સ્પેસ
સ્પેસ
સ્પેસ શબ્દનો અર્થ "જગ્યા" થાય છે. વ્યવહારિક જીવનમાં મનુષ્યના દરેક વિવધ કાર્યો માટેની જગ્યા અલગ અલગ હોય છે.
એક સુંદર હૈયું પોતાની વાર્તા કહેતા બોલે છે.
એક એવી જગ્યા જેમના વિચારથી જ હૈયું ખુશીથી છલકાઈ જાય છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું સૌંદર્યનું ચાદર ઓઢી લે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું સમુદ્ર બની સૌંદર્યને માન આપે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું પ્રેમી - પંખીડાનું રૂપ લેવા ઈચ્છે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું પંખી બની ઊડવા ઈચ્છે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું રોમાંચથી વધીને એક પગલું હજી આગળ પાંગરી રહ્યું છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું મોર બની નાચી રહ્યું છે અને પોતાની ખૂબસૂરતીને નિહાળી રહ્યું છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું પાંખો ફેલાવી ઊડવા ઈચ્છે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું પોતાના સાથી સાથે પ્રીત કરવા ઈચ્છે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું કાલ્પનિકતામાં ઊંડે જઈ પોતાની પ્રેમકથાનું સ્વરૂપ જોવા ઈચ્છે છે. એક એવી જગ્યા જેના વિચારથી જ હૈયું ખુશીનું રૂપ ધારણ કરી આજે સૌંદર્યમાં નાચવા ઈચ્છે છે.
એક સુંદર હૈયાંની આ જગ્યા એના રહસ્ય, રોમાંચ, સ્વરૂપ અને તેના પ્રેમને અનોખો બનાવે છે. વ્યવહારિક જીવનમાં દરેક મનુષ્યના જીવનમાં એક જગ્યા વસ્તુ અનોખો પ્રભુત્વ આપતી હોય છે. મનુષ્યના વ્યવસાયની જગ્યા અલગ હોય છે અને આરામની જગ્યા અલગ હોય છે. વાર્તાનું તાત્પર્ય જગ્યા વસ્તુનું પ્રભુત્વ અનોખું હોય છે !
