મા તું આવીશ ને...?
મા તું આવીશ ને...?


દર્દ કથા
મા...તું આવીશ ને...!!!!??
...અને ૬ વર્ષીય બાળક રેહાન રડતો રડતો શાળામાંથી બહાર નીકળ્યો..રડી રડી ને એની આંખો સૂઝી ગઇ હતી.
સ્કૂલના ગેટ ની સામે જ ઝમકું ડોશી મળી..એ રોજ રેહાનને બોર ખવડાવતી પણ પૈસા નહોતી લેતી..એણે એને પાસે બોલાવી પૂછ્યું," કેમ રડે છે બેટા..? માસ્તરે માર્યું તને ? ચાલ હું વાલી તરીકે મળવા આવું છું...પણ એણે તો વાત સાંભળી જ નહીં ને દોટ મૂકી..દોડતો દોડતો પહોંચી ગયો કબ્રસ્તાનમાં એની મા ની કબર પાસે જઈ ને છૂટું દફતર ફેંક્યું ને રડતાં રડતાં ફરિયાદ કરી.." મા, ચાલ મારી સાથે સ્કૂલમાં..માસ્તર કહે છે કે તારી મા ને હોમવર્ક કરાવતા નથી આવડતું..? આવું સાવ ખોટું હોમ વર્ક કરાવવાનું..!
કાલે મા ને લઈ ને આવજે જો નહિ લાવશે ને તો સ્કૂલમાં દાખલ નહિ થવા દઈશ..મા તું આવશે ને કાલે ? આવશે ને ?..મારે ખૂબ ભણવું છે..મા તું આવજે..આવીશ ને..? "અને એ પોક મૂકી ને રડવા લાગ્યો....અને આંસુ ના ભાર તળે એનું શિક્ષણ દબાયું.