STORYMIRROR

amita shukla

Drama Tragedy Inspirational

3  

amita shukla

Drama Tragedy Inspirational

મેનોપોઝ

મેનોપોઝ

4 mins
211

બંધ મકાનમાં જેમ સંવેદનાઓ ધબકે, નાં કોઈને સંભળાય. રાહ તાકતો ઘરનાની કે આંગતુકની પણ થાય નિરાશા. નેવલેથી પાણી ટપકી વહી જાય, આંસુઓની ધારા પણ નાં રેલાય કોઈનાં પગ સુધી. ભીંતો પણ માથા પછાડીને દે સાદ સાંભળો મારી વાત પણ અણદેખ્યું કરીને પછી વાત કરીને ના દે સાથ.

એવું જ કંઈક સ્ત્રી મેનોપોઝ પિરિયડ દરમ્યાન અનુભવતી હોય છે. સમજનારા દ્વાર ખોલીને પીડા સમજે છે. બંધ દ્વારે સ્ત્રી સદા બંધ મકાનમાં કેદની જેમ તરફડે છે.

તુમકો વો પસંદ વહી બાત કરેંગે......

અનુપ આજે એવું જ કંઈક અનુ ને કહી રહ્યો હતો.

હા, મને ખબર છે તને મેનોપોઝનો પિરિયડ ચાલી રહ્યો છે, હું તારી શરીરની અંદરની ઈમ્બેલેન્સને સમજી શકું છું, તારા મૂડ પણ બદલાતા રહે છે એ તારા હોર્મોન્સને કારણે છે. તને શરીરમાં ગરમીનો અહેસાસ થાય છે આટલી ઠંડીમાં, તું જાણતી હોય ક્યારેક હું ખોટો ગુસ્સો કરી રહી છું તો પણ કાબુ બહાર થઈ જાય છે, તું કંટ્રોલ નથી કરી શકતી. મેનોપોઝમાં આ બધી શક્યતાઓ છે. ડોક્ટરે પણ મને સમજાવ્યું છે તને કેવી રીતે રાખવી, તારા મૂડને મારે કેમ પારખવો. તને હું અનહદ પ્રેમ કરું છું પણ અત્યારે એનાથી પણ વધારે કદાચ કરું છું, મારે તને માનસિક રીતે પણ સ્વસ્થ રાખવાની છે. મેનોપોઝમાં કહેવાય છે કે ડિપ્રેશન જલદી આવી જાય છે તો મારી અનુ જોડે એ પરિસ્થિતિ ક્યારેય ના આવે એટલે હું તારી આસપાસ જ રહું છું, તને ગમે એ મને ગમે.. તારી હા માં મારી હા.. તું છે તો હું છું.. તારા વિના મારી દુનિયા ઉદાસ.

બંને જણા મધુર વાર્તાલાપમાં ખોવાયેલા જ હતા.

ત્યાં જ બહારથી મોટી રાડ સંભળાઈ, મુઈ... ક્યાં મરી ગઈ ? આ બધું કામ તારો બાપ કરશે...?

મમ્મીની આ પ્રકારની વાણી સાંભળી આજે અનુપને ખુબજ ગુસ્સો આવ્યો, મમ્મી અનુ રોજ કામ કરે છે આજે જ્યારે તબિયત સારી નથી, તને પણ ખબર છે તો શા માટે તો એના પાસે કામ કરાવે છે એને સારું લાગશે ત્યારે જાતે કરશે.

તને ખબર છે, અમારા મેરેજ થયા એના બે વર્ષ પછી તને પણ મેનોપોઝ પિરિયડ ચાલતો હતો ત્યારે તારી તબિયત, તારો મૂડ, તારા શરીરમાં થતા ફેરફારો, એ બધું તને ખબર તો છે અને તે બધું જ અનુભવેલું છે તો તું એક સ્ત્રી તરીકે સ્ત્રીની વ્યથા ના જાણી શકે, અનુ આ બધી આ પ્રક્રિયામાંથી અત્યારે પસાર થઈ રહી છે. તારે તેને સપોર્ટ કરવા જોઈએ એના બદલે તું એને કામની બાબતમાં લડે છે. સ્ત્રી, જો સ્ત્રી, ને સમજી ના શકે તો પુરુષ શું કરી શકવાનો હતો. મહેરબાની કરી થોડોક આરામ કરવા દે એ સારું લાગશે તે જાતે જ કામ કરવા માટે આવશે. ત્યાં તો મમ્મીનો મિજાજ એકદમ ફાટયો, હા હા તું વહું ઘેલો છે તને મારી પડી નથી, મારા દિવસો જુદા હતા હવે કોઈને એવું કંઈ થતું નથી. કામમાં મન પરોવી રાખશે તો એને બધું ઓટોમેટીક સારું થઈ જશે, એની સાઈડ લેવાનું બંધ કર. અનુપે કહ્યું ડોક્ટરે બધું સમજાવ્યું છે મને. મેં એનો અનુભવ નથી કર્યો પણ તારા અને અનુનાં અનુભવો પરથી મેનોપોઝમાં સ્ત્રીની સ્થિતિ ક્યારે કેવી હોઈ શકે છે એ હું કલ્પી શકું છું.

પુરુષ જ્યારે પરિસ્થિતિ પામી ને નિવેડો લાવી શકે તો સ્ત્રી ઘણા આઘાતમાંથી ઉગરી જાય છે.

***

બેટા, ચલ ઊઠ, જમી લે, થોડી શક્તિ આવશે, પછી શાંતિથી આરામ કર. અને તને નીંદર પણ આવશે. ના મમ્મી, મને બિલકુલ ભૂખ નથી. તમે જમી લો. અરે તને મૂકીને એમ હું કેવી રીતે જમી લવું.

જો વીણા આ દરેક સ્ત્રીને સતાવતો રોગ છે. કોઈને વધારે હેરાનગતિ થાય તો કોઈને ઓછી થાય. મેનોપોઝમાં મન મક્કમ રાખવું પડે જેથી કરીને ચિંતા ભારી ના બની જાય. શરીર ક્યારેક ફૂલી જાય છે તો શું એ ખોરાકને લીધે થોડું થાય એ તો શરીરની અંત્રસ્તાવી ગ્રંથિઓમાંથી ઝરતાં સ્ત્રાવને લીધે બને છે. એમાં ઉદાસ થવાની પણ કોઈ જરૂરત નથી. મમ્મી તમે મારું કેટલું ધ્યાન રાખો છો એમ કરીને વીણા સાસુમાને વળગી પડી.

વીરુ આવે છે, કહે છે તમે બને એ શું માંડ્યું છે ? એકબીજાના આગ્રહ કરો છો, તને શું થયું છે કે સૂઈ ગઈ છું ! વીણાં ઊભી થા દેખાતું નથી, મમ્મી કામ કરે છે. જમવાનું તો બની પણ ગયું છે, નાટક બંધ કર કશું નથી થયું, કામ નથી કરવું બસ, અરે દીકરા એવું નથી, તું સમજતો નથી ! મમ્મી તને ખબર નથી, હા, આ છે ને નાટકબાજ છે, હું સારી રીતે ઓળખું છું. એને કામ નથી કરવું.

દીકરા તને જેમ માનવું હોય એમ માન પણ હું સ્ત્રી તરીકે સ્ત્રીનું દર્દ સમજી સકું છું, હું પણ આમાંથી પસાર થઈ છું. તારે પણ વીણાને સપોર્ટ કરવાનો હોય. તને કહ્યું હતું ડોક્ટરને તું મળી આવજે. તને સમજાવવા અને વાત કરવા માટેજ બોલાવ્યો હતો. તું વિગતવાર સમજી શકે. હવે જલદી જઈને મળી આવજે. વીણાને હેરાન બિલકુલ ના કરીશ, પ્રેમથી વાતો કરવી હોય તો જ જજે એની પાસે, નહીતો દૂર રહેજે, વીણા તને સમજાવશે મનોપોઝ ની હકીકત ! મેનોપોઝ, બધી વાતો છે શરીરમાં કોઈ ફેરફાર થતા નથી અને મૂડ શું છે તો તારો ચેન્જ થાય ?

સ્ત્રી જો સ્ત્રીની વ્યથા સમજી ને મદદ માટે હાથ લંબાવે તો કદાચ સ્ત્રીનું શોષણ બંધ થઈ જાય. સ્ત્રીજાતિનું કલ્યાણ થઈ જાય. નારીની શક્તિ વધારે ખીલે..

બંધ મકાનની જેમ સ્ત્રીની ચીસો, સ્ત્રીની આઝાદી પણ ખતમ થઈ જાય છે. ધીરે ધીરે કાયા સુષુપ્ત થઈ નિર્જીવ થવા માંડે છે. એક જિંદા લાશ ફરતી હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama