ansh khimatvi

Fantasy Romance

4.0  

ansh khimatvi

Fantasy Romance

લાસ્ટ મેસેજ

લાસ્ટ મેસેજ

2 mins
1.0K


આજ કેમ મને સાવ અજુગતું લાગે છે ? રોજની જેમ જ સંધ્યા તો સોળે કળાએ ખીલી છે, જો પેલા પંખીઓનું ટોળું કેવું સંપીને સુખ- દુઃખની વાતો કરતું માળા ભણી જાય છે, અને હા ,આજે તો સાંજ અનેરા લ્હેકામાં છે. પવન પણ સરર કરતો મધુર ગીત ગાતો હતો. ઝાલરનો સમય થઇ ગયો હતો. તારલાઓ અને તારલી ઓ પ્રેમની વાતોમાં ગળાડૂબ હતા.પણ કેમ જાણે મારુ મન વિચારોના ચકડોળે ચડી રહ્યું હતું.....

મેં મારા મનને રાજી કરવા નેહાના વિચારોમાં ડૂબકી લગાવાનું વિચાર્યું... આહા ! શુ તારી આંખો હતી અને હા તારી આંખોમાં ભરેલું એ કાજળ જોઈ હું સાચેજ મારું ભાન ભૂલી જતો, અને તને એકી ટશે જોઈ રહેતો. ઘણી વાર આપણે એકલા મળ્યા છીએ.

એકવાર તને યાદ છે તે જ્યારે પહેલો પહેલો તારો કોમળ હાથ મારા હાથમાં આપેલો એ દિવસે તો મારા હદયમાં ખળભળાટ મચી ગયેલો. ધબકારા વધી ગયેલા. પણ સાથે સાથે તારો હાથ મારા હાથમાં જોઈ મારા તન મનમાં અનેરો આનંદ પણ છવાઈ ગયેલો હતો. કઈક ખળભળાટ થયો અને હું પાછો વિચારોમાંથી બહાર આવ્યો. જરાક હસ્યો, ચ્હેરાપર ભાવ બદલાઈ ગયેલા સ્પષ્ટ નજરે પડતા હતા. મેં વિચાર કર્યો કે નેહાને વાત કર્યા ને કેટલા મહિનાઓ વીતી ગયા છે!

એ ક્યાં હશે ? કેવી હશે ? એ મને યાદ કરતી હશે કે નહીં વગેરે વગેરે.. . પણ મને વિશ્વાસ હતો કે એ એક દિવસ તો જરૂર મને કોલ કરશે કારણ કે એ મને ખૂબ જ ચાહતી હતી. એ ફક્ત ચાહતી જ ન હતી પણ સુખ દુઃખ માં પણ સાથ આપતી હતી. સાચું કહું તો એ મને નિ:સ્વાર્થ ભાવે પ્રેમ કરતી હતી. એ મારામાં ડૂબી ગઈ હતી. એ મને કહ્યા કરતી કે અંશ હું તારા વગર રહી નહિ શકું આ દુનિયામાં..... હાથ પર ટપ ટપ કરતા આંસુઓ પડ્યા જોયું તો મારી આંખો ભીની ભીની થઇ ગઇ હતી. હું એના વિચારોમાં ગળાડૂબ હતો...

અચાનક મારા મોબાઈલની મેસેજ ટોન વાગી. મને એમ કે કમ્પનીનો મેસેજ હશે પણ થોડું ધ્યાન પૂર્વક નજર કરી તો એ મેસેજ નેહાનો હતો. અને મારા ધબકારા વધવાના શરૂ થયા. મેં મેસેજ ઓપન કર્યો તો એમાં લખેલું હતું એ જોઈ હું સ્તબ્ધ થઈ ગયો ! હું શ્વાસ લેવાનું ભૂલી ગયો આખી ધરતી ગોળ ગોળ ફરવા લાગી મારી આંખો સામે અંધારા આવવા લાગ્યા એમાં સ્પષ્ટ પણે લખ્યું હતું . અંશ , "માફ કરજે મને. હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ મારી મજબૂરી છે, પ્લીઝ મને માફ કરજે. સોરી... આ મારી લાઇફનો લાસ્ટ મેસેજ છે હવે હું તને ક્યારે મળી પણ નહીં શકું કે વાત પણ ......."


Rate this content
Log in

Similar gujarati story from Fantasy