માનવ વિચાર
માનવ વિચાર
"દરેક વ્યક્તિના મનના બે પાસાં હોય છે એક સારું એટલે કે પોઝિટિવ માઈન્ડ અને બીજું ખરાબ એટલે કે નેગેટિવ માઈન્ડ. હંમેશા કોઈ કામ કરતા પહેલા વિચારો અને તેનું મનન કરો; સહેજ પણ ખોટું લાગે તો એ કામ ન કરો. એક પોઝિટિવ વિચાર તમને ઝીરોમાંથી હીરો બનાવી દે છે જયારે એક નેગેટિવ વિચાર અને કામ તમને હીરોમાંથી ઝીરો બનાવી દે છે સમજી ગયા બધા ? " શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સમજાવી રહ્યાં હતાં.
રિસેસનો બેલ વાગતાં બધા વિદ્યાર્થીઓ ક્લાસરૂમ બહાર જવા લાગ્યાં. આખરે બહાર નીકળતી મોહિનીને સાહેબે બોલાવી અને પાસે ઊભી રાખી અને બધા બહાર જાય તેની રાહ જોવા લાગ્યાં.
અમુક વિદ્યાર્થી છોકરાઓ ક્લાસરૂમથી થોડા દૂર ઊભા રહી એકબીજાના કાનમાં કંઈક ખુસફૂસ કરવા લાગ્યાં.
