મજાક
મજાક


એકવાર બીરબલને કેરી ખાતાં જોઈ અકબર બાદશાહને એની મજાક કરવાનું સુઝ્યું. તેથી અકબર રાજા બોલ્યા “બીરબલ તને ખબર છે કેરી તો ગધેડાં પણ ખાતાં નથી.”
બીરબલે હસતામુખે કેરીનો કટકો મોઢામાં નાખતાં કહ્યું “હા મહારાજ, તમારી વાત સાચી છે. જે ગધેડાં હોય છે તે જ કેરી ખાતાં નથી !”
અકબર ત્યારે કશું બોલ્યા નહી પણ આ કિસ્સા પછી અકબર બીરબલની ખીલ્લી ઉડાડવાનું ટાળતા.