ગુરુપુર્ણિમા
ગુરુપુર્ણિમા
અષાઢ માસની પૂર્ણિમા ના દિને ઉજવાતો પર્વ એટલે ગુરુપૂર્ણિમા. શાસ્ત્રો મુજબ જાણીએ તો ગુ એટલે કે અંધકાર અથવા અજ્ઞાન અને રુ એટલે કે પ્રકાશ. ગુરુ ને ગુરુ એટલા માટે કેહવામાં આવે છે કારણકે અંધકાર માં જેના થકી આપણને જીવનમાં પ્રકાશ મળતો હોય તો તે ગુરુ. ગુરુ પાસેથી મળેલી સમજણ, જ્ઞાન અને સંસ્કારો નો આભાર વ્યક્ત કરવાનો પર્વ એટલે ગુરુપૂર્ણિમા.
જેમ ઝાડ વિના પાન નહિ તેમ ગુરુ વિના જ્ઞાન નહિ એવું વાક્ય તો આપણે સૌ કોઈએ આજના જમાનામાં સંભાળ્યું જ છે. જીવનમાં ગુરુનો સાક્ષાત્કાર એટલે પરમાત્મા સમાન છે એ કેહવુ ખોટું નથી. ગુરુ થકી જ જીવનમાં સાચા માર્ગ પર ચાલવાની સમજણ કેળવાય છે અને જો જીવનમાં ગુરુ ના હોય તો આપણું જીવન વ્યર્થ બની જતા પણ સમય નથી લાગતો.
આ સૃષ્ટિમાં ઈશ્વર નું જીવતું જાગતું ઉદાહરણ જોવું હોય તો તે ગુરુ છે. ગુરુ કોઈ પણ સ્વરૂપે હોય શકે. ભલે તે પછી તમારા માતા-પિતા,ભાઈ-બંધુ કે અન્ય કોઈ આચાર્ય. આપણે આપણી ઈચ્છાનુસાર ગુરુ બનાવવા માટે સ્વતંત્ર છીએ. ગુરુનું સન્માન, આદર તેમજ ગુરુ પ્રત્યે પ્રેમ ભાવ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં કેળવવો જોઈએ કારણકે ગુરુ જ એકમાત્ર એવો રસ્તો છે જે આપણે ઈશ્વર સુધી ના દર્શન કરાવી શકે તેમ છે.
ગુરુ ની શિક્ષા વિના આપણે પેહલાના સમય થી જ જોવા જઈએ તો કોઈ પણ વંચિત નથી. ભલે તે પછી અયોધ્યા નગરીનો રાજા રામ હોય કે કૃષ્ણ અને સુદામા.વિશ્વામિત્ર એ ભગવાન શ્રીરામ ના ગુરુ અને ઋષિ સાંદિપની એ કૃષ્ણ - સુદામા ના ગુરુ.
પ્રખર ગણિશાસ્ત્રી આર્યભટ્ટ દ્વારા બોલાયેલું એક સરસ સુવિચાર ગુરુપૂર્ણિમા મહોત્સવ પ્રસંગે અહી વ્યક્ત કરવું ખોટું નથી. તેઓએ કહ્યું હતું કે,આચાર્ય કભી સામાન્ય નહિ હોતા પ્રલય ઓર નિર્માણ દોનો ઉસકી ગોદ મે ખેલતે હૈ. મહાભારત ના રચયિતા મહર્ષિ વેદવ્યાસ નો જન્મદિવસ પણ આજ દિવસે હોવાથી ગુરુ પૂર્ણિમા ને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
✍️ ધિનલ એસ. ગાંવિત
