મિસાઈલ લોન્ચડ
મિસાઈલ લોન્ચડ


"સર..સર..." બાજુમાં બેઠેલા સાયન્ટીસ્ટ એ થોડો ટહુકો કર્યો પણ ડાયરેક્ટર કંઈક એના સપનામાં જ ખોવાયેલા હતા.
"હન. હા હા.શું?" ડાયરેક્ટર બોલ્યા.
"કંઈક ખોવાયેલા લાગો છો? આગળ આમ કદીય નથી જોયા"
"હા એક વર્ષ પહેલાની વાત યાદ આવી ગઈ" ડાયરેક્ટર બોલ્યા.
"કઈ વાત?" વૈજ્ઞાનિક એ આતુરતાથી પૂછ્યું.
"અરે આ જ ...આપણે જે આજે મિસાઈલ લોન્ચ કરવામાં નિષ્ફળ થયા હતા એ આખી બાબત યાદ આવી ગઈ હતી" ડાયરેક્ટર બોલ્યા..અને ત્યાંજ બાજુમાં બેઠેલા વૈજ્ઞાનિક બોલ્યા "ત્યારે તમારા ઉપર શું પ્રેશર હતું? કઈ રીતે તમે સમજાવ્યા કે પાછું લોન્ચ કરવા પરમિશન મળી."
"એમાં થયું એવું કે તું જાણે જ છે કે આ મિસાઈલ લોન્ચમાં આપણી એક નાનકડી ભૂલ હતી અને આખરે એ જ વિરાટ રૂપે અનન્ય કારણ બન્યું આપણા મિશનને નિષ્ફળ બનાવવામાં."
"હા એ તો જાણીએ જ છે." વૈજ્ઞાનિકે હુંકારો દીધો. અને કહ્યું "પછી", ડાયરેક્ટર સાહેબ એ કહ્યું.
"પછી મારી ઉપર બધી જ બાજુએથી સવાલનો મારો ચાલતો હતો, આખો દેશ એમજ સમજતો કે બધુંજ ખોટું થઈ રહ્યું છે અને એમાં મીડિયા મને તરત ઘેરી વળતી અને પૂછતી "જનતાના કરોડો રૂપિયાનું દેવાળું ફૂંક્યું એમ નથી લાગતું તમને?" ત્યાં જ બીજા પત્રકાર બોલ્યા કે "આમ તમે લોકો જાહેર જનતાના પૈસા કેટલા વેડફી નાખશો?" "નો કમેન્ટ" કહી ને હું મારી લેબ તરફ જવા નીકળ્યો.
3-4 દિવસથી સુતા નહોતા એટલી જ વારમાં રક્ષામંત્રીનો ફોન આવ્યો અને એમને વિગતવાર સમજાવવાની કોશિશ કરી. મને પૂર્ણ વિશ્વાસ હતો કે હું મારા ભારત દેશને મિસાઈલ પાવર આપીને જ રહીશ. મને મારી ટીમ પર વિશ્વાસ હતો એ લોકો જે સાત વર્ષની મહેનતમાં જેમ નિષ્ફળ ગયા હતા એ ફક્ત એક જ ડગલું દૂર હતા.
એ લોકોનું મનોબળ અને દેશની જનતાનો વિશ્વાસ મારે પાછો લાવવાનો હતો. રક્ષામંત્રીને મેં ફરી ગ્રાન્ટ મંજૂર કરવા સમજાવ્
યા અને એમણે મને તરત જ હા પાડી ને પરમિશન આપી.એટલે મેં મારા 700 વૈજ્ઞાનિકો ને તાત્કાલિક એકઠા કર્યા, અને કહ્યું "તમે કેમ આમ ઉદાસ થઈ ગયા? દુનિયામાં દેશનો ડંકો એમ જ ના વાગી જાય, હાર જીત તો નિયમ છે કુદરતનો. તમે મુંઝાઈ ના જાઓ"
અને મેં એક કમિન્ટમેન્ટ આપી દીધી કે આ જ તારીખે આવતે વર્ષે આપણે ફરી મિસાઈલ સક્સેસફુલી લોન્ચ કરીશું એ મારુ વચન છે તમને." આ વાત સાંભળી બધા જ વૈજ્ઞાનિકો ના મનમાં એક આશા જાગી ને કહેવા લાગ્યા કે હા અમે દેશ ને આ પાવર જરૂર આપશું જ."
"વાહ" પેલો વૈજ્ઞાનિક વાતો સાંભળી અચંબામાં આવી ગયો અને લોચિંગનો સમય આવી ગયો ખબરજ ના રહી, ત્યાં જ કાઉન્ટ ડાઉન ચાલુ થયું.
ભયંકર સન્નાટો પરન્તુ દરેકને પોતાના હ્દયના ધબકારનો ઘોંઘાટ લાગતો હતો. દરેકનાં મૂખ પર જુસ્સો તો જબરજસ્ત સાથે એક ડર પણ દેખાતો હતો, દરેકના મનમાં કંઈક કરી બતાવવાની ભાવના તો હતી જ પણ કંઈક રહી ગયું છે એનો કચવાટ પણ હતો.
અને લોન્ચિંગ સ્ટેશન બેઠેલા દરેક અધિકારી, મીડિયાકર્મી અને સંપૂર્ણ ભારત દેશની નજર એ મિસાઈલના લોન્ચિંગ પર હતી.વૈજ્ઞાનિકોની 7 વર્ષની મહેનત અને જનતાના કરોડો રૂપિયાનો હિસાબ આ વૈજ્ઞાનિકો આપવા તૈયાર હતા. દરેકની નજર એ સામે રહેલી મોટી સ્ક્રીન પર હતી. સમય જાણે થમ્ભી ગયો હોય એમ જણાતું હતું. એક મહિલા વૈજ્ઞાનિક પળે પળની અપડેટ અને સ્ટેટ્સ એ માઈકમાં બોલતાં હતા.
અને
ફાઈવ..ફોર....થ્રી...ટુ...વન......
લોન્ચિંગ ધાર્યા કરતા પણ વધુ સારું રહ્યું, સમગ્ર લેબમાં એકબીજા ને ભેટવા લાગ્યા, તાળીઓ પાડવા લાગ્યા
અને મિસાઈલ પાવરમાં ભારત વેઢે ગણાય એ દેશના લિસ્ટમાં આવી ગયું. સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ હતો નામ હતું એ અગ્નિ મિસાઈલ અને આ બધા વચ્ચે ડાયરેક્ટર સાહેબ ચૂપચાપ બેઠા હતા અને આંખમાં આંસુ હતા.
નામ ના પૂછતાં એ મિસાઈલ મેન નું....!