VISHAL TERAIYA

Drama

5.0  

VISHAL TERAIYA

Drama

ખુદ ખોવાઈ, ખુદ ને પામો

ખુદ ખોવાઈ, ખુદ ને પામો

3 mins
691


સંધ્યા ટાણું છે હાલ..હું ધીરે ધીરે મારા ડિપ્લોમાના મિત્રો નિકલો, ચકાભાઈ, નયલો, ધવલો અને કપિલ સાથે ટ્રેનની હાલક ડોલકમાં ફાંકા મારતા મારતા ગોવાની રાહે ઊપડ્યા છે ને અચાનક જ એવા ટોપિક પર આવી ગયા જે કોઈ મોટા મોરારીબાપૂ કે કોઈ મોટા સત્સંગી હોય તેમની જેમ જીવનની સાચી મજા આ રઝળપાટ અને મારા પપ્પા કયે એની જેમ “ઘર માં પડ્યો પાણો ય કંઈક કામ આવે પણ આ રખડવાવાળાનું કાંઈ ના થાય”.

મને તો ક્યારેક એમ થાય કે સાલું બધી સારી સારી જગ્યા આ GOD (Goa) ,આપણાં ભોળનાથ (હિમાલય) જેવી કુદરતની અત્યંત બેસ્ટમાં બેસ્ટ જગ્યા એ જ જેઇ ને વસ્યા છે તો આપણો શું વાંક??

ઘણા લોકો ને જોયા, વાંચ્યું અને ઘણી રીતે ખુદ અનુભવેલ વાતો કે આપણે આ ગામની ઉપાદી મૂકી ને શું કામ “Travel” કરવું એ વાત ઉપર થોડા મારા આંતરિક મંતવો મુકું છું, કે મારા માટે કઈ રીતે યાત્રા નું importance છે.

થોડું તમારા માટે જીવો : સમય ખુબ જ ઓછો છે.

રોજે રોજ ની એક ની એક જિંદગી સવાર થી સાંજ સુધી બરતરા કરી ને બીજા દિવસ નો એલાર્મ વાગે એટલે આ જ પાછું Repeat ટેલીકાષ્ટ પર મૂકીએ છીએ.પરંતું વસ્તુ એ જ છે કે એટલી બધું ટેન્શન,ઉપાદી, ભેજામારીથી અંતે શું મળે આ જરીક નિષ્કર્ષ કાઢીએ તો સાલું તમે ખુદ માટે તો જીવતા જ નથી.તો આ જ શોધવા માટે ફરવું જરૂરી છે.

તમને જ ખબર નથી કે તમે શું કરી શકો છો

Travel એ તમારી ખુદ ની ખાસિયત,તમારી સ્કીલ જાણવા માં એવી મદદ કરે કે તમને ખુદ વિશ્વાસ ના થાય.

નિર્ણય શક્તિ વધારશે

Travel કઈ તમને દરેક સારા જ અનુભવ નહિ આપે આ તો તમને પહેલા ફુલ આપશે ને પછી ખેંચી ને એવી ઝાપટ મારે કે કામકમાટી ઉપડી જાય, ને આવી પરિસ્થિતિ માં કુદરત જે શીખવે આ દુનિયા ની કોઈ કોલેજ ના શીખવાડી શકે,

ફક્ત નીકળી જાવ…બાકી નું ભગવાન પર છોડી દો

એક વસ્તુ તમને હજારો લોકોથી સાંભળવા મળશે કે કઈ હતું નહિ એક દમ easy છે…તો કર્યું કેમ નહીં???વસ્તુ આ જ છે …..એક ધક્કો લાગી જાય એટલે બધું સરળ થઈ જાય.

નવી ભાષા,સંસ્કૃતિ અને લોકો ને જાણવા મળે

આ દુનિયામાં અનેક ભાષા છે ને અને સંસ્કૃતિ. અને દરેક ની જીવવાની પદ્ધતિ અલગ હોય છે.આપણા ગુજરાત માં તો “બાર ગામે બોલી બદલાય" પણ જો આ જગ્યાથી દૂર જાય તો કેટલી મોજ આવે. એ ને નવા નવા લોકો, દરેકની નવી રીત એમાંથી નવું જાણી ને આપણાં જેવા engineer ને બહું નવીન idea આવ્યા એવું સાંભળેલ છે.

તમારી ક્રિએટિવિટી માં ધરખમ વધારો કરશે.

ઉપર કહ્યા મુજબ જ જેમ અલગ અલગ ભાષા ને સંસ્કૃતિ ને સમજીશું તેમ તેમ અંદર ગૂંચવાઈ ને સાલું એવું કૈં થઈ જશે કે મજા જ આવી જાય.

બીજા પર વિશ્વાસ કરતા શીખવશે

“શહેરીકરણ” ને કોર્પોરેટ કલ્ચર માં મોઢે જૂઠું ને પાછળથી છરા ભોંકવાની ખરાબ આદત એ ભલા માણસ ને એટલી વાર છેતરી નાખે કે પાછો વિશ્વાસ કરવામાં અત્યંત ચીંગુસાઈ બતાવે..તો જો તમે વધુ પ્રવાસ ખેડો તો તમે એટલી હદે માણસો સારા છે આ અહેસાસ થશે ને અદભુત હોય છે…” Relationship Depends directly propositional to trust

Problem solving સ્કીલ વધશે અને તમે બીજા માટે fire-બ્રિગેડ સમાન બનશો.

“માથે આવે ને તો કુદરત શીખવાડે”…એટલા માં જ સમજી જજો ..વધારે કાંઈ લોડ નથી આપવો

ઘર નું મહત્વ સમજાશે

આ તો સૌથી મહત્વનો ફાયદો છે.”universe નો છેડો ઘર” આ અનુભૂતિ થવાની જ છે..

નવું શીખવા મળે

નો કમેન્ટ…..બધું આ જ છે જિંદગીમાં.

આગળ વધવાની પ્રેરણા બનશે

જો તમે એક mountain ચડો ને ઉપર પહોંચી ને તમે એ સાબિત નથી કરતા કે દુનિયાના લોકો તમને જોવે છે બટ તમે દુનિયા ને આરામ થી નિહાળી શકો છો. ને આ સમય આવે તો મન માં પહેલો વિચાર આ જ આવશે કે હવે તો બીજા mountain નો વારો

વધુ મેહનત ને પૈસા કમાવા ની હિંમત આપે

આ બધી રામાયણ ત્યારે જ થાળે પડશે જયારે ખીસા માં કંઈક હશે…ઠં ઠં ગોપાલ હોવ તો ફાંકા મારવા સિવાય કૈં ના થાય.

બસ આ કોઈ મેં તમને મોટીવેટ કરવા નહીં પરંતુ જે સત્ય છે એ જ જાણવું છું ……બાકી તો તમે ને તમારી તનહાઈ ..કરો મોજ-એ-આરામ.. હસતા રહેજો જલ્સા કરો ક્યારે વિકેટ પડી જશે ને ખબર ય નહીં પડે…

બસ એટલુંજ…!


Rate this content
Log in

Similar gujarati story from Drama