Pravina Avinash

Tragedy

1.0  

Pravina Avinash

Tragedy

મનના અતલ ઉંડાણમાં

મનના અતલ ઉંડાણમાં

2 mins
7.1K


૯૧ વર્ષના મનુભાઈએ જ્યારે બારીએથી પડતું મેલ્યું ત્યારે દિલમાં હાહાકાર મચી ગયો. દસ દિવસના અંદર એવું તો શું બન્યું હશે કે આવો ગમખ્વાર બનાવ બન્યો.

૯૧ વર્ષના મનુભાઈ જીવી જીવીને કેટલું વધારે જીવત? હા, મણી માસીના ગયા પછી એકલતા તેમને ખાઈ જતી હતી. કોઈ શોખ હતા નહીM. બાળકો પાંખ આવતાં ઊડી ગયાં હતાં. તેથી ઘરમાં રામ એકલા હતા. ખાવા પીવા માટે ટિફીન બંધાવ્યું હતું. બાજુવાળી સ્વાતિ સવારે મસ્ત આદુ અને મસાલાવાળી ચા પિવડાવતી. બદલામાં મનુભાઈ ખૂબ ઘસાતા. જેથી એમને ચા પીવી અડવી ન લાગે. મનના અતલ ઉંડાણમાં શું ચાલી રહ્યું હશે? દીકરો વહુ માંડ પાંચ મિનિટ દૂર રહેતા. સમાચાર સાંભળીને દોડી આવ્યા.

લાશ પડી હતી. માથું છુંદાઈ ગયું હતું. સાતમે માળથી પડ્યા હતા. આંખોને દૃશ્ય જોતાં લાજ આવતી હતી. પણ ખેર! હવે શું વળવાનું હતું? નાનકડી સ્નેહા દાદાની હાલત જોઈ ન શકતા આંખ મીંચીને ઊભી હતી.

બાળમાનસની કલ્પના બહારનું આ દૃશ્ય હતું. દાદા તેને ખૂબ જ વહાલા હતા. કેમ ન હોય? દાદા પ્યાર આપતા અને રોજ નવી સુંદર વાર્તા અચૂક કહેતા.

ધિરજ અને રજની માની ન શક્યાં. દરરોજ ચા પીને નાહી ધોઈ સેવા કર્યા પછી પિતાજી તેમને ઘરે આવતા. એષા સાથે રમવું, સરસ વાર્તા કહેવી એ એમનો રોજનો કાર્યક્રમ હતો. દીકરો વહુ નોકરી કરે તેથી જમવાની પળોજણ પણ રાખી ન હતી.

છેલ્લા દસ દિવસથી તેમના મોઢા પરનું નૂર વિદાય લઈ ગયું હતું. દીકરી પરદેશ અને દીકરો દિલ્હીમાં. ધિરજ અને રજની ગામમાં અને નજીક હતાં. કદી કોઈની આડે ન આવતા. સ્વમાનભેર જીવન જીવ્યા હતા. મણી માસીના ગયા પછી એકલતા અનુભવતા હતા.

જે દિવસે પડતું મેલ્યું ત્યારે સવારે દીકરી સાથે અમેરિકા વાત પણ કરી હતી. દીકરી એટલે આંખનો તારો. નાનો દિલ્હીમાં સરકારી નોકરી કરતો હતો. દરરોજની આદત પ્રમાણે નાહી ધોઈને પુજાપાઠ આટોપ્યાં. છેલ્લા દસ દિવસથી સમાચાર પત્રમાં રોજ નવા કાંડનો ભાંડો ફૂટવાના સમાચાર વાંચતા અને દુખી થતા.

ગુજરાત સમાચારના પહેલા પાને તેમના કુલાંગારનો ફોટો હતો. નીચે લખ્યું હતું. ૧૬ વર્ષની “આન્યા” પર થયેલો બળાત્કાર.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy