Aarti Mendpara

Action Others

2  

Aarti Mendpara

Action Others

મા વગરની દીકરી

મા વગરની દીકરી

3 mins
70


એક દીકરી હતી. દીકરી નું નામ ધૂની હતી. તેની માતાનું નામ ધૂળી હતું. તેના પિતા ખેડૂત હતા. તે દરોજ સવારે ખેતર જાય ને ખેતરનું કામ કરતા અને મમ્મી ઘરનું કામ કરતી અને ઘરે કામ ના હોઈ એટલે તે તેના પતિ ને ખેતર કામમાં મદદ કરવા પણ જતી.. અને ધૂની દરોજ સવારે સ્કૂલે જતી અને મન લગાવીને અભ્યાસ કરતી.. ધૂળીનું સપનું હતું કે તે મોટી થાય ને એક ટીચર બને અને ધૂનીને તેની માતા નું સપનું પૂરું કરવાનું હતું.ધૂની ધીરે-ધીરે મોટી થવા લાગી અને આગળ તેને વિચાર્યું પણ નોતું એવું થવાનું હતું એક દિવસ એવો પણ આવવાનો હતો કે જિયારે તેની માતા તેને મૂકીને ચાલી જવાની હતી. ધીરે-ધીરે ધૂની પચમું ધોરણ માં આવી ગઈ. ધૂની જયારે ઘરે આવે ત્યારે તેની માતા હંમેશા ઘરના દરવાજા પાસે તેની વાટ જોતી.ને કે'તી મારી દીકરી થાકી ગઈ હશે તારો થેલો હું લય લવ અને એમ કય ને માં ખભેથી થેલો લય લેતી.

રૂપિયા આપી ને કેતી તારે જે ખાવુ હોઈ એ લય આવ અને ધૂની દુકાને જાય ને ખાવાનું લય આવે અને તેની માં પાસે બેસીને નિશાળે શું શું કર્યું તેની વાતો કરે અને તેની માં ને પણ દીકરીની વાતો સાભળવાની મજા આવે... એક દિવસ તેની માતા બીમાર પડી જાય છે અને તેની દીકરી ને કહે છે કે દીકરી હું મારી જાવ તો તારું ને તારા પપ્પા નું ધ્યાન રાખજે અને તે બીમારીમાં તન દિવસમાં તે અવસાન પામે છે.તેના અવસાન પામ્યા પછી તેના કુટુંબના સભ્ય તેને થોડા દિવસ સાથે રાખે છે ને પછી જવાનુ કહે છે.. ધૂની ને તેના પપ્પા એકલા પડી જાય છે. ધૂની અને તેના પપ્પા ને બને ને રસોઈ બનાવતા આવડતી હતી. ધૂની દશ વર્ષની હોવા છતાં ઘરનું કામ કરતી અને પછી સ્કૂલે જતી અને કુટુંબમાં પ્રસંગ હોઈ ત્યાં જતી એટલે તેને લોકો કેહતા કે માં વગર ની દીકરી ભાગીને વય જશે આમ કરશે તેમ કરશે તેવી તેની વાતો કરતા . ધીરે-ધીરે તેના પિતા ના મગજ ઉપર પણ અસર થઈ ગઈ. અને તે પાગલ જેવા થઈ ગીયા. અને લોકોને તો કામ જ વાતો કરવાનું હોઈ બધા તેની વાતો કરતા પણ ધૂની તેની વાતો ને સાંભળતી નય ને કેતી મારાં પિતા ને તો હું મારી સાથેજ રાખીશ.અને ધૂની પિતાનું ધિયાન પણ રાખતી ને નિશાળ પણ જતી.તેને તેની માતાનું સપનું પણ પૂરું કરીયુ ને તેના પિતાને તે લગ્ન કરીને તેની સાથે રેવા લય ગઈ.દુનિયાનું કામ છે વાતું કરવું જો એનામાં ધ્યાન આપશો ને તો કયારેય આગળ નય જાય શકો પણ ધૂની જેવા બનીને દુનિયાને બતાવો કે અમે પણ અમારું કામ જાતે કરીશું કોઈ ઉપર ભરોસો ના કરવો કોણ કયારે દગો કરે એની કોઈ ને ખબર નથી હોતી. ધૂની ની મમ્મી ના હોવા છતાં તેને તેના પિતાને પિતાની આબરૂ ને સંભાળીને આગળ ચાલતી થાય ને એક દિવસ તેને તેને મમ્મી નું સપનું પણ પૂરું કરીયુ ને દુનિયાને પણ બતાવીયુ કે માં વગરની દીકરી નબળી નથી હોતી. દીકરી ને બેટા કહી ને બોલાવી શકાય છે, પણ દીકરા ને બેટી નથી કહેવાતું .. દીકરી ઈચ્છે તો તે બધું કરી શકે છે, "દીકરો ગીત છે તો દીકરી સંગીત છે" જેટલું દીકરો માં બાપ ને નથી સાચવતો ને એનાથી વધારે દીકરી માં બાપ ને સાચાવે છે, આ વાર્તામાં જોઉં કે દીકરી તેના પિતાની સેવા કરે છે અને તેને સાચાવે છે તો આપણે પણ આપણા માં બાપ ની સેવા કરીને સાચવશું.


Rate this content
Log in

Similar gujarati story from Action