STORYMIRROR

Kajal Chauhan

Romance

1.0  

Kajal Chauhan

Romance

તારા પ્રેમમાં...

તારા પ્રેમમાં...

2 mins
3.4K


લાગણી પ્રેમની..
મન થયું છે આજે તમને ફરીથી પ્રપોઝ કરવાનું, પ્રેમને ફરીથી નવો તાજગીસભર બનાવાનું.. કંઈક શબ્દો રમી રહ્યા છે મારા દિલમાં, ઈચ્છા છે એને તમારી સમક્ષ મુકવાની... મારા પ્રિય.. તારા વિના તરસતી હું બસ તને જ ઝંખું છું, વેલેન્ટાઈન ડે આવવાની વાર નથી, આવીને જતો રહેશે, પણ હું તો તમારી આવવાની રાહમાં તમારી દિશામાં જ આંખો ટેકવીને બેસી રહીશ કે કદાચ તું આવીને આંખ મારી જાય, તારી આંખોના દરિયામાં મને ડુબાડી જાય, ગુલાબ આપી તું મને તારી બનાવી જાય, મારા હાથમાં તારો હાથ મુકી ન ભુલી શકાય એવી યાદો મુકી જાય, એનાં શ્વાસની આપ-લે મારી સાથે કરતો જાય, એના પ્રેમનાં અદ્ભુત નશામાં મને ખેંચી જાય, ચાર-ચાર વરસથી ડૂબેલી હું તારા પ્રેમમાં જોઈ રહી છું. રાહ તારી કે કયારે આવીશ તું. તું જરૂર આવીશ એ અભિલાષામાં આજ સરકતો જાય, કોણ જાણે સમય મારી સાથે વેર બાંધી જાય, હવે કેટલી રાહ જોવડાવીશ તું.. મૃગજળ જેવો છે તું.. નસીબનાં આવા નિરાલા ખેલ મારી સાથે ન રમીશ. બધી ઋતુ આવીને જાય છે. પણ તારી ઋતુ તો આવતી જ નથી, કેમ જાણે મારાથી કંઈ ગુનો થયો હોય. બંધ આંખોનાં અંધારામાં તારો ચહેરો ચમકી જાય, હસતાંરમતાં નાના ભુલકાઓનાં હાસ્યમાં તારો પ્રેમ દેખાઈ જાય, હવાની લહેરખી મને અડીને તું મારી સાથે જ છે એવો અહેસાસ કરાવી જાય. હવે તો બસ એક જ રાહ છે કે તું આવીને મને તારી દુનિયામા લઈ જાય, આંખમાં આંખ પરોવી મને તારામાં સમાવી જાય, આવીને તું મને મારાથી જ ચોરી જાય, બસ એ જ રાહમાં તારી પ્રેમિકા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance