માનવ છું કે રોબોટ
માનવ છું કે રોબોટ
સવાર ના છ વાગ્યાથી કામ કરીને, દસ વાગે ઓફિસ જતી માનસી આઠ વાગે ઘરે આવતા, સાસુ પૂછે છે, રસોઈમાં શું બનાવીશ ? કાલનું ઘરના સામાનનું લીસ્ટ તૈયાર થઈ ગયું ? આવતીકાલે મહેમાન આવવાના છે એની તૈયારી થઈ ગઈ ? બધાનાં કપડાં ઈસ્ત્રી થઈ ગયા ? આવતીકાલે મહેમાન સાથે બહાર જવાનું છે મારે, તો મારી બેગ તૈયાર કરી રાખજે. બધું કામ પતાવતા રાતનો એક વાગ્યો. સાસુ બોલ્યા "પાંચ વાગે ઊઠી જાજો બેટા, રસોઈ બનાવીને જાજો, હું ગરમ કરી નાખીશ. માનસી મનમાં બબડી હું માનવ છું કે રોબોટ ?
