લવ યુ જિંદગી
લવ યુ જિંદગી
જિંદગી લવ યુ.
કહેવાય છે સમય સાથે ઘણા જખમ ભરાય જાય છે પણ એનું દર્દ તો જિંદગીભર રહે છે.
જે પળ પળ તમને અંદરથી મારે છે. ભૂલવુંં તો ઘણું હોય પણ ક્યાં ભૂલી શકાય. એ બધું જ્યાં લાગણીનાં સંબંધ હોય સાથે વિશ્વાસ હોય અને પળમાં બધું વિખાય જાય એ સપનાઓ. એ લાગણી. પ્રેમ બધું ત્યારે દુનિયાની ભીડ વચ્ચે પણ તમે એકલા છો. અને એ ભીડમાં તમારું કોઈ નથી એ અહેસાસ કરાવી જાય.
ત્યારે તમેજ તમારી પર હસતા હોવ ને મન કહી રહ્યું હોય તમને પ્રસ્ન તારી આવી હાલત કેમ ?
અને આંખોને કહો બસ કર હવે આમ તેમ જોવાનું અહીં નથી કોઈ તારું નાં કોઈ લાગણી ને સમજનારું માટે વ્યર્થ ફાંફા માર માં.
ભીડ તો જરૂર છે તારી આસપાસ પણ એ તારા હાલ પર હસવા માટેની. કોઈતો જોઈએ ને હસવા માટે ચલો કોઈ ખુશ થયા એ ઘણું છે.
એક કામ તો સારું કર્યું તો પોતે હસવાનું ભૂલી ગયો ને તારો હાલ પર હસવા આપી દીધું આ ભીડ ને.
એ પણ સાંભળીયુ હતું બધું છૂટી જાય પણ લાગણી નાં સંબંધ ક્યારે તૂટતાં નથી.
પણ ભૂલી ગયો હતો હા કળયુગ છે જે વિચારો એનાં થી વિરુદ્ધ જ હોય છે. અહીં લાગણીનો કોઈ મોલ નથી.
આ જીવન પણ
અજીબ છે આપડા વાતાવરણ જેવુંં ક્યારે કયો રંગ બતાવી દે કહેવાય નહિ. અને તેં મારી સાથે જે કર્યું છે એતો હું ભવોભવ યાદ રાખીશ કારણ એક હુંજ હોઈશ જેને રોજ રોજ જખ્મ નવા મળતા ગયા અને તૂટી ગયો આ બાહોશ રહેનાર વ્યક્તી.
તારી પાસે કોઈ અપેક્ષા નથી તું ચાહે એમ કર તારી સામે ક્યાં જોર મારું છે.
જિંદગી સાંભળ કરવુંં હોય એ કર.
નથી કોઈ આસ તારી પાસે હવે.
ધોળા દિવસે તારા બતાવી દીધા મને.
તો હવે આનાથી વધારે શું આશા રાખું.
કદમ તો મિલાવી શક્યો નહિ.
તારી ખુદગરજીમાં ને રહ્યો ઊભો હું.
મારી બદનસીબીમાં.
તને સમજવું અઘરું છે મારે.
ક્યાં તું સમજવા મોકો આપે છે.
જેટલું સમજુ એટલો ઉલજુ છું
જાળ જ કઈ એવી ફેંકી છે.
છૂટવુંં છે પણ છૂટી નાં શકાય.
સાંભળી લે મારી પણ એકવાત નીડર બની જીવ્યો છું,
અને નીડર રહી ને જઈશ.
કર કોશિશ લાખ તું મારી સાથે.
આ જિંદગીની રમતમાં.
બાજી બધી તું જીતીશ.
ખુમારી થી હું હારીશ.
તારી જીત પણ ફીકી લાગશે મારી હાર સામે.
એવી મુસ્કાન હસે એ ઘડી ખુમારી સાથે.