મારો રક્તદાનનો અનુભવ
મારો રક્તદાનનો અનુભવ
પ્રિય અર્જૂન
તું મઝામાં હોઈશ એ મને ખબર છે કેમ કે આપણો સંબંધ જ એવો છે જ્યાં બિમાર થવાની કે રિસાવા મનાવવાની જગ્યા નથી. તેથી હું તને આજે મારા અનુભવ પરથી પત્ર લખું છું.
તા ૧૪ મી જૂનનાં રોજ બ્લડ ડે તરીકે ઉજવવામાં આવે છે. અને મે તારી સાથે દોસ્તી થયાં પછી રક્તદાન કરવાનું વિચાર્યું હતું. તારી સાથે સાથે જ રક્તદાન કેમ્પમાં આવતી હતી અને મને તારી સાથે રહીને જ ઈન્જેકશનની સોયથી બીક લાગતી બંધ થઈ. પણ હા મને રક્તદાન કેમ્પમાં ભાગ લઈને અનેરો આનંદ મળતો હતો.
હવે હું તારી સાથે આવનારા રક્તદાન કેમ્પમાં આવવાની છું. તું મને જણાવી દેજે કે ક્યારે જવાનું છે ?
ઘરે મારા તરફથી તરબૂચ લઈ જજે.
લિ પૂજા પટેલ (ચીકી)
