STORYMIRROR

Dhinal Ganvit

Inspirational

2  

Dhinal Ganvit

Inspirational

માતા પિતા

માતા પિતા

4 mins
368

આપણું આ સૃષ્ટિમાં આગમન જ આપણા માતા પિતાથી થતું હોય છે. આપણા જીવનની સાંકળ આપણા માતા પિતા થી હંમેશા જોડાયેલી હોય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ થોડું અહીં જણાવું તો જ્યારે પિતા એટલે કે નરના XY- ક્રોમોઝોમ અર્થાત્ રંગસૂત્ર તેમજ માતાના XX- ક્રોમોઝોમ(રંગસૂત્ર) પૈકી સંલગ્ન થઈ XY/XX નું નિર્માણ થાય ત્યારે બાળક/બાળકી નો જન્મ થાય છે.

યે તો સચ હૈ કિ ભગવાન હૈ..

હૈ મગર ફિર ભી અંજાન હૈ..

ધરતી પે રૂપ મા- બાપ કા..

ઉસ વિધાતા કી પહચાન હૈ..

_#રવીન્દ્ર રાવલ

એક સર્જન્કાર, એક વિધાતા, એક ભગવાન, એક પિતા, એક પરમાત્મા, એક ગુરુ, એક બ્રહ્મ, સચ્ચિદાનદજી, માલિક, જગન્નાથ, જગદીશ્વર, મહેશ્વર, વિશ્વનાથ વોટેવર તમે જે પણ કહો… જો તમે આ સૃષ્ટિમાં તેમના દર્શન કરવા માંગતા હોય તો તે તમારા માતાપિતા જ શ્રેષ્ઠ ઉદાહરણ છે એ કહેવું ખોટું નથી.

માતા પિતાને આપણા જીવનમાં ભાગ્યવિધાતા કહેવું એ ખોટું નથી. એક માતા પોતાનાં શરીરમાં સામાન્ય રીતે ૯ મહિના બાદ બાળકના સંપૂર્ણ વિકાસ બાદ એક બાળક અથવા બાળકીનો જન્મ થાય છે. તેમજ આપણા આ પૃથ્વી પર આવવાથી લઈને આપણું ભવિષ્ય ઉ્જ્વળ ના બને ત્યાં સુધી એક પિતા પોતાની દરેક ફરજો સંપૃણપણે પરિસ્થિતિ સામે થાક્યા વગર નિભાવતો હોય છે. અને તે દરમિયાન માતા પણ બાળકની સંભાળ, સારા સંસ્કારોનું સિંચન પોતાના બાળકમાં માતા કરતી હોય છે.

ખરા અર્થમાં તો આ ધરતી પરના પરમેશ્વર પછીના ભગવાન તો આપણા માતા-પિતા જ છે. ભગવાને આપેલા જીવનના બે અમૂલ્ય શબ્દો એટલે માતા અને પિતા. જેમના ઉપચારથી જ જીવનમાં આપણી હાસ અને હૂફ અનુભવતા હોઈએ છીએ. આપણને અમૂલ્ય જીવનની ભેટ આપી તો તે એક માત્ર આપણા માતા પિતા. આ સૃષ્ટિના તમામ પરિબળો સામે લડત લડીને આપણા જીવનને પ્રોટેક્શન એટલે કે રક્ષણ આપ્યું એ માતા પિતા. આપણા જીવનમાં દરેક પાસાઓ સ્વીકારી ને આપણો સાથ ક્યારેય ન છોડ્યો એ માતા પિતા. આપણી ભૂલોનો સુધારો કરીને આપણને શ્રેષ્ઠ બનાવનાર એ માતા-પિતા. આપણા જીવનમાં છાયડો એટલે આપણા માતા-પિતા. આપણા જીવનમાં કર્તા હર્તા એટલે માતા પિતા.

જાહેરમાં જે પ્રેમ કરે તે મા, અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા, આંખથી રડે તેમાં અને અંતરથી રડે તે પિતા, લાગણીઓથી નવડાવાતા મા તો માંગણીઓ પૂરી કરનાર પિતા…!! ઘરનું ગૌરવ વધારે તે માતા અને અસ્તિત્વ વધારે તે પિતા. નાના નાના સંકટોમાં માતા યાદ આવે છે, અને મોટા સંકટો આવે ત્યારે યાદ આવે તે પિતા. સંઘર્ષ પિતા પાસેથી શીખો અને સંસ્કાર મા પાસેથી શીખો, બાકી બધું તમને દુનિયા શીખવાડી દેશે. ઈશ્વર તો સુખ અને દુઃખ બંને આપે છે. જ્યારે માતા પિતા તો સુખ અને સુખ જ આપે છે. મરવા માટે ઘણા રસ્તા હોય છે પરંતુ જન્મ લેવા માટે એક જ રસ્તો છે તે માતા પિતા.

આ દુનિયામાં માતા-પિતાને તમે ના ખુશ, નિરાશ અથવા નુકસાન પહોંચાડશો તો તમને તમારા જીવનની કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત નહીં જ થાય એ કહેવું ખોટું નથી. હાશ તો!! જે માતા તમને નવ મહિના પેટે પાડીને તમારા જીવન પ્રત્યેની એક પણ ફરજ નિભાવનું નહીં ભૂલે, તેમજ એક પિતા જે તમારા જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરી તમારું ભવિષ્ય ઉજવળ બનાવવાનું કાર્યમાં પોતાના સંપૂર્ણ જીવનનું યોગદાન આપીને પોતાનો કર્તવ્ય પૂર્ણ કરતા એવા મા બાપને તમે નિરાશ કરશો તો તમારી ધારેલી સફળતા તમને પ્રાપ્ત નહીં થાય. અને આખરે તો આ ધરતી પરના જીવતા જાગતા ભગવાનનું સ્વરૂપ તો માતા-પિતા જ છે. આથી જ પોતાના જીવનમાં હંમેશા માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવનો મંત્ર મૃત્યુ સુધી તમારા સાથે જ રાખવો અને પછી જુઓ તમારા ધારેલી સફળતા આપમેળે તમારી તરફ ચાલતી આવશે. તેથી જ અહીં એ કહેવું ખોટું નથી કે આપણા જીવનમાં કર્તા ધર્તા એટલે આપણા માતા પિતા.

આજીવનમાં માતા જેવી હૂંફ અને બાપ જેવો સુખનો રોટલો કોઈ ખવડાવી નથી શકતું. જ્યાં સુધી માતા પિતાનો સાથ છે દુનિયા તમારામાં હાથમાં છે. જો તમે માતા પિતાને નકારશો તો આ દુનિયા પણ તમને નકારી દેશે. કિંમત એની જ થાય છે જેને માતા પિતાના ચરણોમાં સ્વર્ગનો આનંદ માણ્યો હોય. બાકી દુનિયાદારી તો બે દિવસ પછી કોઈ વખાણશે નહીં. જેને મળે છે એમને ઓછું લાગે છે બાકી જેમને માતા-પિતા મળતા નથી એમને જઈને પૂછો કે જિંદગી જીવી કેવી છે.

નાનકડી એક વાત કહું તો ગણેશજી અને કાર્તિકે સ્વામી વચ્ચે એક દિવસ પુરા બ્રહ્માંડની યાત્રા કોણ પ્રથમ કરશે એ નક્કી કરી સ્પર્ધાનું આયોજન થાય છે. કાર્તિકે સ્વામી બ્રહ્માંડની યાત્રા કરવા માટે પોતાના વાહન મયુર પર સવાર થઈને યાત્રા કરવા માટે નીકળી પડે છે. પરંતુ ગણેશજી પોતાના માતા પિતા ને પગે લાગી તેમની ફરતે ત્રણ પરિક્રમા કરે છે. જ્યારે ગણેશજીને પૂછવામાં આવે છે કે તમે બ્રહ્માંડની યાત્રા કરવા માટે શા માટે નહીં ગયા? ત્યારે ગણેશજી સરસ જવાબ આપતા કહે છે કે પુરુ બ્રહ્માંડ મારા માતા-પિતાના ચરણોમાં જ છે. આથી હું એમને વંદન કરીને તેમની પરિક્રમા કર્યો છું.!?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational