Dhinal Ganvit

Inspirational

3  

Dhinal Ganvit

Inspirational

પરિવર્તન જ પ્રગતિ

પરિવર્તન જ પ્રગતિ

2 mins
149


જીવનનું એક વર્ષ પૂરું થઇ ગયું અને બીજું વર્ષ આવી ગયું. નવું વર્ષ, નવો મુકો, નવી શતરંજ, નવી આશા, નવો આનંદ, નવો ઉલ્લાસ, નવી ખુશી, નવી અપેક્ષા, નવો રંગ, નવો સમય.

જીવનને તમામ મોજ શોખ થી સૌની સાથે ભરવું જોઈએ એવી નવા વર્ષની શુરુઆત સૌની સાથે કરવી જોઇએ. આજના નવા વર્ષે.. નવી સમજણ અને નવા ગુણો કેળવવાનો સંકલ્પ દરેક વ્યક્તિએ કરવો જરૂરી છે.

“પરિવર્તન હી સંસાર કા નિયમ હૈ” જેવું ટાઈટલ તો આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપ સૌએ સાંભળ્યું જ હશે. ખરા અર્થમાં આજે વર્ષનો પ્રારંભિક દિવસ એટલે કે 1st-જાન્યુઆરી અહીં લેવલ અપ ડે કહેવું ખોટું નથી.

વિશ્વના તમામ લોકોએ આજે નવા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ દિવસ આપ સૌનો છે. આજનો દિવસ આપ સૌને એક નવા લેવલ એટલે કે સ્થાન આપી રહ્યું છે. જીવનના આ નવા સ્થાન પર નવી આશાઓ પણ હશે, નવા અરમાનો પણ હશે, નવી ખુશીઓ અને નવો ઉલ્લાસ પણ પાંગરશે.

વેલ કમ ટુ 2023 ! જેવા વોટ્સએપ સ્ટેટસ, ઈસ્ટાગ્રમ સ્ટોરી, ફેસબુક પોસ્ટ અને ટ્વિટ તો આપ સૌએ આજના દિવસે જોયું જ હશે ! 2023 નો પ્રથમ દિવસ પહેલી જાન્યુઆરી એટલે કે ભગવાન આપ સૌને પોત પોતાની પ્રગતિ તરફ આગળ વાળી રહ્યો છે. આ વર્ષ આપણું સૌનું છે.

આજે માત્ર વર્ષે જ નથી બદલાયું કે માત્ર કેલેન્ડર જ નથી બદલાયું ! પરંતુ આજે આપણે જિંદગીનું નવું પ્રકરણ બદલાયું છે. જિંદગીના આ પ્રકરણમાં આપણે સૌએ નવા સુખ, આનંદ,મોકો,દુઃખ,નસીબ બધું જ અહીં જોવાનું છે. નવા કૌશલ્યો, નવા ગુણો, નવી બુદ્ધિ તેમજ નવી પરીક્ષા સૌ અહીં જ આપવાનું છે.

પ્રગતિનો મુખ્ય સિદ્ધાંત પરિવર્તન જ છે. જ્યારે જ્યારે પણ મનુષ્ય પોતાનામાં નવી બુદ્ધિ, નવા કૌશલ્યો, નવા આનંદ તેમજ ઉલ્લાસો પોતાનામાં ભરે છે ત્યારે મનુષ્યમાં પરિવર્તન આવે છે. અને આ જીવનનો સાર જ પરિવર્તન છે.

જો મનુષ્ય પોતાના જીવનનો ભૂતકાળ ભૂલીને આગળ ના વધે તો કદાચ કુદરત આ સંસારમાંથી તેને મુક્તિ આપી દે છે. નવા પરિબળો, નવા પાસાઓ, નવી ચૂનોતીઓ, નવા દુઃખો, નવા પરાક્રમો સૌ મનુષ્યએ અહીં નવા વર્ષમાં જોવાના છે અને પોતાના જીવનનો લેવલ અપ કરવાનું છે.

થોડી હિંમત અને થોડી મહેનત;

થોડું ધૈર્ય અને થોડી અપેક્ષાઓ;

થોડું દુઃખ અને થોડી ખુશીઓ;

થોડી ચુનોતી અને થોડી સફળતાઓ;

થોડા પાસાઓ અને થોડા પરાક્રમો;

થોડી નિરાશાઓ અને થોડી વિજયતાઓ !

બધું જ અહીં જોવાનું છે. જે પણ છે એ મહત્વનું આજે જ છે. જીવન જીવવાનું છે તો આજના વર્તમાનમાં જ જીવવાનું છે અને કંઈક આપણી જાતમાં પરિવર્તન લાવીને આપણે ભવિષ્યમાં પ્રગતિ તરફ આગળ વધવાનું છે. તેમજ પ્રગતિ તરફ આગળ વધીને આપણા સૌ નજીકના વ્યક્તિઓ આપણા માતા-પિતા, ભાઈ બહેનો સૌને ખુશીથી ગર્વ મહેસૂસ કરાવવાનો છે.

ઉપરવાળો માલિક જેને આપણે પરમાત્મા, ઈશ્વર, ખુદા, અલ્લાહ, પિતા વગેરેથી ઓળખીએ છીએ. એ માલિક પણ ઉપરથી બેસીને આપ સૌની પ્રગતિ જોઈ રહ્યો છે. આથી દરેક દિવસ આનંદથી જીવો અને પરિશ્રમ કરીને આગળ વધો. કારણ કે તમે પ્રગતિ કરશો તો તમારા નજીકના વ્યક્તિની સાથે સાથે ઉપરવાળો માલિક પણ તમારી પ્રગતિ જોઈને ખુશ થશે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational