Margi Patel

Comedy Drama

2  

Margi Patel

Comedy Drama

માલગુડી - એક અભણ માણસની અંગ્રેજી

માલગુડી - એક અભણ માણસની અંગ્રેજી

3 mins
188


સીતાપુર ગામમાં એક અભણ રામભાઈ રહેતાં હતાં. અને તેમની પત્ની પણ અભણ. પણ રામભાઈ ને અંગ્રેજી બોલવાનો શોખ જાગી ગયો. અને જયારે મોકો મળે એટલે અંગ્રેજી બોલવામાં પાછળ ના રહે.

એક દિવસ રામભાઈના ઘરે મહેમાન આવ્યા. મહેમાન બીજા કોઈ નહીં પણ તેમની દીકરીના સાસરાવાળા હતાં. રામભાઈ ને અહીંયા પણ અંગ્રેજી બોલવામાં પાછળ ના રહ્યાં. રામભાઈ અને તેમના વેવાઈ કિશન લાલ ની વાતચીત કંઈક આ રીતે શરૂ થઈ.

કિશનલાલ : કેમ છો રામ ભાઈ?

રામ ભાઈ : હું અલ્વેસ હેપ્પી એમ

કિશનલાલ : શું કહો છો રામભાઈ? કંઈ સમજ ના પડી.

રામભાઈ : અરે હું બરાબર છું.

રામભાઈના પત્ની મીનાબા બોલ્યા, " અરે કિશનલાલ માફ કરજો. ખબર નહીં ક્યાંથી અંગ્રેજી નું ભૂત ઝાલ્યું છે. તો મૂકતા જ નથી. " રામભાઈ મીનાબા ને તરત જ ગુસ્સેથી બોલ્યા, " ગો ઈન રસોડામાં. તને કંઈ ઈન્ડરસેન્ટ ના થાય. ગવાર. " આવું કહીને રામભાઈ એ મીનાબા ને રસોડામાં મોકલી દીધા.

રામભાઈ : તો કિશનલાલ, વાય કમિંગ અહીંયા? વૉટ ટુ તમે સ્નેક?

કિશનલાલ : અરે સ્નેક એટલે સાપ થાય.

રામભાઈ : અરે કિશનલાલ તમને કંઈક અન્ડરસ્ટેન્ડ ના થાય. કમ વિથ મી શીખવા અંગ્રેજી.

કિશનલાલ : અરે હું તો પ્રોફેસર છું. તમે મારા જોડે આવો તો હું તમને શીખવું. એકદમ પરફેક્ટ.

રામભાઈ : યુ ડોન્ટ સમજી માય વે અંગ્રેજી. યોર નોટ સ્ટોરેજ ઇનફ માઈન્ડ.

કિશનલાલ : અરે રામભાઈ તમે શું બોલો છો તમને કંઈ ભાન છે.

રામભાઈ : યા યા યા. આઈ હેવ બધું જ એન્દ્રસ્ટેન્ડિંગ તમે સેસ મી બટ યોર માઈન્ડ બ્લેક અભી.

કિશનલાલ : હું તો અહીંયા તમને ખુશખબર આપવા માટે આવ્યો છું. પણ તમારા અંગ્રેજી એ મારૂ માથું પકવી દીધું. તમે પહેલા શીખો પછી બોલો.

રામભાઈ : અરે કિશનલાલ સીટીંગ ડાઉન ઇન ખાટલા. એન્ડ બર્કિંગ ગુડ ન્યુઝ

કિશનલાલ : બાર્કિંગ નો અર્થ ભસવું થાય.

રામભાઈ : અરે કિશનલાલ યુ ડોન્ટ નો. આઈ એમ ઓલવેઝ સહી. એન્ડ યુ આર ખોટા.

કિશનલાલ ગુસ્સેથી ઉભા થઈ જાય છે. અને ગુસ્સામાં મનમાં બોલે છે, " બે દાણાની અક્ક્લ નથી. અને ચાલ્યા છે ઈંગલિશ શીખવા. પહેલા ગુજરાતી તો બરોબર બોલતા નથી અને નવો ચસ્કો ચાલ્યો છે ઈંગલિશ નો. શું બોલવું શું નહીં એ તો ખબર જ નથી પડતી. અને બસ કુતરા ની જેમ ભસ ભસ કરે છે. અને મને કહે છે.

કિશનલાલ : રામભાઈ શું બોલો છો તમે?

રામભાઈ : બર્કિંગ કિશનલાલ, વાય શુડ અહીં એવોડી. કંઈ ન્યુઝ ઓફ ગુડ છે.


કિશનલાલ : ન્યુઝ ઓફ ગુડ નહીં. ગુડ ન્યુઝ.

રામભાઈ : અગેન યુ આર ખોટા. અંદરગ્રાઉન્ડ અંગ્રેજી

કિશનલાલ : અંદરગ્રાઉન્ડ નહીં અંદરસ્ટેન્ડ આવે રામલાલ.

રામભાઈ : અગેઇન યુ આર ખોટા.

કિશનલાલ : રામભાઈ.

રામભાઈ : અરે મીના ટેકન સ્નેક ઓફ રસોડા ઇન થ્રો અંડર ટેબલ

કિશનલાલ : અરે મીના બેન કંઈ નથી લાવવું. તમે જરાં બહાર આવો તો હું તમને ખુશખબર આપું. પછી હું અહીંથી જાઉં જલ્દી.

રામભાઈ : વાય કિશનલાલ હંગરી ગો

કિશનલાલ : હા મને ઉતાવળ છે. મીના બહેન આવ્યા તમે..

મીના : હા આવું હું કિશનલાલ. બોલો

રામભાઈ : હંગરી હંગરી બર્કિંગ

કિશનલાલ : હું બોલુ છું પણ હવે રામભાઈ તમે કંઈ ના બોલતા મહેરબાની કરીને.

મીના : અરે તમે જરાં બંધ રહો ને..

હા!! બોલો કિશનલાલ શું ખુશખબર છે.

કિશનલાલ : મીના બહેન, રામભાઈ તમારી દીકરીના લગ્નના 10 વર્ષ પછી હવે સારા દિવસો જાય છે. તમારી દીકરીના ઘરે પારણું બંધાય છે.

મીના બેન ખુશીથી પાગલ થઈ ગયાં. કિશનલાલ ને પણ બધાઈ આપી અને રામ ભાઈને પણ. ખુશીમાં ને ખુશીમાં રામભાઈ એવું બોલ્યા કે કિશનલાલ પોતાનો ગુસ્સો ગળીને ત્યાંથી કંઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયાં.

રામલાલ : ઘણાં વર્ષો પછી આ ખુશખબર મળી છે. માય દીકરી ડિલિવર યોર ખુશી.યુ આર નથિંગ, શોભનાબેન ડિલિવરીગ એન્ડ પુટ બ્યુટીફૂલ બેબી ઇન ધ હાથ ઓફ માય દીકરી. ખુબ ખુબ થેન્ક યુ.


Rate this content
Log in

Similar gujarati story from Comedy