STORYMIRROR

Dhinal Ganvit

Inspirational

3  

Dhinal Ganvit

Inspirational

આજનો મનુષ્ય

આજનો મનુષ્ય

2 mins
9

આજના સોશિયલ મીડિયાથી ગ્રસ્ત તેમજ એ.આઈ. ની દુનિયા સુધી પહોંચેલો દર બીજો મનુષ્ય ખૂબ જ ચંચળતા, લોભ, છલ, કપટતા તેમજ લાગણીથી અપરિચિત જેવી વસ્તુઓથી ઘેરાયેલો આપણને આ જગતમાં મળતો હોય જ છે. 


પોતાના મોજ શોખ માટે આજે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક લડતો જોવા મળે છે. કોઈ જીવ કે પશુને જાન હાની કરીને પોતાનું પેટ ભરતો વ્યક્તિ આ જીવનમાં જોવા મળે છે. વૃક્ષો ઉગાડવાને બદલે વૃક્ષોને કાપતો વ્યક્તિ પણ અહીં જ જોવા મળે છે. વ્યક્તિ પોતાનાથી કોઈ અન્ય વ્યક્તિની સફળતા જોઈ શકતો નથી એમ પણ અહીં જોવા મળે જ છે. પોતાના જીવનને છોડીને અન્ય સૌ કોઈના જીવનમાં ઉત્સાહપણુંથી ભાગ ભજવતો દેખાય છે.ઈશ્વરને યાદ કરવાને બદલે પોતાનો મોહ પૂર્ણ કરવા માટે ઈશ્વર પાસે ઈચ્છાઓ ની રજૂઆત કરતો જોવા મળે છે.


કોઈપણ વ્યક્તિ આ જગતમાં પોતાની ઈચ્છાથી નતો જન્મ લેતો હોય છે અને નતો મૃત્યુ પામતો હોય છે. વ્યક્તિ પોતાનો જન્મ લે છે ત્યારે પણ તેને પોતાના પરિવારની પસંદગી કરવાનો અધિકાર હોતો નથી. તેણે ઈશ્વર દ્વારા ચુનેલા માતા-પિતા સાથે જ આ જીવનમાં પ્રવેશ કરવો પડે છે. માતા-પિતાનો સાથ પણ વ્યક્તિના જીવનમાં પરમાત્માની ઈચ્છા મુજબ જ નક્કી થયેલ હોય છે. એટલું જ નહીં વ્યક્તિનું નામ પણ તેના પોતાના દ્વારા નક્કી નથી થયેલ હોતું. વ્યક્તિને બાળપણથી જ કોઈ જાતની ખોડખાપણ કે બીમારીઓ સાથે મોકલવાનો કે ક્ષતિઓ વિના એ પણ એ ઉપરવાળા જગદીશ્વર થકી જ નક્કી થયેલ જ હોય છે. 


જો આ તમામ પાસાઓ ઉપરવાળા માલિક એટલે કે પરમાત્માના હાથમાં છે તો આજના માનવીને આટલી ચંચળતા શેના લીધે? વળી, એવું નથી કે ટેકનોલોજી ક્ષેત્રે આગળ અધવું એ ખોટું છે.પણ! વ્યક્તિ ગમે એટલો આગળ વધે કે પ્રગતિ કરે આખરે તેણે ચાલવું તો ઈશ્વરના માર્ગ પર જ પડે છે. ઈશ્વરની ઈચ્છા સિવાય આ જગતમાં કોઈપણ વનસ્પતિનું પર્ણ પણ હલી શકતું નથી. તો શું આપણો શ્વાસ કોઈ એમને એમ એક છૂટે અને બીજો ભરાતો હોય! આ જગતમાં પરમાત્માથી મોટું કોઈ નથી એ દરેક વ્યક્તિએ યાદ રાખવું અનિવાર્ય છે.


આપણે સૌ કોઈ જીવ મનુષ્ય, પશુ-પંખીઓ, તેમજ તમામ વનસ્પતિઓમાં રહેલ દરેક જીવ એ ઈશ્વરના જ બાળકો છીએ. આપણે આ જગતમાં આવ્યા છીએ તો આ જગતના તમામ સજીવોને અપનાવીને તેમને કોઈ જાનહાની ન થાય એ રીતે જીવન જીવીએ અને ઉપરવાળા માલિકને પણ સાથે સાથે ખુશ કરીએ.


✍️ ધિનલ એસ. ગાંવિત 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational