અભિવ્યક્તિની આઝાદી
અભિવ્યક્તિની આઝાદી
અભિવ્યક્તિની આઝાદી.. freedom of speech..
આજ કાલ દરેકના મુખેથી આ શબ્દો ખૂબ જ સાંભળવા મળે છે. કોઈ પણ દેશ એ તેના નાગરિકો, એમની સંસ્કૃતિ અને બોદ્ધિક ક્ષમતાથી ઓળખાય છે.આજકાલ કોઈ પણ હાલતા ચાલતા કહી દે કે મને આઝાદી નથી.
सियासत इस कदर अवाम पे अहसान करती है,
पहले आँखे छीन लेती है फिर चश्में दान करती है.
~અજ્ઞાત
આજ કાલ તો જાણે ચૂંટણીનો માહોલ જેમ જેમ નજીક આવે તેમ તેમ એક બીજા (કોઈ ધર્મના નામે, સમાજ કે સંપ્રદાયના નામે) ને લડાવવામાં આવે છે. જેમાં લોકો વિવેકબુદ્ધિ અથવા તો કોમન સેન્સના અભાવે આ ફાલતુ લોકો પોતાની વોટ-બેન્કની રાજનીતિ નહીં પણ કૂ-નીતિમાં સફળતા મેળવે છે.
રીટાયર્ડ મેજર સુરેન્દ્ર પૂણિયા એ આપેલ એક સંવાદમાં સાંભળેલ એમની વાતો ખુબજ વ્યાજબી હતી એમને જણાવ્યું કે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે દુનિયામાં માણસ હોવાની દ્રષ્ટિએ આપણે હમેશા કોઈ દુ:ખમાં હોય તો તેને મદદ કરવી જોઈએ.અને તમે જો એટલા શક્તિશાળી છો તો તમારે જરૂર એમના ખાવામાં, ઈલાજમાં અને રહેવામાં મદદ કરવી જોઈએ. જેમકે, આપણે જાણીએ છીએ કે રોહિઙ્ગ્યાં લોકો મ્યાંમારની સરહદેથી જ્યારે મ્યાંમારમાં આંતરિક વિખવાદ થયો ત્યારે તેઓ ભારત માં આવ્યા અને એ વાત તો ખરેખર ખુશીની છે કે ભારત સરકારે તેમણે ખુબજ મદદ કરી પરંતુ દુખ એ વાતનું થાય કે જે બર્મા ની સરહદ છે ત્યાંથી તેઓ આસામ કે આજુ-બાજુના રાજ્યમાં આવી શકે છે પણ એ વાત થોડી અજુગતી જ છે કે કઈ રીતે આ રોહિઙ્ગ્યાં 1000km દૂર જમ્મુ અને કશ્મીરમાં આવીને વસી શકે છે.આ રસ્તો પાર કરવા વચ્ચે બિહાર,ઉતરપ્રદેશ,દિલ્લી અને પંજાબ ને ઓળંગીને આ લોકો ત્યાં પહોંચી શકે છે.એ પણ કઈ 10-20 નહીં પરંતુ હજારોની સંખ્યામાં અને કોઈ ને જાણ પણ ના થાય. તો કઈ રીતે અને કોણ આ કરવી રહ્યું છે એ જાણવું આવશ્યક બની જાય છે, અને હા તે કઈ આવીને વસવાટ જ નથી કરતાં પરંતુ તેમની પાસે ચૂંટણીકાર્ડ, આધાર-રાશન કાર્ડ વગેરે પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એને પાણી-વીજળી ના કનેક્શન આપવામાં આવે છે.પરંતુ કઈ રીતે? તો આનો સીધો મતલબ એ જ નીકળે છે કે અમુક લોકો એ વોટ માટે અને તેમના ફાયદા માટે તેમનો ઉપયોગ કરી શકે.
ભાઈ મારા આપણાં ખુદ ના દેશમાં જ ઇમિગ્રટ લોકો છે જેને પોતાની વસવાટની જગ્યાએથી કાઢી મૂકવામાં આવે છે.જેમને 1990 થી કાઢી મૂકવામાં આવ્યા છે એવા કાશ્મીની પંડિતો જે 31 વર્ષ થી પોતાના સ્થળે વસવાટ નથી કરી શકયા ને તમારે આ બહાર થી આવેલા બીજા દેશના લોકોના રહેવાસ માટે લડાઈ કરો છો, આ પાછળ ઘણી મોટી રમત રમાઈ રહી છે. થોડા કશ્મીર ના નેતા ઑ આઇએસઆઇ ના ઈશારે આ લોકોને બર
્મા ની બોર્ડર પરથી છેક કશ્મીર માં વસવાટ આપવી રહ્યા છે એ પણ એક નહીં 40000 થી પણ વધુ અને સમય જતાં આજ લોકો નો ઉપયોગ એ આતંકી પ્રવૃતિમાં કરવામાં આવે છે.
હાલ માં એક મુખ્યમંત્રી(બંગાળના કદાચ) એ કહ્યું કે હું આ દરેક 40 લાખ ઇમિગ્રાંટ ને મારા રાજ્યમાં વસવાટ કરાવીશ, અરે કેમ દીદી???? તમારા રાજ્યના 9 કરોડ લોકો ને સાચવો પહેલા પછી કોઈ બીજા દેશ ના લોકો માટે ભલું કરવા જવું જોઈએ,135 કરોડ લોકો છે જેમને તમે સાચવી શકતા નથી ને તમારે આ બીજા દેશ ના 40 લાખ લોકો ને મદદ કરવી છે, હું ફક્ત એટલુજ કહેવા માંગુ છું કે જેમ આ બીજા દેશ ના વસવાટ માટે આવ્યા છે એમના માટે આટલી બધી હમદર્દી હોય તો થોડું આપણાં દેશ ના કાશ્મીરી પડિત વિષે પણ થોડું ક્યારેક બોલી દો, એમને તો તમે ક્યારેય પણ નથી કહ્યું કે તમે આવો ને અમારા રાજ્યમાં રહો.અને તમને જો એટલો જ પ્રેમ આવતો હોય જેમ કે પ્રશાંત ભુષણ જેવા લોકો કે જે કોર્ટમાં આ રોહિઙ્ગ્યાં માટે કેસ લડી રહ્યા છે તો ભાઈ તમારા ઘરમાં જ રાખી લો અને એમની સેવા કરો દેશને શું કામ વેચવા નિકડ્યા છો, અને એમને ખર્ચો આપો અને એમની જવાબદારી લો કે એમની કોઈ પણ આંતકવાદી પ્રવૃતિ માટે તે જવાબદાર હશેે.
આપણાં માટે એ દેશ સર્વોપરી છે, રાષ્ટ્ર ની સુરક્ષા સર્વોપરી છે.હા હું જાણું છે કે આપણે જરૂર દવા,ખાવાની અને રેહવાની વ્યવસ્થા કરવી જોઈએ અને એમના દેશ સાથે વાત કરી એમને પાછા મોકલવા જોઈએ.જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે બાંગલાદેશ અને અફઘાનીસ્તાન માટે દવા,રાશન અને ડોક્ટર્સ પણ મોકલ્યા છે. પણ એનો અર્થ એ નથી કે તમે આ લોકો ને ઊચકી ને 1000 km દૂર જમ્મુ કે કર્ણાટક માં મોકલી દેસો. એમને રૅશનકાર્ડ આપી દેસો, આપણાં માટે દેશ પેહલા છે.અને એમાં પણ આ કાશ્મીરી પંડિતો ને પેહલા વસવાટ કરવો, ચૂંટણી સમયે તો બધાજ કહેશે કે અમે તમને રેહવા માટે મોકલ્શુ પરંતુ ખાલી વાત જ કરવામાં આવે છે.એમ આ રિટાયર્ડ મેજર ના શબ્દો તદ્દન સત્ય છે.
આ રાજકારણ માટે કાંઈ પણ કરી બેસનારા લોકો નો કોઈ ધર્મ,સંપ્રદાય કે વ્યક્તિ સાથે કઈ પણ લેવાદેવા રહેતા નથી.તેના માટે મત અને સતા એ જ સર્વોપરી છે ને પછી ભલે દેશ વેન્ચવો પડે.તો જરા વિચારો અને કોઈ તમારો ફાયદો ના લઈ જાય એની તકેદારી રાખો.
બાકી આર્ટિકલ 19 એ દેશ ના દરેક નાગરિક માટે સમાન છે. તો ...બસ. વધારે કઈ નહીં એટલું જ કહેવાનું કે જે આર્મી ના જવાન દ્વારા કહેવામાં આવે છે."અમારા માટે દેશ પ્રથમ,પછી અમારા સાથી અને છેલ્લે અમારી જાન".આપણે દેશની સરહદ પર જઈને ઉભાના રહી શકીયે પણ એને પાછળથી ટેકો આપવો જરૂરી બની જાય છે.
જય હિન્દ