયીઓનું અને એમનાં થકી ગ્રામવાસીઓનું પણ ધ્યાન પોતાનાં તરફ કેન્દ્રિત કરવામાં સમય નક્કી લાગ્યો, પણ, કામ સફળ થતું જણાયું એટલે પ્રચાર કરવાનો વિચાર જ્યારે એક શાગિર્દનાં મનમાં વળગ્યો કે મોગેમ્બો જુનિયરે પોતાનો નવો આવિષ્કાર, નવી શોધને લોકો સમક્ષ લાવવાનું પાસું ફેંકી પોતાની નવી એક ગેંગ તૈયાર કરી.

આ ગેંગ સભ્ય લોકોની વચ્ચે પ્રેમ, કરુણા તથા સદાચારની ભાવના સાથે રહી શકે, તેમજ એકજુટ થઈ મદદગાર બનવા યોગ્ય છે એવા અનેકો સદ્દગુણોની ભરમાર લોકલ ન્યૂઝપેપરમાં હેડલાઈન્સ તરીકે ઝળકવા લાગી. જુનિયર મોગેમ્બોનું નવું લક્ષ્ય લોકોમાં ફેલાવવાનું કામ ન્યૂઝપેપર્સ આસાન કરી દીધું. મહાગુરુજીને આખરી પ્રણામ કરી જુનિયર મોગેમ્બો અને એનાં નવાં અનુયાયીઓ વારાફરતી એક એક કરીને આશ્રમનાં માહોલને છોડી ઋષિકેશનાં આસપાસના વિસ્તારમાં બે-બેની ટુકડીમાં ફેલાઈ ગયાં. યોજના મુજબ બેવડી જોડી જે તે ગામમાં જઈ લોકોને ખુશ્બુદાર પેનની વિશેષતા જણાવી એક પર એક ફ્રી આપી નાણાં એકઠાં કરવામાં કંઈક અંશે સફળ થઈ.

આબાલવૃદ્ધ સહુ ખુશ્બુદાર પેનનો પરચો મેળવવા તૂટી પડ્યાં. પેનની અછત પડવા લાગી. લોકોમાં યકાયક ખુશ્બુદાર પેન મેળવવાનું જાણે ઝુનુંન સવાર થઈ ગયું. જુનિયર મોગેમ્બોને અનપેક્ષિત ફાયદો થવા લાગ્યો. એટલે, એનાં ખુરાફતી દિમાગમાં નવો આઈડિયા ઉકળવા લાગ્યો. પહેલાં ઇત્રમાં ડૂબાડેલી પેનને ખુશ્બુદાર પેન કહી બમણા રૂંપિયા કમાયો. એ રૂપિયામાંથી વિદેશી લેબલ લગાવેલ ઇન્ડિયન સિક્રેટ પેનને જાદુઈ પેન કહી ફરી એકવાર ભોળા લોકોને બેવકૂફ બનાવવાનો મનસૂબો કામયાબ કરવા જુનિયર મોગેમ્બોનાં શાગિર્દો ઉતાવળા થઈ ઊઠ્યાં.

જેટલી પેન વેચો એટલો ફાયદો ડબલ. આ લાલચે જ અનુયાયીઓ જુ. મોગેમ્બો સાથે જોડાયેલા હતા. એ બધી જ જાદુઈ પેન કે જેનાંથી જે પણ લખો એ પાંચથી સાત દિવસમાં મેજિકલી તમારી સામે હાજર થઈ જાય. ફક્ત એ લખાણ કોઈ બીજાની સામે જાહેર નહીં કરવાનું. કેવળ જુ. મોગેમ્બો પાસે રહેલાં મેજીક બોક્સમાં ચિઠ્ઠી મૂકીને પાંચમા દિવસે આવી તપાસી જવાનું. કામ સફળ થાય તો બમણા રૂ. એજ બોક્સમાં મૂકીને પાછું વળ્યાં વગર જતું રહેવાનું. અને, કામ કારગત ન નીવડે તો સાતમા દિવસે ફરી આવી ચેક કરવાનું. જુ. મોગેમ્બોની દિવ્ય શક્તિથી ગ્રામવાસીઓનું કલ્યાણ નિશ્ચિત છે.

આવી એડવર્ટાઈઝથી ટોળેટોળાં જમા થવા લાગ્યા અને જુ. મોગેમ્બો કુખ્યાતિનો કાળો ઓછાયો ત્યજી પ્રખ્યાત સિદ્ધિ તરફ આગળ ને આગળ વધવા લાગ્યો. અઢળક રૂપિયા જમા થવા લાગ્યાં. તે સાથે અનુયાયીઓ પણ વધવા લાગ્યાં. લોકો જુ. મોગેમ્બોને દિવ્ય પુરુષ તરીકે ઓળખવા લાગ્યાં. જાફુઈ પેને પરચો આપવાનું શરૂ કરી દીધું. જે તે લોકોએ મોગેમ્બોને તકલીફ આપી હતી. જેનાં કારણે મોગેમ્બોને એસિડના છાંટાની પીડા સહન કરવી પડી એ સહુને સજા કરવા માટે જુ. મોગેમ્બોએ સ્પેશ્યલ પેનને અલગ પેકિંગ સાથે મુંબઈ ખાતે પાર્સલ કરી.

પેકિંગ લઈ જનાર અનુયાયીઓને પણ એ વાતની જાણ નહોતી કે એ સ્પેશ્યલ પેન શી ધમાલ મચાવવાની હતી. બે અઠવાડિયા બાદ દિવાળીનાં દિવસે જ જુ. મોગેમ્બોનાં ઓર્ડર પ્રમાણે ઠેર ઠેર એ પેનનાં બોક્સ દિવાળી ગિફ્ટ તરીકે ખાસ લોકોનાં ઘરમાં પાર્સલ કરવામાં આવ્યાં. કમિશનર શુકલા કે જેમણે મોગેમ્બોને અરેસ્ટ કરવાનું ફરમાન જાહેર કર્યું હતું. એક પાર્સલ એમનાં ઘરે પહોંચતું કરવામાં આવ્યું. મિ. ઇન્ડિયા. કે જેને કારણે પોતે વિશ્વનો સૌથી મોટો ઇન્વિઝીબલ મેજિશિયન બનતાં બનતાં રહી ગયો અને એથી ઉલ્ટું જુ. મોગેમ્બો બની ગ્રામીણ વિસ્તારમાં જીવન ગુજારવાનો વારો આવ્યો. એક ને બદલે ત્રણ પાર્સલ એનાં ઘરે પોસ્ટ કરવામાં આવ્યું. ત્રીજું તેમજ આખરી પાર્સલ પ્રો. શર્માને ઘરે મૂકવામાં આવ્યું કે જેથી તેઓ આજ પછી ક્યારેય નવો આવિષ્કાર કરવા માટે સલામત ન રહે. અને, અગર, બચી પણ જાય તો પણ, જુ. મોગેમ્બો સામે જિંદગીની ભીખ માંગતો ફરે.

***

ત્રણ દિવસ વીતી ગયાં. જ્યાં જ્યાં મેજિકલ પેનનું બોક્સ પાર્સલ કરવામાં આવ્યું હતું, ત્યાં ત્યાંથી નિતનવા સમાચારો ન્યૂઝપેપર્સ તેમજ ટીવી ચેનલ્સ પર ચમકવા લાગ્યાં. 'આજ કી તાજા ખબર - મેજિકલ પેનનાં ઉપયોગથી કમિશ્નર શુકલાનાં પત્નીનું કોવિડ - 19થી તત્કાળ મૃત્યુ.'

'મિ. ઈન્ડિયાનાં ઘરમાં કામ કરનાર કેલેન્ડરનાં દીકરા તથા એની પત્નીનું કૉરોનાથી અકાળ મૃત્યુ.'

'મિ. ઈન્ડિયાને લાગ્યો ચેપી રોગ, હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલ મિ. ઈન્ડિયાનો જીવ ખતરામાં.'

આવા અનેકો સમાચારો વાંચી તથા ટીવી ચેનલ્સ પર જોઈ, સાંભળી જુ. મોગેમ્બો ખુશખુશાલ થઈ ગયો. ઋષિકેશનાં ગ્રામ્ય વિસ્તારોમાં એણે દિવાળીની ધામધૂમથી ઉજાણી કરી ગ્રામ્ય લોકોને ખુશખુશાલ કરી મૂક્યાં.

***

મૃત્યુનાં સમાચારો સાંભળી મહાગુરુજીને જુ. મોગેમ્બો પર સંદેહ જાગ્યો. પોતે શીખવેલ સારપ ભૂલી જુ. મોગેમ્બો પોતાની અસલિયત પર આવી ગયો તેમજ એનામાં રહેલો રાવણ હજુય જીવંત હતો. પોતાની સામે સારા હોવાનો ઢોંગ કર્યો.. આ બધાથી મહાગુરુજી ખૂબ ખૂબ નિરાશ થયાં. અને સંજીવની બુટી લઈ આશ્રમમાં કોઈનેય જાણ કર્યા વગર હિમાલય જઈ વસવાટ કરવા ચાહે છે, એવું કથન કહી મહાગુરુજીએ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. ફ્લાઈટમાં એજ દિવસે પહોંચી જે તે લોકોને સંજીવની બુટી આપી જીવનદાન આપ્યું તેમજ, સાવચેતી કેળવવાનાં કેટલાક નિયમો સમજાવ્યા. સમગ્ર મુંબઈમાં હાઈ એલર્ટ ડિકલેર કરી ઠેર ઠેર વૈદ્યકીય સેવાકેન્દ્ર ખોલી લોકોનો મફત ઉપચાર શરૂ કર્યો. અને ત્રણથી ચાર દિવસમાં સહુને કૉરોના સાથે જીવતા શીખવી દીધાં.

બીજી તરફ, જુ. મોગેમ્બો સુધી એજ સમાચાર પહોંચતા કરવાની જોગવાઈ કરી દીધી કે જે સાંભળવા એ આતુર હતો.

'આજ કી તાજા ખબર - મિ. ઈન્ડિયા કો મોત કે મૂંહ સે કોઈ બચા ન સકા, ઔર પૂરે શહેર મેં માતમ સા છા ગયા હૈ...'

જુ. મોગેમ્બોને આ ખુશ ખબર પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો એટલે એણે પોતાનાં સ્પેશ્યલ શાગિર્દને ફોન કરી ઇન્ફોર્મેશન કઢાવી. એમાં ય એજ જાણવા મળ્યું જે ન્યૂઝમાં બોલ્યાં હતાં. એ જાણી પહેલી ફ્લાઇટ પકડી જુ. મોગેમ્બો મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયો અને મુંબઈ પુલિસે જુ. મોગેમ્બોની ધરપકડ કરી ફાસ્ટ અદાલતમાં એનો કેસ ચલાવી એને એનાં જ જન્મદિવસે સરેઆમ ફાંસી આપી એનો અંત આણી લોકોમાં જાગૃતિ લાવવાનો સરકારનો નિર્ણય કારગત નીવડ્યો.

અને ફરી એકવાર મિ. ઇન્ડિયાને સરકાર તરફથી ઇનામ સ્વરૂપે સચિવ ની પદવી સોંપવામાં આવી. અને મહાગુરુજીનો આભાર માની એમનાં આશ્રમ માટે પણ ટેક્સ ફ્રી ડોનેશન આપવામાં આવ્યું. કૉરોના બીમારીને ભગાવતી સંજીવની બુટીની પેટન્ટ તૈયાર કરવા માટે ઇન્ડિયન સાયન્ટીસ્ટને ઋષિકેશ જઈ નૉલેજ મેળવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી.

આજનાં યુગની મહા બીમારી કૉરોનાથી બચવાનાં ઉપાયો સાથે ભારતીય સંસ્કૃતિની ધરોહર બરકરાર રાખવાનું ફરમાન જાહેર કરાવ્યું.

       

હાથ જોડી કરો પ્રણામ,

વગર કામે ન નીકળો બહાર,

જરૂરી કામ ઘરેથી પતાવ,

ઘરનાઓ સાથે સમય વિતાવ,

કાલને છોડ, આજને જીવ,

જોઈતું ખાઈ, શેષ બીજાને આપ,

જીવનમંત્ર શીખી, બીજાને શીખવ,

બંધુ- ભગિની સહુને માન, સુખેથી જીવ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy