STORYMIRROR

VISHAL TERAIYA

Inspirational

5.0  

VISHAL TERAIYA

Inspirational

ક્દાચ એ પ્રેમ હશે

ક્દાચ એ પ્રેમ હશે

1 min
1.4K


પ્રેમ શું છે? મને નથી ખબર, પણ એટલું જાણું કે જે વ્યક્તિ તમારી આંખ બંધ કરતાંની સાથે જ ઝબકી ઉઠે, જે વ્યક્તિને તમે ફક્ત એક વાર જુઓ અને દિલમાં હાશકારો અનુભવાય, જે વ્યક્તિના એક એક શબ્દ એ અંતરમાં ધબકાર વધારે, શ્વાસે શ્વાસે બસ એ વ્યક્તિ જ અનુભવાય, જેનો હાથ પકડતાની સાથે જ થાય કે દુનિયામાં કોઈ પણ પ્રોબ્લેમ કેમ ના આવે લડી લઈશું, જે વ્યક્તિ સાથેનું એક આલિંગન એ હજારો દુઃખોને પિગાળી નાખે, જે વ્યક્તિની આંખમાં જોતાની સાથે જ આપણે એની લાગણીથી સ્નાન કરી લઈએ એવું લાગે, જે વ્યક્તિનું હાસ્યએ તમારા દિલને ટાઢક પહોંચાડે, જે વ્યક્તિ સાથે તમારા અવારનવાર ઝઘડા થાય એ પણ એકબીજાની ચિંતા કરતા હોય એ વિષય પર, જે વ્યક્તિ સાથે રોજ જીવવાની ઈચ્છા થાય, જે વ્યક્તિ સાથે ના હોય તો પણ એની લાગણી કપરા સમયમાં હિંમત આપે ના કે દુઃખી કરે, જે વ્યક્તિના ખભા પર માથું મુકતા જ બધુજ ભુલાઇ જાય, જે વ્યક્તિ તમને આગળ વધારવા વાતેવાતે કુરબાની આપતી હોય, જે વ્યક્તિ માટે આપણે બધું જ ન્યોછાવર કરીએ તો પણ બધું જ મળી જાય .. તો કદાચ તમને પ્રેમ હશે એવું મારુ માનવું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational