Kajal Chauhan

Drama Romance Tragedy

3  

Kajal Chauhan

Drama Romance Tragedy

લાઈફલૅન્ડ

લાઈફલૅન્ડ

12 mins
403



[ આ પૃથ્વી પર આપણે પણ કોઈક ખાસ કારણસર પ્રવાસે આવ્યા છીએ અને બસ એ જ કારણની શોધમાં ભટક્યા કરીએ છીએ. ક્યારેક એકલા તો ક્યારેક કોઈકનો સાથ. પણ જીવનની સફર ચાલતી રહે છે. ઘણાને એ કારણ મળે છે તો કોઈને નથી પણ મળતું. કોઈકના જીવનનો પ્રવાસ રોમાંચક હોય છે તો ઘણાનો કંટાળાજનક, ઘણાના જીવનમાં ના ધારેલી હોનારતો પણ બને છે, પણ જીવનનો પ્રવાસ જો એકધારો ચાલ્યો રહે તો એની મજા શું? કંઈક નવતર પ્રયોગો પણ થવા જોઈએ કે જે જીવનને સમજવાની વધુ નજીક લઇ જાય. પ્રવાસ એવો બને કે હંમેશા યાદ આવે. જિંદગીને વધુ અનુભવી ત્યારે જ શકીયે જ્યારે જીવનની ગતિ એક નદીની માફક વહેતી રહે. રસ્તો ખબર નથી પણ આખરે મળવાનું તો સાગરમાં જ છે એવી જ રીતે જીવન છે તો મૃત્યુ પણ છે પણ ત્યાં સુધીનું જીવન કેવું જીવવું એ તો આપણા હાથમાં છેને. જીવનથી લઈને મૃત્યુ સુધી ખેડાતો આપણો પ્રવાસ. જોઈએ આવા જ એક સફરની વાત.] 


ધોધમાર આભ ફાટીને વરસતો વરસાદ જાણે મનુષ્યની સ્વાર્થવૃતિથી કોપાયમાન થઇ રહ્યો હોય એમ એકધારો સાંબેલાધાર વરસી રહ્યો હતો. સિંહ જેવી ગર્જનાથી આભ ડોલાવતા ઘનઘોર વાદળાંઓની સેના જાણે આક્રમણ કરવા આવી હોય એમ તૂટી પડી હતી. મોટા અવાજ સાથે ચમકતી વીજળી જાણે કે હદય પણ ધબકવાનું બંધ થઇ જાય એવા મોટા અવાજ સાથે ચિચયારીઓ કરીને આખરી અંત જણાવી રહી હતી અને શિલોંગના દરિયામાં જાણે કે દરિયાઈ અશ્વોનું ઘોડાપુર આવ્યું હતું. મોટા રાક્ષસી કદના દસ ફૂટ ઉંચા ઉછળતા મોજાઓ આજે કુદરતની આ હોનારતથી માનવજગતને ભરડામાં લેવા થનગની રહ્યા હતા. આ ભયાનક ચક્રવાતમાં હાલક- ડોલક થતી બોટ બસ હવે ક્ષણમાં જ મૃત્યુનો કોળિયો બનવાની હતી અને તેની સાથે આકાશ અને તારિકાના ક્ષણ ભર બચેલા જીવન સામે કુદરત જાણે કે અટ્ટહાસ્ય કરી હતી.


શરૂ થતા પહેલા જ આકાશ અને તારિકાના સંબંધ પર કુદરતે પૂર્ણવિરામ મૂકી દીધું હતું. 


***************************


ગુંજનબેન જોબ પરથી આવીને 'તારિકા' નામના બંગલામાં પ્રવેશ્યા. અંદર જઈને તેમણે લાઈટ ચાલુ કરી પણ આ શું?


''હેપ્પી બર્થ ડે ટુ યું, હેપ્પી બર્થ ડે ટુ યું માય લવલી માસી. હેપ્પી બર્થ ડે ટુ યું.'' સામેનું દ્રશ્ય જોઈ ગુંજનબેન ચોંકી ગયા.


''ઓહ... આ શું તારિકા..''


''તમારા માટે સરપ્રાઈઝ...તમને કોઈએ સવારથી વિશ નથી કર્યું એની પાછળ અમારો જ હાથ હતો. ''


''મને એમ કે બધા ભૂલી ગયા હશે."

"એમ કઈ રીતે અમે તમને ભૂલી જઇએ અને આ તમારી ગિફ્ટ.'' એમ કહીને તારિકાએ તેમના હાથમાં ડાયમંડનો એક સેટ મુક્યો.


''તારિકા આવો ખર્ચ કરવાની શું જરૂર છે? જાણું છું તારા બાપા કરોડોની મિલ્કત મૂકી ગયા છે.'' ગુંજનબેને ચિડાઈને કહ્યું.


''માસા... માસીને સમજાવોને કેવું બોલે છે ? ''


''અરે, પ્રેમથી લાવી છે લઇ લે.'' માસાએ કહ્યું.

''તમે પણ છોકરીને ચડાવો છો?''


''તો મારી દીકરી ને ના ચડાવું તો શું બીજાની દીકરીને ચડાવું. ''


''બસ હો. બેય એક જેવા. ચાલો રસોઈ બનાવી નાખું.''


''ના.. હો..આપણે બહાર જમવા જવાનું છે...''


''તારી તબિયત એમ પણ સારી નથી. મહિનાથી ઉધરસ થઇ છે એ મટી જાય પછી જ. ''


''જ્યાં સુધી સુધી હું છું ત્યાં સુધી કોઈના પણ જન્મદિવસે ઘરે રસોઈ નહીં બને.''


''અમે નહીં હોઈએ પછી ....''


''તમારી પહેલા હું જઈશ માસી..''


''બિલકુલ ચૂપ હો. તારિકા આવું અશુભ સારા દિવસે કેમ બોલે છે. ''


''નહીં બોલું બસ માસી, પણ આજે બહાર જમીશું.''


''તું પાછી માનીશ તો નહીં.''


સાંજે જમીને આવ્યા બાદ તારિકાને ફરીથી ઉધરસ ચાલુ થઇ ગઈ.


'' મેં ના પાડી હતી કે બહાર નથી જવું પણ બેન માને તો ને..ચાલ આપણે ડોકટર પાસે જતા આવીયે. ખબર નહીં કેવી દવા આપે છે, આજે તો વાત છે એની, આટલું ભણ્યો છે, પણ એક ઉધરસ પણ નથી મટાડી શકતો.''


''માસી, હું કાલે હું જઈ આવીશ ત્યાં. તમારે પણ કાલે જોબ પર જવાનું છે ને.''

''સારું ભૂલ્યા વિના જઈ આવજે કાલે.''


''ઓકે. માસી.''

રાતે સૂતી વખતે ગુંજનબેનને થયું લાવ તારિકાને જોઈ આવું સુઈ તો ગઈ છેને.


સુઈ રહેલી તારિકાના માથે હાથ ફેરવતા તેઓ વિચારી રહ્યા કે કદાચ તેમની સગી દીકરી હોત તો પણ તેમને આટલો પ્રેમ ના કરતી હોત જેટલો તારિકા કરે છે. તારિકાના માતા - પિતા એક અકસ્માતમાં કરોડોની મિલકત મૂકીને જતા રહ્યા હતા. ત્યારથી તારીકા તેમની સાથે રહેતી હતી. તેમણે પણ માં બનીને તારિકાને પ્રેમ આપ્યો હતો.


બે દિવસ પછી ગુંજનબેનને સ્કૂલમાં પ્રોગામ હતો એટલે તેમણે એક સાડી પહેરવી હતી પણ મળતી નહોતી ત્યાં તેમને યાદ આવ્યું કે એ તો તારિકાને આપી હતી. તેઓ તારિકાના રૂમમાં ગયા અને વોર્ડરોબ ખોલ્યો અને સાડી લીધી અને અચાનક તેમની નજર સાડીઓની નીચે મૂકેલી એક ફાઈલ પર ગઈ.


આ ફાઈલ શેની છે? પણ જયારે તેમણે ફાઈલ વાંચી ત્યારે તેમના આંખે જાણે કે અંધારા આવી ગયા. જાણે કે અંદર ઠંડો શેરડો પડ્યો. તારિકાએ મને કહ્યું પણ નહીં, આટલી મોટી વાત છુપાવી. પણ શા માટે?


સાંજે તારિકા આવી. ત્યારે ગુંજનબેનનો ચહેરો કંઈક અલગ જ હતો.

''તારિકા અહીં આવ તો..''


''હા બોલોને માસી શું થયું?'' ગુંજનબેનએ એક ફાઈલ સામે ધરી ને પૂછ્યું, '' આ શું છે?''


તેની સામે ધરાયેલી ફાઈલ જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ''તારિકા કહી દે કે આ ખોટું છે'' ગુંજનબેન એ રડમસ ચહેરે કહ્યું.



એ સાથે જ તારિકા માસીને ભેટીને રડવા લાગી. ''મને માફ કરી દો. મારા માબાપની જેમ મારા નસીબમાં પણ કોઈનો પ્રેમ નથી પામવાનું નથી લખાયું.''

''તારિકા હું તને ક્યારેય માફ નહીં કરું. આવું તું કઈ રીતે કરી શકે.''



''માસી કુદરતની સામે આપણે લાચાર છીએ. જાણવા છતાં આપણે કશું જ નથી કરતા.''


''હજી તો તે દુનિયા પણ નથી જોઈ ત્યાં તું...આપણે સારામાં સારા ડોકટર પાસે તારો ઈલાજ કરાવીશું.''


''માસી કોઈ જ ફાયદો નથી. ડોકટરની પાછળ પાછળ સમય મારો જતો રહેશે. હું મારો બચેલો સમય કોઈ દવાખાનાની ચાર દીવાલો વચ્ચે વિતાવવા નથી માંગતી. હું કુદરતની બાહોમાં અંતિમ શ્વાસ લેવા માંગુ છું, બચેલા સમયની હવે દુનિયા ફરીને જીવવું માંગુ છું, બંધ કેદમાં નહીં એટલે જ હું લાઈફલૅન્ડ જવા માંગુ છું.''


''આ લાઈફલૅન્ડ શું છે?''


''શિલોંગ ટાપુથી બસો કિલોમીટર દૂર આવેલો છે આ લાઈફલૅન્ડ, જ્યાં જીવનના અંતિમ શ્વાસ લઇ રહેલા લોકો એકઠા થાય છે અને સાથે મળીને મુર્ત્યુને જીવે છે અને આવકારે છે. હું તમને કેટલાય દિવસથી કઈ રીતે જણાવું એ જ વિચારમાં હતી પણ ઈશ્વરે જાણી જોઈને તમને જાણ કરી દીધી છે. મને રજા આપો માસી કે હું જઈ શકું. '' 


"હું તને નહિ રોકુ તારિકા."


તારિકાએ લાઈફલૅન્ડ જવા માટેની તૈયારીઓ આરંભી દીધી.


માસીએ કહ્યું, ''તું તો જાણે પાછી જ ના આવાની હોય એમ તૈયારી કરીને જાય છે.'' ગુંજનબેને રડતા રડતા કહ્યું.


"માસી હું તમારી સાથે જ છું. ક્યારેય એવું ન સમજતા કે હું નથી."


હવાઈમાર્ગે તો ડોક્ટરએ મુસાફરી કરવાની ના પાડી હતી. એટલે રેલવેની ટિકિટ કરાવી હતી. જ્યાં રેલવેથી પહોંચતા પાંચ દિવસ લાગી જવાના હતા. પણ હવે તો તારિકાને કઈ કામ જ ક્યાં હતું સિવાય મૃત્યુની રાહ જોવી.


કેટલાય દિવસથી તેણે આસુંઓને ખાળી રાખ્યા હતા. પણ એકલા પડતા જ તેનો બંધ તૂટી ગયો. આખરે તે પણ હજી ચોવીસ વર્ષની છોકરી હતી, તેના પણ યુવાનીના રંગબેરંગી સપના હતા અને જિંદગી જોઈ સુધ્ધાં માણી પણ નહોતી એવા સમયમાં તેણે આ જીવનમાંથી જ વિદાય લેવાનો સમય આવી ગયો. પણ તેણે નક્કી કર્યું હતું કે તે બધાની સામે મજબૂત નહીં રહે તો બીજા કેવી રીતે હિમ્મત રાખશે. તેણે જ હિંમત આપવાની હતી.


આખરે પાંચ દિવસની મુસાફરી પછી શિલોંગ પહોંચી. પણ હજી દરિયાકિનારે સુધી પહોંચવા માટે બીજું વાહન કરવું પડે તેમ હતું. તેણે ત્યાંનું વાહન કરીને દરિયાકિનારે પહોંચી. ત્યાંથી લાઇફલૅન્ડ સુધી બૉટમાં બેસીને જવાનું હતું. દરિયાઈ માર્ગે લગભગ છ કે સાત કલાક થવાના હતા. બૉટમાં બેઠી બેઠી તારિકા વિચારી રહી હતી મારો સ્થળ પર આવવાનો વારો ન આવ્યો હોત જો મારી પાસે જીવન હોત.


ત્યાં દુરથી તેણે એક ટાપુ જોયો. નજીક આવતા કુદરતી લાકડાં પર કોતરણી કરીને બનાવેલું લાઇફલૅન્ડ નામનું બોર્ડ જોયું. ખરેખર આંખ પણ દંગ થઇ જાય એવું અદભુત સ્થળ હતું. ચારે બાજુ મોટા મોટા વૃક્ષો, ક્યાંક ક્યાંક જામી ગયેલો બરફ, અને ચારે બાજુ સ્વર્ગને પણ ભુલાવી દે એવો નજારો. તે અંદર પ્રવેશી મુખ્ય દરવાજા આગળ થોડી ભીડ હતી અને એ ત્યાં નજીક પહોંચી એ સાથે જ તેના પર ખબર નહિ ક્યાંથી નિતનવા ફૂલોનો વરસાદ જાણે કે એટલા વિસ્તારમાં ફૂલોનું મેદાન પથરાઈ ગયું હોય. અને ત્યાંના લોકોએ તેમની ભાષામાં કંઈક વેલકમ ગીતથી તેમને આવકાર્યા.


ત્યાં એક બહેન આગળ આવ્યા . તેમણે કહ્યું, ''હું જેસિકા છું. તમારી સાથે વાત થઇ હતી એ અને આ મારા પતિ જૉસેફ. અમે આ સંસ્થાના સ્થાપક છીએ. આજથી અમે બધા તારા જ સભ્યો છીએ. કેવું લાગ્યું સ્વાગત?''


''બોલે તો ઝક્કાસ...''તારિકાએ તેમનું અભિવાદન કરતા કહ્યું.


ત્યાંના લોકો પણ તારિકાને જોઈને નવાઈ પામ્યા કે આટલી નાની ઉંમરની સુંદર છોકરી કે જેનું મૃત્યુના સંકજામાં છે એવું લાગે જ નહીં. હજી આખી જિંદગી જોવાની બાકી છે. જ્યારે વ્યક્તિને ખબર પડે કે તેની પાસે ઓછો સમય છે ત્યારે જીવવું અઘરું થઈ જાય છે. તમે ઈચ્છવા છતાં આ સત્યને પચાવી પણ નથી શકતા કે નથી કોઈ સામે કહી પણ નથી શકતા. બસ તરફડ્યા માર્યા કરો છે અને કોઈ તમને બચાવી નથી શકતું. બસ મારે જીવનને જીવીને મૃત્યુને હંફાવી દેતા અને તેને સ્વીકારતા શીખવાનું છે.


ત્યાં જેસિકાએ કહ્યું. '' એક અગત્યની જાહેરાત. તમે જાણો છો તે રીતે લોકો અહીં બે મહિનાનો સમય આ લાઈફલૅન્ડમાં જીવવા માટે આવે છે માત્ર પોતાના માટે. અમે તેમને મદદ કરીએ છીએ. અમે મૃત્યુ ને રોકી તો નથી શકતા પણ તેને માણતા જરૂર શીખવાડી એ છીએ. મુર્ત્યુને હંફાવી જરૂર શકીયે છીએ. સાથે મોતનું સ્વાગત પણ કરીએ છીએ. અમે દર વર્ષ આવનારા લોકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને આખો પ્રોગ્રામ નક્કી કરીએ છીએ. રોજ અમારા તરફથી એક પ્રોગ્રામ થશે તમારા માટે. નવા સભ્યો તેમની મુસાફરીની થાક ઉતારી શકે એ માટે હાલ તેઓ જઈને આરામ કરી શકે છે. દિવસમાં બે વાર આપણી મિટિંગ થાય છે એમાં હાજર રહેવું જરૂરી છે. હવે કાલે સવારે મળીશું. '' અને સાથે બધા વિખેરાઈ ગયા.


બધાની દેખરેખ માટે રાખેલા માણસો તેને તેના રૂમ સુધી લઇ ગયા. આવા જંગલ જેવા વિસ્તારમાં સાચેમાં કોઈ ફાઈવસ્ટાર હોટેલ જેવી સગવડ હતી. સ્વિમિંગ પુલ પણ બનાવેલો હતો. જિમ હતું. સાથે એક નાનું ઝૂ પણ. રેસ્ટોરાં પણ બાંધવામાં આવી હતી. આશરે પંદર કિલોમીટરના વિસ્તારમાં આ લાઈફલૅન્ડ વિકસિત કરવામાં આવ્યો હતો. જાણે કે સૌથી વધુ કુદરતનું સૌંદર્ય ક્યાં છલકાઈ રહ્યું છે તે ધ્યાનમાં રાખીને આ ટાપુ બનાવવવામાં આવ્યો હશે.


બીજા દિવસે બધા ખુલ્લા મેદાનમાં એકઠા થયા જ્યાંથી દરિયાને જોઈ શકતો હતો. ઠંડીનું વાતાવરણ હતું. ખુલ્લી તાજી હવા વહી રહી હતી. સવારમાં બધા સભ્યો એકઠા થયા. રેતીમાં સ્થાન લેવાનું હતું. તેની મજા પણ કંઈક અલગ જ હતી.


જેસિકાએ કહ્યું, ''સૌથી પહેલા આ વિચાર મને કઈ રીતે આવ્યો એ વિશે તમે બધા જાણવા માંગતા હશો. દુનિયામાં એવા ઘણા માણસો છે જે આખી જિંદગી કામ કરે છે અને તેને અંદાજ પણ નથી રહેતો કે તેનો પ્રવાસ ક્યારેક ખતમ પણ થવાનો છે અને અચાનક તેનું સમય આવ્યે મૃત્યુ થઇ જાય છે અને ન જીવી શકાયાનો અફસોસ તેને જીવનની છેલ્લી ક્ષણોએ થાય છે. પણ અમુક લોકો એવા હોય છે જેમને પાસે ઈશ્વર એટલો સમય આપ છે કે તમારી ઈચ્છાઓ પુરી શકે, કુદરતને માણી શકે અને અમે એવું સ્થળ પુરી પાડીએ છીએ જેમાં એક જ સ્થળે તમે તમારી બધી જ ઈચ્છા પુરી શકો, માણી શકો અને એ પણ એકલા નહીં તમને ગમતા લોકોની સાથે. એ માટે આજે અમે યુવાન લોકો માટે અલગ અને ઓલ્ડ ઈસ ગોલ્ડ એજ માટે અલગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.


આ એક મ્યુઝિકલ પ્રોગ્રામ છે. જેના દસ રાઉન્ડ થશે. એક રાઉન્ડના અંતે મ્યુઝિક વાગતું બંધ થાય એટલે જેની સાથે તમે ડાન્સ કરતા અટક્યા હો એની સાથે તમને માત્ર એક મિનિટ આપવામાં આવશે. આવી રીતે દસ વ્યક્તિને મળી શકશો. એમાંથી તમારે કોઈ પણ ત્રણ નામ એવા પસંદ કરવાના છે જેની સાથેની એક મિનિટ તમને ગમી હોય અને હા આ વખતે તમારી આંખો પર બ્લૅન્કફોલ હશે. તમે સામેવાળાને જોઈ નહીં શકો. ત્યારબાદ ત્રણ વ્યક્તિને તમે એક સાથે મળી શકશો પણ તેમાં પણ જોઈ તો નહીં જ શકો. એ સીધા તમે ડેટ પર જ જોઈ શકશો. એમાંથી તમારે એક વ્યક્તિ નક્કી કરવાની છે જે તમને આકર્ષિત કરી ગઈ છે. એના માટે અમે તૈયાર કરી છે. એક ખાસ પ્રકારની સ્પેશિયલ ડેટ - અમારા સૌથી સારા લોકેશન પર, તો થઇ જાઓ રેડી."


દસે રાઉન્ડ પત્યા પછી તારિકા ત્રણ વ્યક્તિને મળી એમાં સૌથી સારો તેને લાયક લાગ્યો હોય તો એ આકાશ હતો. સાંજે એના જીવનની પહેલી ડેટ હતી. ખુશ થવું કે દુઃખી એ જ નહોતું સમજાતું. તેની જિંદગીનો પહેલો પુરુષ જે તેણે પસંદ કર્યો હતો તે કેવો લાગતો હશે?


સાંજે તે વહેલા જ લોકેશન પણ પહોંચી ગઈ. પહેલી વાર મળતા લોકોને ધ્યાનમાં રાખીને તેમણે જે રોમેન્ટિક સ્થળનું ઓર્ગેનાઇઝેશન કર્યું હતું એ લાજવાબ હતું. દરિયાકિનારે બીચ જેવું લોકેશન ઉભું કરીને સાચે જ દિલનો પ્રેમ બહાર આવી જ જાય.


થોડીવાર થઇ ત્યાં આકાશ આવ્યો. એક બોડીગાર્ડ જેવી બોડી કદાચ કોઈ રોગના હુમલાના કારણે શિથિલ થઇ ગયેલી લાગતી હતી. ચહેરા પર એવું જ નૂર હતું. અને સાથે હૅન્ડસમ કહી શકાય. તારીકાને તેની પસંદ પર જ માન થયું.


આકાશે નજીક આવીને તેની સાથે હૅન્ડશેક કર્યા અને તેનો હાથ પકડીને તેની સામેની ચેર પર બેસાડી.


''વન્ડરફુલ ડેટિંગ પ્લેસ.''


''યસ..દિલને શાંતિ થાય.''


''તમે શું કરો છો?''


''હું એક ફિટનેસ મોડેલ હતો. હવે નથી.''


''ઓહ્હ એક ફિટનેસ મોડેલ અહીં ? તમને અફસોસ નથી થતો કે ઈશ્વરે તમારી સાથે એવું કૃત્ય કર્યું.''


''એમાં અફસોસ શું કામ કરવું પડે. તમને મળેલા જીવનમાં ભરપૂર જીવી લેવું જરૂરી છે. ઘણા લોકો સો વર્ષ જીવે છે પણ એમાં તે જીવવું હોય એ કરી ન શકે જીવી ન શકે, જેના પોતાના કોઈ વિચાર નથી. એ પણ જીવતી લાશ જ છેને. તમને મનગમતું જીવન જીવી લો. મૃત્યુ આજે નહીં તો કાલે આવવાનું જ છે. પણ આપણે જ નથી સ્વીકારતા. અને બીજા કેટલાક આપણા જેવા લોકો જેને ઈશ્વર પહેલેથી જાણ કરી દે છે. અને પહેલાથી જ આપણે મૃત્યુનો યમરાજા આપણો જીવ લેવા આવી પહોંચ્યો હોય એમ લાગે છે. જાણે હમણાં જ આવશે અને લઇ જશે.''

''તું આટલું બધું વિચારે જ છે શા માટે? જેમ પહેલા જીવતી હતી એમ જ જીવ. અને અહીં ફરવા આવી હોય એમ માન. અને એ સિવાયની બીજી બાબતો મગજમાંથી ડીલીટ કરી નાખ.''


''કેન યુ ડાન્સ વિથ મી ?''


"યસ..."

તારિકા અને આકાશે સાથે ડાન્સ કર્યો અને સાથે પોતાના જીવનને લઈને ઘણી બધી વાતો કરી. બન્ને એકબીજાને ઘણા સરખા ધરાવતા હતા. તેમના સંબંધનો એક નવો પડાવ નખાઈ ચુક્યો હતો. 


બીજે દિવસે તેમના માટે એક નવો પ્રોગ્રામ હતો. કાલે ડેટ પર ગયેલા લોકોમાં નવા નવા કનેક્શનની શરૂઆત થઇ હશે. તેઓ હજી વધુ એકબીજાને જાણતા માંગતા હશે. આજે ગેમ શો માં જે જીતશે એ કપલ આજે જશે ત્રણ દિવસની અમારી સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે. દરિયાની વચ્ચે અમારો આલીશાન મહેલ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં તમને જવાની તક મળશે.


અને આ ગેમ શોમાં વિજેતા બન્યા આકાશ અને તારિકા..


***************************

બન્ને એ ત્રણ દિવસ એકબીજા સાથે વિતાવ્યા. પણ ત્યાંથી પાછા આવતી વખતે વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું. ધોધમાર વરસાદ વરસવાનો ચાલુ થઇ ગયો. દરિયામાં વાવાઝોડું આવ્યું અને સાથે આકાશ અને તારિકાનો અંત પણ.


ધોધમાર આભ ફાટીને વરસતો વરસાદ જાણે મનુષ્યની સ્વાર્થવૃતિથી કોપાયમાન થઇ રહ્યો હોય એમ એકધારો સાંબેલાધાર વરસી રહ્યો હતો. સિંહ જેવી ગર્જનાથી આભ ડોલાવતા ગરજતાં ઘનઘોર વાદળાંઓની સેના જાણે આક્રમણ કરવા આવી હોય એમ તૂટી પડી હતી. મોટા અવાજ સાથે ચમકતી વીજળી જાણે કે હદય પણ ધબકવાનું બંધ થઇ જાય એવા મોટા અવાજ સાથે ચિચિયારીઓ કરીને આખરી અંત જણાવી રહી હતી અને સાઉદી અરેબિયાના દરિયામાં જાણે દરિયાઈ અશ્વોનું ઘોડાપુર આવ્યું હતું. મોટા રાક્ષસી કદના દસ ફૂટ ઉંચા ઉછળતા મોજાઓ આજે કુદરતની આ હોનારતથી માનવજગતને ભરડામાં લેવા થનગની રહ્યા હતા. આ ભયાનક ચક્રવાતમાં હાલક- ડોલક થતી સ્ટીમર બસ હવે ક્ષણમાં જ મુર્ત્યુનો કોળિયો બનવાની હતી અને તેની સાથે આકાશ અને તારિકાના ક્ષણ ભર બચેલા જીવન સામે કુદરત જાણે કે અટ્ટહાસ્ય કરી હતી.


''તારિકા આજે આપણી આ દુનિયામાં છેલ્લી પળ છે.'' ને સાથે જ તારિકા આકાશને ભેટીને ચોધાર આંસુએ રોવા લાગી.


"અરે ગાંડી રડે છે કેમ? હજી પાછા બીજા જન્મમાં આપણે મળવાના છીએ જોજે."


''કાશ...આપણે વધુ સમય સાથે રહી શક્યાં હોત.''


"રહી શક્યા હોત એમ નહીં જેટલું રહેવા મળ્યું એટલું પ્રેમથી જીવ્યું પછી ખાલી એક ક્ષણ જ કેમ ન હોય..'' આકાશે તારિકાના ગાલ પર ચૂમીને કહ્યું. 


''બસ હું ખુશ છું કે મારા અંતિમ સમયે હું મારા પ્રેમની આગોશમાં છું. અને કુદરતી મોતને ભેટુ છું, આય લવ યુ આકાશ.''


''આય લવ યુ ટુ, તારિકા...''


અને સાથે એકબીજાની બાહોમાં સમાયેલા આકાશ અને તારિકાને કુદરતે પોતાના રૌદ્ર સ્વરૂપમાં સમાવી દીધા. 



Rate this content
Log in

Similar gujarati story from Drama