અને આપણો જવાન પાછો આવ્યો...
અને આપણો જવાન પાછો આવ્યો...


"ડેલ્ટા 91 !! ડેલ્ટા 91 !! આર યુ લીસનિંગ ?" મારા એન્જિનના પાછળના ભાગે આગ પકડી લીધી છે. હેલો હેલો...ડેલ્ટા 91 ..."
MIG 27 નો પાયલટએ એન્જિનને રીઈગ્નાઇટ (ફરીથી શરૂ) કરવાની મથામણમાં પડ્યો હતો પણ આમ એન્જિન શરૂ કરવા માટે ૫ થી ૬ કિલોમીટરનો રનવે આવશ્યક હોય છે, પણ આ તો હવામાં અને આસપાસ કારગિલનો હિલ વિસ્તાર હતો, ઊંચી ઊંચી ગગનચુંબી પર્વતની હારમાળા જ દેખાતી હતી. એન્જિનની ઝડપ ધીમે ધીમે ઓછી થવા લાગી અને કોઈ પણ શક્યતા લગતી નહોતી એટલે પાયલેટએ કહ્યું "માન્ડો ઈજેકટિંગ" અને પોતાના પેરાશૂટ ખોલી કૂદી પડ્યા.
એ ફ્લાયટ હાંકનાર જાબાંઝ હતા કેપ્ટન કમ્બાપતિ નચિકેતા, તેઓ ઓપરેશન સફેદ સાગર અંતર્ગત ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે ૨૭ મે ૧૯૯૯ના રોજ આ ઘટના ઘટી હતી.
કારગિલ યુદ્ધ દરમિયાન કાર્યવાહી સમયે નચિકેતા ફ્લાઇટ લેફ્ટનન્ટના હોદ્દા પર હતા. તેઓ ૨૬મી મે ના રોજ બટાલિક વિસ્તારમાં બોમ્બમારો કરનાર ૯મી સ્ક્વોડ્રનના વિમાનચાલકોમાંના એક હતા.તેમણે પ્રથમ હુમલો 80 MM વડે દુશ્મન ઠેકાણાંઓ પર કર્યો હતો અને બીજો હુમલો 30MM ની તોપ વડે. પરંતુ, ત્યારબાદ તેમના વિમાનનું એન્જીન બંધ પડી ગયું હતું અને ઇજેક્શન હેન્ડલ ખેંચ્યું.
પેરાશૂટના આંચકાએ એમને તરત જ બહાર લાવ્યા. અને ફક્ત અમુક સેકન્ડમાં જ વિમાન ટેકરીના કિનારે ક્રેશ થયું, મારી ઉતરાણ વખતે, મેં જોયું કે કેટલાક લોકો લગભગ ૧.૧.૫ કિ.મી.ના અંતરેથી મારી તરફ ચાલી રહ્યા છે. નીચે હું જે જગ્યાએ પાકિસ્તાનમાં ઉતરણ કર્યું એ સ્થળે પાકિસ્તાનના જવાનોએ અંધાધૂંધ ગોળીબાર ચાલુ કર્યો.
પરન્તુ ત્યાંથી છટકી ગયા અને ૩-૪ કલાક સુધીના પ્રયાસ બાદ પાકિસ્તાનની આર્મીના હાથે ઝડપાઇ ગયા.
આમ ૮ દિવસ માટે ૩ જૂન ૯૯ સુધી, તેઓ પાકિસ્તાનમાં PoW તરીકે રહ્યા.
ત્યાં તેમની સાથે ખુબ જ બરબરતાંપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, તેમના અનુસાર, આ અનુભવને શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ હતો અને તેમને લાગ્યું કે તેના કરતાં મૃત્યુ વધુ સહેલું હતું. તેમને પેરાસ્યુટ વડે ઉતરાણ દરમિયાન થયેલ ઈજાને કારણે પીઠનો દુખાવો આજે પણ મોજૂદ છે.
પાકિસ્તાની વાયુસેનાના અધિકારી ગ્રુપ કેપ્ટન કૈસર તુફૈલ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમના દાવા અનુસાર સમગ્ર વાતચીત સભ્યતા પૂર્ણ હતી અને બે અધિકારીઓ વચ્ચેની સામાન્ય વાતચીત પ્રકારની હતી.
આ જંગના માહોલ દરમિયાન પાકિસ્તાન પર ભારત સરકાર અને વિશ્વ બંનેનું પ્રેશર એ ખુબ પાકિસ્તાન પર હતું અને જીનીવા કન્વેક્શન તો ખરું જ.
રાવલપિંડીથી લાહોર લાવવામાં આવ્યા અને એ ઘડી આવી કે અચાનક જ વાઘા બોર્ડરપરનો દરવાજો ખુલ્યો ને આપણો સપૂત નચિકેતાને ભારત ૩ જૂન ૧૯૯૯ના રોજ પરત મોકલાયા.
તેમને પાકિસ્તાનમાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા અને લાહોર-અમૃતસર માર્ગ પર સ્થિત વાઘા ખાતેથી સ્વદેશ મોકલાયા.
ત્યાંના અને આખા દેશના દરેક વ્યક્તિના મનમાં એક હાશકારાની લાગણી અનુભવાય હતી.
બસ. વધારે કઈ નહીં એટલું જ કહેવાનું કે જે આર્મીના જવાન દ્વારા કહેવામાં આવે છે."અમારા માટે દેશ પ્રથમ,પછી અમારા સાથી અને છેલ્લે અમારી જાન".આપણે દેશની સરહદ પર જઈને ઉભાના રહી શકીયે પણ એને પાછળથી ટેકો આપવો જરૂરી બની જાય છે.
સાચું કહીએ તો એમના માટે અને દરેક જવાન માટે કે જેને કારણે આપણે અતિ નિરાંતની ઊંઘ કરીએ છે એમના માટે કોઈ શબ્દ નથી એવા દરેક જવાનને આ ૧૨૫ કરોડની જનતા તરફથી વંદન.
(સ્વીકૃતિ: આ લેખનો અમુક અંશ આઇએએફ જર્નલ ૧૯૯૯ માંથી અને વિકિપેડીયામાંથી લેવામાં આવ્યો છે.)