Pooja Patel

Abstract Fantasy

4  

Pooja Patel

Abstract Fantasy

માહિષ્મતી

માહિષ્મતી

2 mins
351


     માહિષ્મતી સામ્રાજ્યમાં બાહુબલી ને મરાવી દીધો હતો શિવગામી એ ભલાલદેવનાં મોહ માટે. પરંતુ જ્યારે તેને સચ્ચાઈની જાણ થઈ ત્યારે તેણે દેવસેનાની માફી માંગી. પણ અમરેન્દ્ર બાહુબલીના પુત્ર મહેન્દ્ર બાહુબલિ ને પણ ભલાલદેવ મરાવી દેવા માગતો હતો. શિવગામી એ કટપ્પાની મદદથી મહેલથી સહી સલામત બહાર નીકળી અને મહેન્દ્ર બાહુબલી ને બચાવ્યો. બાહુબલિ મોટો થયો અને તેણે ભલાલદેવ સાથે પોતાનાં પપ્પાનાં કતલનો બદલો લીધો. 

    તેની પછી દેવસેના એ શિવગામીની જગ્યા લીધી અને તેણે અવંતિકા ને મહેન્દ્ર બાહુબલીની સાથે લગ્ન કરાવીને તેણે શિક્ષણમંત્રી બનાવી. હવે માહિષ્મતીમાં બધું જ મહેન્દ્ર બાહુબલીના રાજ શાશન ચાલતું હતું. તેણે હવે બધું જ સહરવાનું ચાલું કર્યું. તેણે સૌપ્રથમ તેણે કટપ્પા ને યુદ્ધ માટે નાનાં બાળકોને ભાલા તલવાર બાજીની શિક્ષા આપવાનું ચાલું કર્યું. અને પોતાની સાથે તેણે તેના મિત્ર ને પણ તલવાર બાજી માટે શિક્ષા આપવા માટે બોલાવ્યાં હતાં.

    બીજી બાજુ દેવસેના એ ભલાલદેવ નાં રાજ માં લૂટેલા સોનાનાં આભૂષણો અને ઘરેણાં લોકોને પાછાં આપ્યાં અને માફી પણ માંગી. બીજી બાજુ અવંતિકા એ રાજગુરુને વિનંતી કરી કે તેમનાં સહાયકો અને શિષ્યો બધાં જ સામ્રાજ્યનાં બાળકોને શિક્ષા આપે. સાથે સાથે અવંતિકા અને દેવસેના એ માહિષ્મતી સામ્રાજ્ય અને બીજાં નજીકના બાળકો પણ આવી શકે. તેનું નામ શિવગામી વિદ્યાપીઠ રાખ્યું. લોકો નાલંદા વિદ્યાપીઠ પછી શિવગામી વિદ્યાપીઠમાં આવતાં થયાં.

    પછીનાં વર્ષોમાં કોઈ જ બાળક શિક્ષા વંચિત ન રહે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું. અને પછી, માહિષ્મતી આસપાસનાં બધાં જ રાજ્યોમાં સર્વશ્રેષ્ઠ બન્યું. મહેલમાં પણ દેવસેના અને અવંતિકા ને ખૂબ જ સારું બનતું હતું. તે બંને સાસુવહુની જેમ નહી પણ સહેલીઓની જેમ રહેતાં હતાં. મહેન્દ્ર બાહુબલી પણ અવંતિકા, દેવસેના અને તેની સાંગા સાથે ખૂબ ખુશ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract