Dhinal Ganvit

Inspirational Others

3  

Dhinal Ganvit

Inspirational Others

ફ્રેન્ડ

ફ્રેન્ડ

2 mins
365


મિત્ર ! જીવનનો એક એવો રંગ જે જિંદગીમાં અનેક રંગોનો ભાગ ભજવી જાય છે. ભલે તે પછી ખુશીનો માહોલ હોય કે દુઃખનો ! મિત્ર જીવનમાં તમામ પ્રકારના રંગોની રંગોળી પુરવામાં હાજર રે'તો હોય છે. જીવનમાં ક્યારેક સુખમાં આગળ નાં હોય પણ મિત્રનાં દુઃખમાં ઢાળ બની આગળ રે'તો હોય જ છે.

મિત્ર સાથેની દુનિયા દરેક વ્યક્તિના જીવનમાં અનોખો અનુભવ આપતી હોય છે. મિત્રનાં જન્મદિવસની જ વાતો કરીએ તો મિત્રની ખુશી માટે કંઈપણ કરી જવા માટે તત્પર બનતા હોઈએ જ છીએ. 

સંબંધના સૌંદર્યથી ઉપરનું સ્તર એક મિત્રતાનું હોય છે. જેમાં મિત્ર સાથેની ખટપટ, એકબીજા ની સાથેની મસ્તી, મિત્ર સાથેનો અનેરો આનંદ, મિત્રો વગરનું જીવન જેવા અનેક રંગો આપણને મિત્રતાનો મહિમા સમજાવે છે.

આ સૃષ્ટિમાં મિત્રો નામનું ગીફ્ટ ઈશ્વર દરેક વ્યક્તિને આપતો હોય છે. મિત્રો સાથેની ઈશ્વરની આ અનમોલ ભેટ આપણા જીવનમાં ઈશ્વર કોઈ દી પાછું ના લઇ લે તે માટે પુરા પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે મિત્રતા વગરની દુનિયા અહીં પંક્તિમાં વ્યક્ત કરવી ખોટી નથી !

સૂના પડ ગયા આજ કુછ દિલમે ..

મિત્રની મદદ માટે કંઇક પણ કરી જવું. મિત્ર ના દુઃખમાં સામેલ થઈ જવું અને તેના દુઃખમાં સહારો આપવો. મિત્રતાની કસોટી થતી રામુ અને શ્યામુની વાર્તાથી આપણે સૌ અજાણ નથી.

એક નાનકડી વાર્તા મિત્રતા વિષય ઉપર !

ચેતના નામની છોકરીનો ખાસ મિત્ર કેતન હતો. બંને પોતાની જિંદગીમાં એકબીજાને ખાસ મિત્ર તરીકેનું સ્થાન આપ્યું હતું. ચેતના અને કેતન બંને ખૂબ જ વાતો કરતા અને એકબીજાને સારી રીતે સમજતા હતા. દુઃખમાં પણ એકબીજાને લાગણીનો અનુભવ કરાવે તેવો સહારો આપવા તત્પર રહેતાં હતા.

એક દિવસ ચેતનાની માતા બીમાર થઈ હતી. ચેતના ખૂબ જ માનસિક તણાવમાં હતી. તેને ક્યાં જવું ? શું કરવું ? કશું જ સમજ મા નહતું. ચેતનાની ઘરની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી.

ચેતનાના દુઃખમાં આવા સમયે કેતન તેનો ખૂબ સાથ સહકાર આપે છે. કેતન એ ચેતનાના દુઃખમાં આપેલો સહારો ચેતના કોઈ દિ ભૂલી શકે એમ ન હતું. આપ કેતન અહીં પોતાની મિત્રતા નિ:સ્વાર્થ ભાવે નિભાવે છે.

અહીં ટૂંકી વાર્તાનો સાર એજ છે કે જીવનમાં મિત્ર હોવા જરૂરી છે. મિત્રો વગર આપણી જિંદગી અધૂરી છે. આજે આપણે આપણા જીવનમાં ખુશ છીએ તો તેમાં પરિવાર સાથે મિત્રોનો સાથ સહકાર ખૂબ જ અમૂલ્ય હોય છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational