STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

મારા આંગણની મધુ માલતીને પત્ર

મારા આંગણની મધુ માલતીને પત્ર

6 mins
309

પ્રિય મધુ માલતી.

મજામાં હોઈશ હું પણ મજામાં છું. આજે તારી બહુ યાદ આવતી હતી એટલે થયું લાઉ ! તને એક પત્ર લખું.

આમ તો તારો જન્મ મારી એક મિત્ર ના બગીચામાં થયો પણ મને ફૂલ છોડનો બહુ શોખ એટલે એની પાસે થી તને મે માંગી લીધી.

અને તને મે મારા આંગણામાં રોપી અને તું અમારા ઘર નું સદસ્ય બની ગઈ. મે તારો ખૂબ ખ્યાલ રરાખ્યો. તને સમયસર પાણી પીવડાવી ખાતર નાખ્યું અને માલ ઢોર થી તારી રક્ષા કરી .

જેમ એકમાં પોતાના લાડકવાયા ને જમવાનું આપે ત્યારે જે લાગણી થાય એ લાગણી મને પણ તને પાણી પીવરાવતી વખતે થતી હતી.

થોડા દિવસ પછી તારામાં નવી કૂંપળ આવી તો જેમ છ માસ ના સંતાન ને મોઢામાં પહેલો દાંત આવે ને એનીમાં હરખાઈ એમ મને પણ બહુ ખુશી થઈ. 

હું રોજ તને જોઉં કૂંપળ ફૂટે એટલે મારી ઉદાસી ગાયબ થાય.

  આમ તું રાજાની કુંવરીની જેમ દિવસે ન વધે એટલી રાત્રે વધે એમ તું પણ વધવા લાગી. જેમ ચાલતા શીખતા બાળક ને એની માતા બેબી વોકરમાં બેસાડે એમ મે પણ તને મારી રસોડા ની બારી પર વાળો બાંધી તને ઉપર ચડાવી દીધી આમ તો મારે આંગણ બહુ બધા છોડ ગુલાબ. મોગરો. ચંપો. રાત રાણી પણ મને બધામાં તું બહુ પ્રિય કેમ કે માં બાપ ને પણ આજ્ઞાંકિત સંતાનો બહુ ગમે. એમ તું પણ આજ્ઞાંકિત ખરી ને ! કેમ કે ગુલાબ ચંપા ને હું મારી મરજી થી ક્યાંય નહોતી ચડાવતી પણ તું તો રસોડામાં ચડાવું તો ત્યાં ઊગે સવન ના ઝાડ પર ચડાવું તો ત્યાં ઊગે પણ મે તો તને મારી રસોડા ની બારીમાં રાખી કેમ કે જેથી મારા રસોડામાં ડોકાઈ તું મને હાય હેલ્લો કરી શકે.

અને એવું જ થયું જાણે ! તું મને તારા પાન હલાવીને મને પ્રણામ કરતી હોય એવું લાગે રોજ ચા સાથે આપણી વાતો શરૂ થાય અને રાત્રી ના સુઈએ ત્યાં સુધી ચાલે. જ્યારે તારામાં પહેલી વાર ફૂલ આવ્યા ત્યારે મને એવી ખુશી થઈ જાણે ! અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ મળી ગયો હોય એવી.

પછી તો મે તારોમાંડવો બનાવ્યો અને તું તો એવી ખીલી !

મારા આખા ઘર ને તે ફૂલોમાં સમેટી લીધું.

અને બપોરમાં સમયે હું જ્યારે ફ્રી થાવ ત્યારે ખાટલો લઈને તારી નીચે બેસતી. અને કવિતા ઓ લખતી. ઈશ્વર વિશે .પ્રકૃતિ વિશે. માનવી વિશે શાયદ તને પણ મારી કવિતા લખવાની આદત ગમતી હશે. ! એટલે જ ! કદાચ હું નીચે બેસવા આવું ત્યારે તું ફૂલો ની વર્ષા કરતી. તારી આ આદત મને બહુ ગમતી. અને જ્યારે હું તારી સામે સ્માઈલ કરું તો તું શરમાય જતી.

ઘરે કોઈ મહેમાન આવે ત્યારે પણ તેનો ખાટલો હું તારા નીચે રાખતી અને ત્યારે પણ તું મહેમાન ઉપર ફૂલો ની વર્ષા કરી એનું સ્વાગત કરતી .અને મારું માન વધારી દેતી.

તું તો લીમડે ચડી સવન ના ઝાડ પર ચડી અને લોકો ના આકર્ષણ નું કેન્દ્ર બની. અને લોકો વિચારતા કે સંગતની અસર કેવી છે ? તારા હિસાબે આ સવન અને લીમડાનું માન વધી ગયું કેવા ! સુંદર દેખાતા હતા એ !.

તારા ફૂલોમાં પણ કેવી ! ગઝબ ની શક્તિ તું પહેલા સફેદ વસ્ત્રોમાં સજ્જ કોઈ સુંદર બાળકી જેવી લાગે !ત્યાર પછી તું આછા ગુલાબી વસ્ત્રો ધારણ કરે જાણે ! કોઈ પરી ઓ ની રાણી જેવી ખૂબસૂરત દેખાય અને ત્યાર પછી તારો  ઘાટો ગુલાબી કલર થાય એ મને બહુ પસંદ. એ ઘાટા ગુલાબી કલરમાં તું મને કોઈ નવી નવી દુલ્હન જેવી લાગતી. ક્યારેક શરમાળ ક્યારેક નાનકડી સ્માઈલ તો ક્યારેક ઘર કામમાં મદદ કરતી ઠરેલ પુત્ર વધુ જેવી લાગતી. તારો એટલો સુંદર અને મન મોહક ચહેરો જોઈને મને પણ ગર્વ થતો તું મારું આંગન શણગારતી.

તારા એક એક ફૂલો મારા હદયમાં ખુશી નો સંચાર કરતા હું વિચારતી કેહું સૌથી ધનવાન હતી.

મારી પાસે તારી સુગંધ હતી તરો શણગાર હતો. અને રાત ના તો તું એવી મહેકતી મને લાગતું કે ઈશ્વરે સાચે જ ધરતી પર નો ખજાનો મને આપી દિધો છે. તારું આટલું ગર્વિષ્ઠ રૂપ હતું તો પણ તને અભિમાન નહોતું તો પણ તું જેમ ફૂલ આવે એમ નીચે ઝૂકતી. શાયદ માનવ ને એ સંદેશો આપવા માગતી હશે કે તમારી પાસે કઈ ગર્વ લેવા જેવી હોય તો નમ્ર બનો.

બસ તારી આ વાત મને બહુ ગમી મને તારા ઉપર ખૂબ જ  માન ઉપજ્યું.

પછી જ્યારે ભાઈ ના લગ્ન થવાના હતા એટલે મંડપ બાંધવાનો હતો પણ મે તારી એક ડાળ ને પણ કાપવા ના દીધી. પણ મંડપમાં તારો સમાવેશ કરી દિધો. તું પણ જાણે ! ઘરની સદસ્યની જેમ ખુશ રહેવા અને ખીલવા લાગી.

મે પણ તારા ઉપર લાઈટ નો શણગાર કર્યો. તું એવી ખૂબસૂરત લાગતી હતી જાણે ! કોઈ મેકઅપ કરેલી સુંદર દુલ્હન અને તારી આ સુંદરતાના વખાણ સાંભળવા તને બહુ ગમતા હશે એટલે જ આવનાર દરેક મહેમાનનું સ્વાગત તે ફૂલોથી કર્યું. આવનાર દરેક મહેમાન તારી પ્રશંસા કરતા તારા ગુણગાન ગાતા, સવારના તો ઝાકળની સાથે તું ખૂબ સુંદર દેખાતી અને આમેય આ હવા તો તારી પાકી મિત્ર જેવી તારી સુંગંધના ચારેકોર વખાણ કરતી ફરે.

આમ તે મારા લગ્નમંડપને તારી જાત ખરચી ને પણ દીપાવી દીધો. જાણે ! તું તો મારા કાળજા નો કટકો બની ગઈ.

પણ દિવસો ગયા મારી પણ સગાઈ થઈ ત્યારે હું ઉદાસ હતી ત્યારે બે ચાર ફૂલો મારા પર ખેરી ને તે મને પૂછ્યું કેમ ઉદાસ છો ?મને પણ તને છોડી જવાનું દુઃખ હતું. હું સાસરે જઈશ મને રોજ તું જોવા નહિ મળે તારા મિત્રો જેવા કે પતંગિયા બુલબુલ ચકલી પોપટ આ બધા નો ટહુકો પણ મને નહિ મળે એ વસ્તુ નું દુઃખ હતું.

 પછી તો મારે આ ઘર છોડવાનો પણ સમય થઈ ગયો. વિદાય વખતે હું બહુ રોઈ.

તારા એટલા બધા ફૂલો મારા પર ખર્યા મને લાગ્યું કે તું પણ રડે છે મારા જેમ..

 અને તારી સંભાળ નું કામ મે મારી ભત્રીજી ને સોંપ્યું કે તું મારી મધુ માલતી નો ખ્યાલ  રાખ જે. સમય સમય પર પાણી પીવડાવવા માટે કહ્યું.

અને  મે વિદાય લીધી તું શૂન્ય મનસ્ક બની ગઈ. તું જાણે ! અચેતન થઈ ગઈ હોય એમ સ્થિર થઈ ગઈ.

 શાયદ તું મારા પિતા ની જેમ હતી એને મારી વિદાય નું દુઃખ બહુ હતું. પણ રડી શક્ય નહિ. તને પણ ગળે ડૂમો બાઝ્યો એવો મને અહેસાસ થયો. મે વિદાય લીધી.

મારા શ્વસુર ગૃહે પ્રયાણ કર્યું મને તારી અને આ બધા ફૂલો અને પંખીઓની બહુ યાદ આવતી પણ અહી એવું કઈ નહોતું બસ માણસોના ઘોંઘાટ જ હતા હું રોજ ભત્રીજી ને તારા વિશે પૂછતી.

હું આવું ત્યારે તું એવી ખુશ થતી જાણે ! વર્ષો થી વિખૂટું પડેલ કોઈ સ્વજન ગળે મળે એમ મળતી.

મને પણ એક વિચાર આવ્યો મારા ઘરના મારા કપડાં હું સાથે લાવી એમ આ મધુ માલતી આ ચંપા આ ચમેલી આ ગુલાબ આ લીમડો  અને બધા પંખી ઓ ને પણ સાથે લાવી શકતા હોત તો?.

તો ક્યારેય ઉદાસી મારી પાસે આવવાની હિંમત જ ના કરત કેમ કે તમે તો મારા ઢાલ જેવા મિત્રો ઉદાસી ને રસ્તામાં થી જ વિદાય કરી દો.

બસ બીજું તો શું કહું? બસ મારા પિતા ના આંગણ ને મહેકવતી રહેજે અને સદા એને છાયો આપતી રહેજે.

અને મારા પિતા જો ઉદાસ હોય તો એના ચહેરા પર મુસ્કાન લાવવાનું કામ તને સોપુ છું કેમ કે તું મારી વફાદાર મિત્ર છે અને તું બહુ ફૂલડાં વેરતી નહિ તને ખબર છે કે? મારી માતા હવે વૃધ્ધ થઈ ગઈ છે તો એ વાળી નહિ શકે.

અને ક્યારેક તને સમયસર પાણી ના મળે તો રિસાઈ ને સૂકાઈ ના જતી.

મારા વ્હાલા ભત્રીજા તારા નીચે સંતા કૂકડી રમે તો એને વ્હાલ કર જે આ ચકલી મેના પોપટ ને તું સારો આવકાર આપ જે જેથી મારા ઘર નું આંગણું કિલ્લોલ કરતું રહે બસ બીજું તો કઈ તને કહેવાનું નથી પણ મારી ખોટ પુરાવાની તું કોશિશ કર જે.

લી તારી પ્યારી

અને પ્રેમાળ સખી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy