Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

મહાન પુરૂષની માન્યતા.

મહાન પુરૂષની માન્યતા.

2 mins
223


એક સમે દરબારીઓની સમક્ષ શાહે બીરબલને કહ્યું કે, 'આ મારી પાસે બેઠેલા મારા દુધ ભાઇને એક નાનું રાજ આપવા માગું છું. પરંતુ તે નાના રાજનો નાનો કારભાર ચલાવવા માટે નાના બીરબલની ઘણી જરૂર છે, તેથી એક નહનો બીરબલ શોધી લાવો.' તે સાંભળી બીરબલે કહ્યું કે, 'બહુ સારૂં સરકાર ?' આમ કહી વળતે દિવસે એક બળદને શણગારી રેસમી રસી ગળામાં બાંધી, પોતે તે બળદને દોરી કચેરીમાં આવ્યો, તે જોઇ બાદશાહે અચરત પામી પુછ્યું કે, 'આ શું ? શું તેં મારા દુધભાઇ માટે નાનોભાઈ બીરબલ શોધી કહાડ્યો કે ?' તે સાંભળી બીરબલે કહ્યું કે, જી સરકાર ! હાજર છે, આપના દુધભાઇ માટે મારોજ દુધભાઇ લઇને આવ્યો છું તે જુઓ.' એમ કહીને બળદને બતાવ્યો. ત્યારે શાહે કહ્યું કે, તમારો દુધભાઇ બળદ શી રીતે થાય ?' ત્યારે બીરબલે કહ્યું કે, એમની માનું હું દુધ પીતો હતો તેથી આ મારો દુધ ભાઇ થાય છે ?' ત્યારે બીરબલે આનંદની સાથે જણાવ્યું કે, 'હું પણ આ બળદની માનુંજ દુધ પી મહોટો થયો છું, માટે આ પણ મારો દુધભાઇ કેમ ના કહેવાય !' આ ગુઢારરથવાળો જવાબ સાંભળી શાહ મનમાં આનંદ પામી ચુપ થઈ બેઠો. કારણકે બીરબલે મરમમાં જણાવ્યું કે મોટા લોકોની બરોબરી હલકા લોકોથી કદી પણ કરી શકાયજ નહીં. માટે આપના વિચાર અતી ઉત્તમ છે, તો પણ અધીકારીનેજ અધીકાર યોગ્ય છે, તેમ બીરબલ આપનીજ દરબારમાં શોભે. બીરબલની આવી છુપી યુક્તી જાણી શાહ મનમાં સમજી જઇ બીરબલની ચાતુરીને વખાણવા લાગો.


Rate this content
Log in

Similar gujarati story from Classics