STORYMIRROR

Bhavna Bhatt

Comedy

3  

Bhavna Bhatt

Comedy

મીઠી નોકઝોક

મીઠી નોકઝોક

1 min
149

અચાનક ગામડે રહેતાં બા ની તબિયત ખરાબ થઈ અને પથારીવશ થઈ ગયાં એટલે ગામડેથી બા,દાદાને લાવવામાં આવ્યા.

પતિ પત્ની એકલા રહેતા હતાં..

હવે ચાર જણાનું કામકાજ થયું એટલે કામવાળી બાઈ રાખી.

પત્ની ચારુ :- તમારાં માતા-પિતાની સગવડ માટે કામવાળી બાઈ રાખી તો એને કેવો પગાર ફટ દઈને આપી દીધો.

અને અત્યાર સુધી હું એકલાં હાથે કામ કરતી હતી તો મને વાપરવા પણ રૂપિયા નહોતાં આપતાં.

પતિ ટીકુ :- અરે એવું કશું નથી...

પત્ની :- તો કેવું છે ? મારી વાત ખોટી છે ?

પતિ :- સારું બોલ તારે કેટલાં રૂપિયા જોઈએ છે ?

પત્ની :- મેં કહ્યું એટલે હવે રૂપિયાની વાત કરો છો ? નથી જોઈતાં રૂપિયા... મોં ફેરવીને 

પતિ :- સારું ચલ તને સોનાની જે વસ્તુ જોઈએ એ અપાવું.

પત્ની :- નથી જોઈતું મારે કંઈ.. જાવ હવે નોકરી..

પતિ :- સારું ચલ તને હાફૂસ કેરીની પેટી લઈ આપું પછી નોકરી જવું..

પત્ની :- ખુશ થઈને.... ચલો .. હું માસ્ક પહેરીને દુપટ્ટો નાંખી લઉં..

આમ એક મીઠી નોકઝોક કેરીની પેટીમાં પતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy