Sapana Vijapura

Crime

3  

Sapana Vijapura

Crime

મોબાઈલ એક અભિશાપ

મોબાઈલ એક અભિશાપ

4 mins
122


હવે તો મિતાલી અને મોબાઈલ એકમેકના પર્યાય બની ગયા. સામાન્ય પરિવારમાં જન્મેલી મિતાલીને સોશિયલ મીડિયાએ પાંખો આપી. શહેરની હોસ્ટેલની હવાએ એની પાંખોને ઉડાન આપી. રજાના દિવસોમાં એ જ્યારે ઘરે આવે ત્યારે એ અને એનો મોબાઈલ. એની મોટી બહેન ક્યારેક ટોકે પણ ખરા કે, "શું આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે છે ? થોડાક દિવસ આવી છે તો મોબાઈલ મૂકી અમારી સાથે સમય વિતાવ." મિતાલીને આ ના ગમે. એ તરતજ જવાબ આપે, "તને ના ખબર પડે, અમારે તો બધું મોબાઈલમાં જ ભણવાનું હોય અને સર્ચ કરવાનું હોય. હું મારું જ કામ કરું છું" એની મમ્મી એની મોટી બહેનને કહેતી, "અઠવાડિયા માટે આવી છે તો શું કરવા ટોકે છે ?" મમ્મીના આ શબ્દો એને બળ પૂરું પાડતા અને એ બમણા વેગથી એના મોબાઈલને આલિંગન આપી પોતાના કામમાં વ્યસ્ત થતી. શેમાં વ્યસ્ત થતી એ રામ જાણે.

એક દિવસ એવું બન્યું કે મિતાલી ઘરેથી હોસ્ટેલ જવા રવાના થઈ. સાંજે એની હોસ્ટેલમાંથી એના ઘરે ફોન આવ્યો કે મિતાલી કેમ આજે હોસ્ટેલ પરત નથી આવી ?

હોસ્ટેલની મેડમ નો કોલ આવ્યો ! મોટી બહેન રૂપાલીએ ફોન ઉપાડ્યો ! મેડમે પૂછ્યું કે મિતાલી નીકળી ગઈ છે ? રૂપાળી થોડી ગભરાઈ ગઈ, એણે કહ્યું,"હા, મેડમ મિતાલી તો સવારની નીકળી ગઈ છે અત્યારે તો ત્યાં પહોંચી જવી જોઈતી હતી. શું થયું હશે ? મેડમ તમે આજુબાજુ તપાસ કરાવો કદાચ ક્યાંક મિત્ર પાસે રોકાઈ ના ગઈ હોય ! પણ મેડમ ખૂબ શિસ્તવાળા હતા. એની લીડરશિપમાં કોઈ આઘુંપાછું થાય નહિ. તેમ છતાં મેડમે કહ્યું કે 'હું તપાસ કરું છું.' રૂપાલી તથા એની મમ્મી અધ્ધર જીવે મેડમના ફોનની રાહ જોતા હતા.

રૂપાલી અને મિતાલીને એની મમ્મી સુધાબેને ખૂબ મહેનત કરી મોટી કરી હતી. એના પતિ નાની ઉંમરે કાર એક્સીડેન્ટમાં ગુજરી ગયા. સગાંવાહા કોઈએ સાથ આપ્યો નહિ., પણ જે કાંઈ મિલકત હતી એમાં પણ ભાગ આપ્યો નહિ. અને મારા દીકરાને ભરખી ગઈ કરી. સુધાબેન બી કોમ કરેલું ! પ્રાઈમરી સ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ. બંને દીકરીઓને ખૂબ લાડથી મોટી કરી હતી. રૂપાલી એ એમ.એ કર્યું હતું અને એક સરસ જગ્યાએ નોકરી કરતી હતી. એની સગાઇ પણ એક સારા કુટુંબમાં થઇ હતી. આવતા વર્ષે લગ્ન લેવાના હતા. સુધાબેન પાંચ વરસ પછી રીટાયર થવાના હતા. એટલાં મિતાલીની કોલેજ પણ પૂરી થઇ જશે. એને હોસ્ટેલમાં રહેવું પડતું હતું કારણકે આ નાના ગામમાં મેડિકલ કોલેજ હતી નહિ. મિતાલીને ડોક્ટર બનવું હતું !

પણ આજ હોસ્ટેલમાંથી કોલ આવ્યો અને બંનેના દિલ ડહોળાઈ ગયા હતા. મેડમનો ફરી કોલ આવ્યો ! મિતાલી હોસ્ટેલ પહોંચી ના હતી. અમદાવાદની બી.જે. મેડિકલ એ હતી. પોતાના ગામથી અમદાવાદ લગભગ ત્રણ કલાકનું ડ્રાઈવ હતું ! બંને તરત બસમાં બેસી ગયા. રાત્રે નવ વાગે અમદાવાદ પહોંચ્યા !સીધા પોલીસ ચોકી ગયા. પોલીસ પણ આળસુ હતો. એ કહે કે કાલે આવજો ચોવીસ કલાક જવા દો. છોકરી જવાન છે કદાચ કોઈ છોકરા પાસે ગઈ હોય ! મા દીકરીનું કશું ચાલ્યું નહિ. બીજા દિવસે સવારે ફરી પોલીસ ચોકી ગયા. સાહેબ બદલાઈ ગયા હતા. આ કોઈ ઈમાનદાર સાહેબ લાગ્યા ! માની પીડાને સમજી રિપોર્ટ લખ્યો ! મિતાલીનો ફોટો માંગી ને કહ્યું કે 'અમે તમારી દીકરીને શોધી કાઢીશું ! તમે હવે ઘરે જાઓ.'

રૂપાલી તથા સુધાબેન એમના એક સગાને ઘરે ઉતાર્યા હતા. પોલીસે મિતાલીને શોધવા એક ટિમ તૈયાર કરી. રૂપાલીને પણ પૂછ્યું કે કઈ બસ લઈને એ અમદાવાદ આવવા નીકળી હતી. એનો મોબાઈલ નંબર પણ માંગ્યો ! એના મોબાઈલનું છેલ્લું લોકેશન ત્યાં પોલીસની ટિમ પહોંચી ગઈ. એ એક જંગલ જેવી જગ્યા હતી. પોલીસ ફોનનું લોકેશન શોધવામાં સફળ થઇ મિતાલીનો ફોન એક ઝાડીમાં પડ્યો હતો. થોડે દૂર મિતાલી નિર્વસ્ત્ર પડી હતી. લેડી પોલીસે એના પર દુપટ્ટો નાખ્યો ! શ્વાસ ધીરે ધીરે ચાલી રહ્યા હતા. એમ્બ્યુલન્સ બોલાવી મિતાલીને હોસ્પિટલ લઇ જવામાં આવી.

મિતાલીની મમ્મી તથા રૂપાલીને બોલાવવામાં આવ્યા ! બંને મિતાલીની આ હાલત જોઈને રડી પડયા. ડોકટરે ટ્રીટમેન્ટ આપવાનું ચાલુ કર્યુ. ડોક્ટરે પોલીસને જણાવ્યુકે મિતાલી પર બળાત્કાર કરવામાં આવ્યો છે અને એક નહિ અનેક માણસોએ બળાત્કાર કરેલો છે. હવે તો મિતાલી હોશમાં આવે તો ખબર પડે કે ખરેખર શું થયું હતું !

ચોવીસ કલાક પછી મિતાલી હોશમાં આવી. અને ધ્રુસકે ધ્રુસકે રાય પડી. "દીદી, દીદી ! તમે સાચું કહેતા હતા. આ મોબાઈલ!... આ મોબાઈલ મારી જિંદગી તબાહ કરી નાખી! દીદી મને માફ કરી દો! રૂપાલી એ મિતાલીને ગાલે લગાડી દીધી અને કહ્યું 'ચાલ પહેલા તું ઠીક થઇ જા પછી બધી વાત.' પણ મિતાલી રડતી રહી. એટલામાં પોલીસ બયાન લેવા આવી. સુધાબેનની ઈચ્છા ના હતી કે મિતાલી કોઈ બયાન આપે પણ રૂપાલી અને મિતાલી મક્કમ હતા કે જુલમ કરનારને સજા મેળવી જોઈએ !

પોલીસને મિતાલીએ કહ્યું,"હું બસમાં બેઠી તો મારી સાથે ભણતા એક સ્ટુડન્ટનો મેસેજ આવ્યો, જેમાં મારો વિડીયો હતો. જેમાં હું મારા એક દોસ્તને કિસ કરી રહી હતી અને એ મારા કપડાં ઉતારી રહ્યો હતો. પણ સાચું કહું સર આવું કોઈ કામ મેં કરેલું નથી. તો આવો વિડીયો શી રીતે ઉતર્યો ? મેં એ સ્ટુડેન્ટને વિડિઓ ડીલીટ કરવા કહ્યું તો એ કહે તું ફલાણી જગ્યાએ આવ તારી હાજરીમાં ડિલીટ કરું ! હું ત્યાં પહોંચી અને...અને...'

પોલીસે એ સ્ટુડેન્ટનું નામ પૂછ્યું અને કોલેજ જઈને એને ગિરફતાર કરી લીધો. પણ મિતાલીનું જીવન વેરવિખેર થઇ ગયું. રૂપાલીના સાસરા વાળાએ કશું વિચાર્યા વગર સગાઇ તોડી નાખી. મિતાલીએ કોલેજ છોડી દીધી ! એનું મન ભણવામાં લાગતું ના હતું. એ ચુપચાપ રહેતી હતી. એનું નટખટપણું એક મોબાઈલ ફોને ખુંચવી લીધું.

મોબાઈલ જો સારી રીતે વાપરો તો સારું નહીંતર, એ અભિશાપ છે. આજકાલ મોબાઈલ કેટલા જીવન બરબાદ કર્યા છે. કોઈના સંસારમાં આગ લગાડી દે છે. મિતાલી હવે મોબાઈલ અડતી નથી. દીદી એને કશું કહેતી નથી. સુધાબેન મિતાલી સામે જોઈ છૂપું છૂપું રડી લે છે.


Rate this content
Log in

Similar gujarati story from Crime