મારી નજરે.. પ્રેમ,વરસાદ અને સંબંધ.
મારી નજરે.. પ્રેમ,વરસાદ અને સંબંધ.
સૃષ્ટિમાં ઈશ્વરે કોઈ રહસ્યમય અને અમૂલ્ય ભેટ જો સજીવને આપી હોય તોતે પ્રેમ છે.જે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક શોધતો હોય જ છે.જીવનમાં પ્રેમ પ્રત્યેની અનુભૂતિ ના થઈ હોય તો પ્રેમ વિશે સમજવું અઘરું બને.વ્યક્તિના જીવનમાં પ્રેમ ક્યારેક સમય ચૂકી ગયા પછી કાંતો સાથીદાર કે મિત્ર છૂટી ગયા પછીથી જ સમજાતો હોય છે.આ સૃષ્ટિમાં કોઈપણ સજીવ ભલે તે પછી મનુષ્ય હોય કે પશુ પ્રેમ વગર કોઈ પણ પોતાનું અસ્તિત્વ ધરાવી શકતું નથી. પ્રેમ હંમેશા કપટતારહિત હોવો જરૂરી છે કારણ કે પ્રેમ નિ:સ્વાર્થ ભાવથી જ મળી શકે તેમ છે. પ્રેમ કોઈ વ્યક્તિ,માતાપિતા,ભાઈબંધુઓ સાથે તેમજ અન્ય કોઈક સજીવ કે વનસ્પતિ પ્રત્યે અલગઅલગ પ્રકારે હોઈ શકે.
જીવનમાં પ્રેમ થકી જ કોઈપણ અન્ય વ્યક્તિ સાથે સંબંધ બંધાઈ પણ છે અને જડવાતો પણ હોય છે.કોઈપણ સંબંધ પ્રેમ માંગતો હોય જ છે અને દરેક પ્રેમ એ કોઈ એક સંબંધ નું નામ.જો તમે કોઈ વનસ્પતિ કે પશુ પ્રત્યે પ્રેમ દર્શાવો છો તો તમારો સંબંધ એક કુદરતે બનાવેલા જીવ સાથેની મિત્રતાનો છે.તેજ રીતે તમારો પ્રેમ કોઈક વ્યક્તિ સાથે હોય તો તે તમારા જીવનસાથી નો સંબંધ છે.
પ્રેમ અને સંબંધની પરિભાષા દરેક વ્યક્તિ તેમજ અન્ય સજીવો પાસેથી અલગઅલગ જાણવામાં હોય શકે.પણ! પ્રેમ અને સંબંધ બંને વસ્તુ પરસ્પર એક બાજુના બે સિક્કાઓ છે એ કહેવું ખોટું નથી.કારણ કે પ્રેમ કોઈ દિવસ છેતરપિંડીથી થઈ નથી શકતો અને કોઈપણ સંબંધ જુઠ્ઠાપણથી જળવાતો નથી.
વરસાદ વિશે કહીએ તો વરસાદ એ જીવનની એક એવી હૂંફ છે જે દરેક સજીવો તેના આવ્યા પછી એકબીજા સાથે પ્રેમથી આનંદ માણે છે.વરસાદમાં ક્યાંક મોર પ્રેમથી નાચે, પક્ષીઓ ભીંજાય, વનસ્પતિઓ ફરી પોતાનું લીલા પર્ણોથી નવજીવન પામે.ઉપરાંત મનુષ્યમાં સૌ કોઈ આનંદ ઉલ્લાસથી બેસીને ભજીયા, ચા...જેવી વાનગીઓથી વરસાદની મજાઓ માણે.વડીલો બેસીને વાતો તેમજ નાના બાળકો પાણીમાં હોડીઓ મૂકીને, તેમજ યુવાનો વરસાદની ઋતુ ચાલુ થતાજ ધોધને આનંદ માણવા કાર કે મોટરસાયકલ પર નીકળતા હોય છે.
જ્યારે મોટરસાયકલ ઉપર વરસાદી રસ્તાઓનો કે પછી ધોધ પાસે ઊભા રહીને જ્યારે તમે આનંદ માણવા જતી વખતે અચકાઓ,ત્યારે કોઈ પ્રેમથી તમારી અચકાવટને દૂર કરીને તમારો હાથ હવામાં ખુલ્લો કરીદે અથવા કોઈ ધોધ પાસે હાથ આગળ લાવી દેય તે કામ પ્રેમ થકીજ શક્ય થાય છે અને પ્રેમ એ કોઈકને કોઈ સંબંધ સાથે પરસ્પર હોય જ છે.
આથી પ્રેમ, વરસાદ અને સંબંધ એ સામ્યતાઓ સાથે સંકળાયેલ છે.
ધીનલ એસ. ગાંવિત (વલસાડ)

