મીઠી નોકઝોક
મીઠી નોકઝોક
મેઘલ : - અલ્યા જંગલી સવાર સવારમાં મારું દફતર ક્યાં સંતાડ્યું છે ?"
જીનલ : - મગલી તારાં સ્કૂલમાં નહીં જવાનાં નાટકો ચાલુ થઈ ગયાં.
મેઘલ : - "ના હો તું ડાહ્યો નાં થા"
જીનલ :- " તારો શુભ ચિંતક છું"
મેઘલ :- " મારો શુભ ચિંતક ?"
જીનલ : "હા મગલી"
મેઘલ : - જંગલી તું તો જંગલમાં રહેવાને જ લાયક છે તારી સાથે લમણાઝીક કરવાનો સમય નથી મારી પાસે !"
જીનલ : - "હા તું તો બહુ જ કામગરી ખબર છે. તું તો પાણીમાં પડી રહે મગલી ..."
મેઘલ : - "ખબર છે તો શું કામ સવાલ કરીને માથું ખાય છે જંગલી એક મુક્કો મારીસ હમણાં જા અહીંથી..."
જીનલ :- "મારી વાત તો સાંભળ મગલી.."
ખરેખર તારું દફતર ખોવાઈ ગયું છે કે તે જ કંઈ કારસ્તાન કર્યા છે...
મેઘલ : - મમ્મી ઓ મમ્મી આ જંગલી ને કહો મારું દફતર આપે..
જીનલ : - અલી મગલી તું તો સાંભળતી જ નથી મને નથી ખબર
હું તારાં જેવો નથી હો... તારાં કારસ્તાન મમ્મી જાણે છે ભણવું ન પડે એનાં નાટક છે તારાં...
મેઘલ : - આવાં દે પપ્પા ને કહું છું કે આ જંગલી ને બે ધોલ મારો મને બહું હેરાન કરે છે...
જા ને તું જંગલમાં મંગલ કર અહીં મને શાંતિથી જીવવા દે...
પપ્પા ઓ પપ્પા આ જંગલી જુઓ મને હેરાન કરે છે.
જીનલ : - આઈ મોટી પપ્પાની ચમચી ચલ ફૂટ...
મેઘલ : - અને તું મોટો મમ્મીનો ચમચો જ છે ચલ હટ અહીંથી...
જીનલ : - ચલ હટ કહેવાવાળી....
આમ સવાર સવારમાં ભાઈ બહેન વચ્ચે મીઠી નોકઝોક શરૂ થઈ ગઈ.
