મને ઓળખ્યા ? હું તમારો મોબાઇલ !
મને ઓળખ્યા ? હું તમારો મોબાઇલ !
એક દિવસ એક દુકાનમાં એકજ ખાનામાં બે મોબાઈલ વાત કરી રહ્યા હતાં. એકે બીજાને કહ્યું અલા તું અહી કઈ રીતે અવ્યો ? પેલો બીજો મોબાઈલ રોવા માંડ્યો હો ભાઈ તમે જોવો તો જાણે પુર આવશે ! પણ ભાઈ સાહેબ આ મોબાઈલ તો મોબાઈલ જ અંતે તો ! એટલે એક પળમાં રોતરોતા હસવા લાગવું એને બહુ આવડે હો લે કેમ શું ! તમે મોબાઈલમાં જોયું નથી ! મને ખુબજ દુઃખ થયું છે મરણથી કહી પેલા સ્તિકરિયા મૂકે ! પણ એક આંસુ હોય આંખમાં તો ભલેે અને બીજી જ પળે બીજી વ્યક્તિ ને હસતું મોઢું મોકલે હવે એવામાં મોબાઈલ નો વિચારનો કઈ વાંક ખરો ક્યો મને હે ! આ છેને માણસો એ ભાવના ને સાવ સસ્તી કરી નાખી છે હો બાપલીયા !
હા તો વાત જાણે એમ છે કે તો પેલા મોબાઈલ ભાઈ રોવા માંડ્યા બીજો મોબાઈલ તો ડરી ગયો બાપલા પરસેવો થઈ ગયો હો ભાઈ એને તો, કેવા માંડ્યો એ એલા મે તને હું પૂછી લીધું એવડું કે તું અવડો દેખાડો કરે છે હે ? મને માફ કર બસ ! હવે નઈ પૂછું મારા ભાઈ માફ કર કહી ને મોબાઈલ પગે પડી ગયો હો બીજા મોબાઈલ ને તો બીજો મોબાઈલ ગળ ગળો થઈ ગયો હો ભાઈ સાયેબ કહે નાના ભાઈ ઊભો થા કહી જાણે સાસુ વહુની સિરિયલ હો અને કહે વાત જાણે એમ છે મારા સમદુઃખીયા ભાઈ ! હું જન્મ્યો મોટી બધી ફેક્ટરીમાં પછી મને મોટા ખોખામાં નાખ્યો, ગૂંગળાઈ ગયો ભાઈ સાહેબ ગૂંગળાઈ ગયો. પછી તો મને મોટા એનાથી મોટા ખોખામાં મારા હતાં એ ખોખા સહિત મારા જેવા ઘણા બિચારા હતાં એની જોડે પૂરી દીધો બાપ મને તો અંધારું લાગે ભાઈ હો થાય આંધળો થઈ ગયો કે હું ! એ અમારા જેવા કેટલાય બિચારા કમનસીબ ભેગા કર્યા અને મોટા ટ્રકમાં નાખ્યા હો એમને અમે તો થાય એકબીજાને ભેટી ભેટી રોઈએ પણ હું કરીએ કઈ કરી તો શકીએ નહી ! તો એક પછી એક હો બધાના ગામ આવતા ગયા અમે છૂટા પડ્યા ભાઈ હો એક જ જોડે જન્મ્યા તા અમે છૂટા પડી ગયા ભાઈ અમે છૂટા પડી ગયા કહી પોખ મૂકી મૂકી રોવા માંડ્યો બાપ મોબાઈલ બઉ દુઃખી હો પછી ગામ માં બધા વધેલ ભાઈ પણ અલગ અલગ માણસો આવી ને અલગ અલગ નાની નાની દુકાન માં અમને લઈ ગયા બોલો !પણ બાપ ભલે છૂટા પડી ને તો એમ પણ એમને નીરત નો સ્વાસ તો મળ્યો બધા પોતાની પોતાની દુકાને પોચી ગયા ખોખામાંથી તો નીકળશે અમારે વિચારીને હૃદય માં ધરપત આવી હો ભાઈ.
એક ગયો બેદી ગયા યાર ભૂખ લાગે કે નઈ પછી મને હે ! ખોખામાંથી બા'રજ ન કાઢે એમને બોલો ત્યાતો બારથી અવાજ આવ્યો મારા નામ નો અમારે જોઈએ છે આ મોબાઈલ અને મને જીવમાં જીવ અવ્યો હો બાપલા કે ઉધાર થઈ ગયો શેઠ એ કહ્યું તો મને ખોખામાંથી બાર કાઢી એ ગાંડા જેવી છોકરીના હાથમાં આપી દીધો હતી ખુશ હો પણ જાણે એને ધરતી પર સ્વર્ગ મળ્યું હોય બોલો મને ચાર મહિના મસ્ત રાખ્યો બોલ ભાઈ પછી તો છેને હું ગમે ત્યાં પડ્યો હોઉં ગાંડી છોકરી મને ગમે ત્યાં રાખી દે ગંદી જગ્યા એ અરે જામેલા ઠામ પાસે રાખી મૂકે બોલો પોતે ઠામ ઘસે કે હું સોંગ સાંભળી ઘસુ તોજ મને મજા આવે એ એલી તારી મજા માં મને સજા હુકામ કરે છે ! પણ સાંભળે એ બીજી હો ભાઈ.
એ મારા આગળ ખોટું બોલાવે હોય ક્યાંક હો ને લખાવે ક્યાંક મારી પાસે કે પોતે ક્યાંક છે એમ બોલો ! પણ મોબાઈલ ઠર્યો કરુજ કરાવે એ તો ! શું કરી શકીએ ભાઈ આપણી જિંદગી ખોટું કરે એ જોવામાં ગઈ ક્યારેક બેંક માં હોય હો પૈસા મારામાંથી જોવે એના પપ્પા ને કહી દે પાપા મોબાઈલમાં કહે છે કે નથી બેલેન્સ બોલો લ્યો ! હવે તું પૈસા નો છૂપાવો ઈચ્છા કરે તો એમાં હું ક્યાં અવ્યો બોલો અરે બાપ માણસ ખોટું બોલે કઈ એક પળમાં કૈક બોલે બીજી પલે કૈક બોલે બાપ કોઈક ને કૈક કહે ફોનમાં કોક ને કૈક કહે બાપ માણસને ન પોસાય ભાઈ.
બે વરસ થવા આવ્યા એ ગાંડી છોકરી પાસે આવે મને એક દિવસ બોલી પાપા મારે તો પેલોજ મોબાઈલ જોઈએ છે બોલો મને થયું એની પાસે હું તો છું ! એવું થોડું ચાલે એના પપ્પાએ નાં પડી કહે નાં બેટા હમણાં જ લીધો છે મોબાઈલ દીકરા તો એ ખિજાઈ ગઈ બોલો ને બાલ્કનીમાંથી ગુસ્સામાં મને પછાડી દીધો બાપલા મારી નાખ્યો મને મારી નાખ્યો વાત કરી કહે બોલ ભાઈ આવી છે સ્વાર્થી માણસો નો સ્વાર્થ અને માણસો કેટલું ખોટું કરે છે એક કહું ઈશ્વરનો પાડ હો બાપ કે હું મોબાઈલ થયો કહી પેલા મોબાઈલ ભેટી ને રડવા લાગ્યો।
