The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Kajal Chauhan

Drama Fantasy Inspirational

3  

Kajal Chauhan

Drama Fantasy Inspirational

બિચ્છુ - એક શાપિત આયલૅન્ડ

બિચ્છુ - એક શાપિત આયલૅન્ડ

20 mins
739


ગાંડાતૂર બનેલા દરિયાના ઉછળતા મોજાંનો ઘૂઘવાટ જીવંત વ્યક્તિને પણ થથરાવી દે એવો હોય છે, ને આ તોફાનના પરિણામે જો કિનારે ફેંકાઈ ગયેલો માનવી બચી જાય તો ઈશ્વરની કૃપા. આવી જ રીતે આગલી રાતે દરિયામાં આવેલા તોફાનને કારણે કિનારે ફેંકાઈ ગયેલો હેરી હજી બેહોશીની હાલતમાં કિનારે ઊંધો પડ્યો હતો.


ત્યાં જ દરિયાનું એક મોટું મોજું આવ્યું, જે હેરીને મન અને તનથી ભીંજવી ગયું. મોજાંની ભીનાશ તેના શરીરની ઊંઘતી સિસ્ટમને થોડી જાગ્રત કરવામાં સફળ રહી.


અર્ધનિંદ્રાની હાલતમાં હેરી બબડ્યો, '' હું ક્યાં છું?'' પણ કોણ જવાબ આપે - ધરતી કે આકાશ? કે તું એક વેરાન, ખતરનાક અને અજાણ્યા સ્થળે આવી ચુક્યો છે જ્યાં માત્ર ડગલે ને પગલે ભયનાં જ એંધાણ છે. 


હેરીએ મહાપરાણે પોતાની જાતને આકાશ તરફ ફેરવી, આંખો ખોલી પણ ઉભા થવાનો પ્રયત્ન ન કર્યો, જાણે તે ક્યાં છે એ સાથે તેને કોઈ નિસબત જ ન હોય અને જીવનમાં હવે કઈ ખોવા માટે રહ્યું જ ન હોય તેમ બે હાથ ફેલાવી જાતને કુદરતને સોંપી રહ્યો હોય એમ ફરી આંખો બંધ કરી અને એમ જ પડ્યો રહ્યો.


મનોમન પોતાને બચાવવા બદલ ઈશ્વરનો આભાર માન્યો. જીવનની હારથી ડરીને ડ્રિન્કની અસરમાં આવીને તેણે બોટમાંથી દરિયામાં ઝંપલાવીને મુર્ખામી કરી હતી એ બદલ પોતાની જાત પર જ ગુસ્સો આવ્યો.


થોડી વાર સુધી એ જ સ્થિતિમાં હેરી ભીની રેતીમાં પોતાના વીતેલા અતીતની ભીનાશને ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યો. લગભગ ઘણો સમય વીત્યા બાદ તેણે આંખો ખોલી. ગળું પાણીથી સુકાઈ રહ્યું હતું. આજુબાજુ દરિયાકિનારે રહેલા નારિયેળીના વૃક્ષો તરફ તેની નજર ગઈ. તેણે ઉભા થઈને નીચે પડેલા નારિયેળમાંથી પાણી પીધું ત્યારે કંઈક જીવ આવ્યો અને પછી હેરીએ આ અજાણી જગ્યાનું નિરીક્ષણ કર્યું. 


એક બાજુ દૂર સુધી ઘુઘવતો દરિયો દેખાઈ રહ્યો હતો અને બીજી બાજુ ઘનઘોર જંગલ શરૂ થતું હતું. આ સિવાય કઈ નજરે પડતું નહોતું. હવે બે જ રસ્તા હતા એક કે અહીં બેસીને બોટની રાહ જોવી અથવા જંગલમાં જઈને કોઈ નવો રસ્તો મળે તેની શોધ કરવી. હાલ પૂરતું હેરીએ કિનારે જ બેસીને કોઈ બોટ આવે એની રાહ જોવાનું નક્કી કર્યું. રાત પડી પણ બોટ તો શું એક ચકલુંય ત્યાં ફરક્યું નહીં. આખી રાત કિનારે જ કાઢ્યા પછી સવાર સુધી કોઈ જ જીવસૃષ્ટિ જોવા મળી નહીં. હવે તો ભૂખ પણ લાગી હતી પણ અહીં નારિયેળી સિવાય કઈ હતું નહીં, કંઈક પેટમાં નાખવા માટે હવે જંગલમાં જવું જરૂરી હતું. આ સિવાય હવે કોઈ બીજો ઉપાય નહોતો.


હેરીએ જંગલની દિશામાં ચાલવાનું શરૂ કર્યું. દૂરથી જે જંગલ તેને નાનું દેખાઈ રહ્યું હતું તે નજીક જતા વધુને વધુ વિશાળ થતું જતું હતું. જંગલની અંદર પ્રવેશતા જ સૌપ્રથમ હેરીએ પાકાં ફળો તોડીને ખાધા. હવે ચિંતા પણ થવા લાગી હતી કે અહીંથી નીકળવાનો રસ્તો શોધવાનો હતો કે જ્યાં કોઈ જીવંત ચીજ પણ દેખાતી ન્હોતી. જેમ જેમ રાત થતી જતી હતી તેમ તેમ હેરીની બીક પણ વધી રહી હતી.


થોડું ચાલ્યા પછી હેરીએ રાત માટે સલામત જગ્યા શોધવાનું નક્કી કર્યું. એક ઝાડની નીચે બનાવેલી ગુફા જેવી બખોલ પર તેની દ્રષ્ટિ પડી. અંદર જઈને તપાસ કરી કે કોઈ પ્રાણી તો અંદર નથીને. ત્યાં જ ચમકતી ગોળ ચીજ પર હેરીની નજર ગઈ. તેણે નજીક જઈને એ ચીજ હાથમાં લીધી. " ઓહ ખતરનાક બિચ્છુની આકૃતિ...તો આ ગુફા બિચ્છુની હશે પણ એટલા નાના બિચ્છુ માટે તો આ ગુફા તો ઘણી મોટી છે તો આ આકૃતિ આવી રીતે કંડારવાનું કારણ શું હશે? જે હશે એ અત્યારે મારી પાસે જ રાખું છું, કંઇક કામમાં આવશે." ચમકતી ચીજ પોતાના હાથમાં લઈને જમીન પર લંબાવ્યું.


જંગલમાં ડરના માર્યા ઊંઘ તો વળી ક્યાંથી આવે. આંખ બંધ કરતાંની સાથે તેનો અતીત નજર સામે આવી જતો, પોતાના જીવન પર નફરત થઇ આવતી ને આવી જિંદગી આપવા બદલ ઈશ્વરને દોષ આપતો. આખરે બીજું તો એ શું કરી શકે. અતીતની વીતતી જતી ક્ષણની સાથે તેના ગળામાંથી નીકળતા સૂર પણ સાથ આપીને તાલ મિલાવી રહ્યા હતા. નફરતની આગમાં તેના સૂરમાં જે નફરત હતી એ સામેવાળાને શેતાન બનાવી દેવા પૂરતી હતી.

અચાનક તેના કાને બીજા સ્વર અથડાયા. તેને ગાવાનું બંધ કર્યું. એટલો મોટો અવાજ કે જાણે મોટા કદાવર પ્રાણીઓ દોડધામ કરી રહ્યા હોય. હેરીએ ગુફામાંથી છુપાઈને બહાર જોયું.


પણ આ શું? આ સપનું છે કે હકીકત ? એક મોટો વિકરાળ અને કદાવર બિચ્છુ પૂંછડી હલાવતો ગુફા તરફ જ આવી રહ્યો હતો. જે બિચ્છુના ફોટા સિવાય દર્શન પણ નથી થયા તે આવા સ્વરૂપે મારી સામે છે. જોઈને હેરીના તો મોતિયા જ મરી ગયા. દોડવાની વાત તો બાજુ પર પણ બીકના માર્યા તેના પગ જ ધ્રુજવા લાગ્યા. હેરી ગુફાની બહાર ભાગ્યો એ સાથે જ એ બિચ્છુની નજર તેની પર ગઈ અને બિચ્છુ તેની પાછળ સરક્યો.


હજી બિચ્છુ હુમલો કરવાની તૈયારીમાં જ હતો ત્યાં હેરીએ જોયું એક રાણી જેવી સુંદર સ્ત્રી હવાને ચીરતી આવી અને પોતાની પાસે રહેલા બાણમાંથી તીર તાક્યું, જે બિચ્છુની પૂંછમાં જઈને વાગ્યું. ઘડીભર બિચ્છુ છંછેડાઈ ગયો અને પૂંછ હેરી તરફ મારી પણ હેરી ત્યાંથી સરકી ગયો. તે સ્ત્રીએ પાછું બાણ તાક્યું એ સાથે જ બિચ્છુ ત્યાંથી બીજે સરકી ગયો.


''તું કોણ છે અને અહીં કઈ રીતે આવ્યો ?'' તે સ્ત્રીએ હેરીને પૂછ્યું. હેરી કઈ જવાબ એ પહેલા જ બે બિચ્છુ તેની તરફ આવતા દેખાયા. જેમાં એક બિચ્છુ સૌથી મહાકાય રાજા જેવો લાગી રહ્યો હતો.


'' શીંગા...'' દૂર થી બિચ્છુને આવતા જોઈ તે સ્ત્રી બોલી.


'' કોણ શીંગા??'' હેરી એ સ્ત્રીને પૂછ્યું.


'' આ જે આવી રહ્યો તે છે બિચ્છુઓનો રાજા - શીંગા.''


નજીક આવતા શીંગાએ કહ્યું, '' કૈસે હો મેલોના રાની...બહોત દિન કે બાદ મિલકે ઔર દેખકે સચ મેં અચ્છા લગ રહા હે. ડરને કી જરૂરત નહીં હે, મેં તો સિર્ફ આપસે બાત કરને આયા હું. સ્વાગત નહીં કરોંગે હમારા.''


'' શીંગા...સૌથી પહેલા તો મારે તારા જેવા શેતાનથી ડરવાની કોઈ જરૂર છે જ નહીં અને મારી વાતનો સીધો જવાબ આપ. તારી સેના અને તું પથ્થર બની ગયા હતા તો પછી મુક્ત કેવી રીતે થયા ?''


'' બહોત જલ્દી હૈ જાનને કી, વૈસે બતા દે કી યે ન્યોતા આપકી તરફ સે આયા હે.''

'' અમને કોઈ શોખ નથી કોઈ શેતાનને આમંત્રણ આપવાનો...સાચી વાત જણાવ.'' મેલોનાએ ગુસ્સે થઈને પૂછ્યું. 

'' અરે..!! આપ તો નારાજ હો ગઈ, બહોત જલ્દી બુરા માન જાતી હે..''

'' આદત જો છે અમારી..''

'' આદત બદલી ભી તો જા સકતી હે..''

'' જો, આ બધી વાતો મારે નથી સાંભળવી...કયાં હેતુથી આવ્યો છે એ બોલ.''

'' આપકો ભી મુદ્દે કી બાત સે હટકર કોઈ બાત કરની હી નહીં હોતી. તો સૂનો, તુમ્હારે બાજુમેં જો છિછોરાં ખડા હે ઉસકે હમ બહોત કર્જદાર હે.''


''કર્જદાર...એ કઈ રીતે?

''ઉસકે હાથ મેં આપ જો ચમકતી ચીજ દેખ રહી હો...શાયદ કુછ યાદ આયે..''

''હા, તારી શક્તિ વસે છે એમાં. જેના લીધે અત્યાર સુધી તું પથ્થર બનીને રહ્યો.''

''માનના પડેગા.. દિમાગ બડા તેજ હે આપકા. બસ ઉસકી વજહ સે હી હમ મુક્ત હુએ હે. વો ચીજ હાથ મેં લેકર ઉસને અપને રાગ સે જો નફરત કે સુર નિકાલે ઉસસે હમારી પર લગા શાપ નષ્ટ હો ચૂકા હે. મેલોના...જી. ''

''આ શક્ય જ નથી..બિચ્છુ. આ તારી કોઈ ફરીથી અમને ફસાવવાની ચાલ છે પણ યાદ રાખજે અમે કોઈ જ વાતમાં નથી આવવાના.''

'' ઠંડ રખ્ખો મેલોના રાની, ગરમી બહોત હે...એસી મંગવાયે ક્યાં આપકે લિયે, સચ યહી હે અપની નજરો સે દેખ લો. મેરી બિચ્છુસેના પથ્થર સે મુક્ત હો ચૂકી હે.''

''તો આગળનો તારો પ્લાન પણ તૈયાર જ હશે. મને લાગે છે ત્યાં સુધી તું કંઈ સારૂ વિચારી જ શકે.'' 

'' વાહ...કયા બાત હે. આપ તો બડે સમજદાર હો. મેલોના રાની.'' 

'' છતાં કહું છું, તું શાપથી મુક્ત થયો છે તો હવે સારા કામમાં તેનો ઉપયોગ કર અને સારા રસ્તે જા.''


'' હમે ઇતને સાલ પથ્થર મેં બદલ કર રખ દિયા વો ક્યાં હમ ભૂલ જાયેંગે... નહીં કભી નહીં મેલોના. સબકા એક ટાઈમ આતા હે ઓર અબ વક્ત હમારા હે. ચેતવની દેતે હે - અગર અપને આપકો ઔર ઇસ જંગલ કે તુમ્હારે બચ્ચો કો બચાના ચાહતે હો તો યે આયલૅન્ડ છોડકર ચલે જાઓ...વરના સીધા ઉપર જાને કે લિયે તૈયાર રહીયેગા.. ''

'' તારી આ ખરાબ આદતોને લીધે જ તને સજા મળી હતી. હજી સમય છે સુધરી જા...શીંગા, નહિતર પાછી એ જ દશા થશે અને રહી વાત આયલૅન્ડ છોડવાની તો એ અમારે નહીં તારે છોડવો પડશે.''

''ઉતના જલ્દી મત સોચો. શાંતિસે સોચ સમજકર ફેંસલા લેના જો આપ સબ કે હિત મેં હો ..''

'' મારે કંઈ જ વિચારવાની જરૂર નથી. પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું આ આયલૅન્ડ પર હું તારું રાજ ચાલવા નહીં જ દઉં પછી એ માટે મારે પોતાનો જીવ કેમ ન આપવો પડે.''

'' ક્યાં બાત હે... બહોત હાર્ડ. હમ આપકી યે ઈચ્છા ભી જરૂર પુરી કરેંગે. આપકે ચાહને વાલે જો હે. અભી તો ચલતે હે અપના ખ્યાલ રખિયેગા..મિલતે હે..'' એમ કહીને બન્ને બિચ્છુ ચાલ્યા ગયા.


''તને ખબર છે તે શું કર્યું. તે વર્ષોથી પથ્થર બનેલા શાપિત બિચ્છુઓની ઝેરીલી શક્તિને તારા સૂર વડે જગાડી છે.'' મેલોના એ કહ્યું.

'' મે અને આ શક્તિ જગાડી. શીંગા -બિચ્છુ આ બધું શું છે અને તમે ક્યાંના રાણી છો? '' હેરીને કઈ જ સમજણ નહોતી પડતી કે અહીં આ બધું શું ચાલી રહ્યું છે.


'' તો સાંભળ, વર્ષો પહેલા શીંગા અને તેની બિચ્છુ સેનાએ અમારા આ આયલૅન્ડ પર રહેવાની રજા માંગી હતી. કુદરતના નિયમ પ્રમાણે સૌ જીવ એક સમાનને અનુલક્ષીને અમે તેમને આ આયલૅન્ડ પર રહેવાની રજા આપી. સાથે અહીંનો નિયમ છે કે કોઈ પ્રાણી પર હુમલો કરવો નહીં. થોડા દિવસ પછી જંગલના પ્રાણીઓએ ફરિયાદ કરી કે બિચ્છુ જંગલના નિર્દોષ જીવો પર હુમલો કરે છે. અને કોઈ પણ પ્રાણીને વિના કારણે ડંખનો ભોગ બનાવે છે જેથી બધા તેનાથી ડરે. ફરિયાદને ધ્યાનમાં રાખી મેં શીંગા અને તેની બિચ્છુ સેનાને આ આયલૅન્ડ છોડીને જવાનો આદેશ કર્યો. ત્યારે તો તેઓ જતા રહ્યા, પણ પાછાં આવ્યા ત્યારે તેઓ કોઈ શેતાનમાં ફેરવાઈ ગયા હતા - વિકરાળ સ્વરૂપ અને દસ ફૂટ મોટું કદ અને શેતાની તાકાત. તેઓએ અમારી પર હુમલો કર્યો. અમે તેની શેતાની તાકાતનો સામનો ન કરી શક્યા અને આયલૅન્ડ છોડીને ભાગવું પડ્યું. જ્યારે પણ જંગલ પર મોટી આફત આવે ત્યારે અમે આ જંગલના દેવાત્માને પ્રાર્થના કરી તેમની મદદ માંગીએ છીએ. તેમણે અમને શેતાનની શક્તિ વસે છે એ ચીજ લાવવાની કહી. મહામુસીબતે ચીજ મેળવીને તેને હાથમાં લઈ દેવાત્માએ પોતાના શક્તિ વડે તેમને શાપિત કરી અને કહ્યું કે આ ચીજ તમે શીંગાને અડાડશો એ સાથે જ બિચ્છુ સેના પથ્થરમાં ફેરવાઈ જશે અને તેમની શેતાની શકિત આ ચીજમાં સમાઈ જશે. શીંગા અને બિચ્છુ સેના પથ્થરમા ફેરવાઈ ગયા. તેમની શેતાની તાકાતને લીધે આ વિસ્તાર પણ શાપિત થઇ ગયો છે. કોઈ આ શાપિત વિસ્તારમાં આવતું નથી. તારા સૂરની શક્તિથી એ ચીજ ફરી જાગ્રત થઈ છે અને એ જ ચીજ તારા હાથમાં છે.''


''હવે જલદી અહીથી નીકળવું પડશે. આ બિચ્છુઓનો વિસ્તાર છે. બધાને સાવચેત કરવા પણ જરૂરી છે. શીંગા હવે શાંતિથી નહીં બેસે. હુમલો જરૂર કરશે. તારે પણ મારી સાથે આવવું પડશે. નહિતર જીવતો ઘરે નહીં જાય. '' રાણી મેલોનાએ હેરી સામે જોઈને કહ્યું.


થોડે દૂર ગયા પછી એક ટેકરી પર પહોંચીને મેલોનાએ એક ભેદી અવાજ કાઢ્યો. એ સાથે જ ચારે દિશામાંથી બધા જ જંગલના પ્રાણીઓ ભેગા થઇ ગયા. હાથી, વાઘ, જિરાફ, ગેંડા, ચિત્તો , શિયાળ અને સાથે આકાશમાં ઉડતા મહાકાય પક્ષી પણ.

''કહો શું હુકમ છે અમારી માટે રાણી મેલોનાં..'' બધા પ્રાણીઓએ રાણી મેલોના સામે ઝૂકીને કહ્યું. 


હેરીને આ બધું એક સપના જેવું જ લાગી રહ્યું હતું. જે હકીકતમાં તેની સામે બની રહ્યું હતું. 

'' શીંગાં અને બિચ્છુ સેના પાછા આવી ચૂક્યા છે. અને તેમણે આખરી ચેતવણી આપી છે કે આપણે આ જંગલ છોડીને ચાલ્યા જઇયે.''


''આ કેવી રીતે બની શકે" - બધા જ પ્રાણીઓ અંદરો અંદર પૂછવા લાગ્યા. તેમના ચહેરા પર ડરની એક છાયા દેખાઈ રહી હતી. મેલોનાએ જે બન્યું હતું એ આખી વાત કહી.

" આ મનુષ્યએ નફરતના સૂરથી તેમની શાપિત શક્તિને જાગ્રત કરી છે તો પહેલા આને જ ખતમ કરવામાં આવે..." કહીને મેઘાવી હાથી આગળ આવ્યો ને હેરીને કચડી નાખવા પોતાનો પગ ઉંચો કર્યો. 

એ સાથે જ હેરી કૂદીને રાણીની પાછળ જઈને કહ્યું," મને માફ કરો. મારાથી અજાણતા ભૂલ થઈ છે."


"થોભી જાવ મેઘાવી...એનાથી અજાણતા ભૂલ થઇ છે, ઈશ્વરનો જ કંઈક સંકેત હશે. જે થયું એ આપણે હવે તેને બદલી શકવાના નથી, પણ આ આયલૅન્ડ પર મનુષ્યનું આવવું અસંભવ છે તું અહીં કેવી રીતે પહોંચ્યો ?" મેલોનાએ મેઘાવી હાથીને રોકીને કહ્યું.

"એની પાછળ મારો અતીત જવાબદાર છે." હેરીએ દુઃખી સ્વરે કહ્યું.


" કેવો અતીત...હેરી. માંડીને વાત કર." રાણી મેલોનાએ કહ્યું.


***


મોસ્કો - રશિયાનું જાણીતું અને સૌથી સુખી શહેર તરીકે પ્રખ્યાત શહેર. અહીં બહારથી ફરવા આવનારા અને હનીમૂન માટે આવનારાની પણ કોઈ કમી નથી. જેમ દિવસે અહીં કુદરતની અપ્રિતમ રંગત જોવા મળે છે તેમ અહીં રાતે ખીલે છે હુસ્નની રંગત. કહેવાય છે કે જેમ દિવસ ઉગે છે એમ દિવસ આથમે પણ છે અને શરૂ થાય છે રાતનો એક અલગ જ મિજાજ. આખો દિવસ બંધ રહેતી મોસ્કોના ક્લબની દીવાલોમાં રાતનો સૂરજ કંઈક નવા જ પ્રાણ પૂરે છે અને ખેલાય છે હુસ્ન અને શરાબની મહેફિલો અને રંગે રંગાય છે યુવા અને આથમતા હૈયા. ''આઇકોનિક નાઈટ ''- મોસ્કોની જાણીતી ક્લબ કે જ્યાં આવનારા લોકોનાં પણ બે દિવસ અગાઉ બુકીંગ થયેલા હોય છે. રશિયન ડાન્સરો એટલે કે જાણે રાતની હવસ જગાડતી ચીજ - પણ અહીંના નિયમો પણ એટલા જ કડક હોય છે અને ભંગ કરનાર માટે એવી જ આકરી સજા. 


છેલ્લા બે વર્ષથી 'આઇકોનિક નાઈટ' ક્લબની સૌથી સારી ડાન્સરોમાંથી એક હતી - શર્લિન. રશિયન ડાન્સરો પર તો એમ પણ લોકોનું દિલ આવી જતું હોય છે. આ રશિયન ડાન્સર પર દિલ આવી ગયું ક્લબના સિંગર હેરીનું અને પોતાના અવાજ ના જાદુથી હેરીએ પણ શર્લિનનું દિલ જીતી લીધું.


કહેવાય છે ને કે જેમ પ્રેમ ગહેરો થાય એમ સાથે માલિકીભાવ પણ આવી જ જતો હોય છે. હેરીના મનમાં પણ શર્લિનને લઈને માલિકીભાવ પ્રવેશી ગયો હતો. લોકો શર્લિનને જે નજરે જોતા એ તેને જરાય ગમતું નહીં. એક દિવસે પ્રોગ્રામ પત્યા પછી હેરીએ કહ્યું, "શર્લિન તું ડાન્સર તરીકેનું કામ છોડી દે."


''શું થયું હેરી? તું આવું કેમ બોલે છે અને હું આ કામ શા માટે છોડું? શર્લિને હેરીની આ વાતથી નવાઈ પામતા કહ્યું. 

''બસ આ દુનિયાના લોકો તને જે નજર જુએ છે એ મને નથી ગમતું. મને એમ થાય છે કે જઈને તેમની આંખો ફોડી નાખું.''

"તો એ તારી લાગણી છે હેરી, આ મારુ કામ છે તેને છોડીને બીજું શું કરું. કોણ મને નોકરી એ રાખશે. અહીં જેટલા પૈસા મને કોઈ નોકરીએ રાખનાર પણ નહીં આપે અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારે પણ સુરક્ષિત જિંદગી જોઈએ છે, એક ગૃહિણી બનીને મારે પણ જીવવું છે. આ વાસના ભૂખ્યા લોકોની આંખોનો સામનો કરી મારી આંખો પણ થાકી ગઈ છે. મારી આ જવાની પણ કાયમ નથી રહેવાની. અત્યારે લોકો મારા શરીર પાછળ પાગલ છે પણ જે દિવસે આ શરીર પર કરચલીના થર દેખાશે ત્યારે મને કાઢી મુકતા વિચારશે પણ નહીં. પછી કોણ જવાબદારી લેશે મારી?" 


"હું તારી જવાબદારી ઉપાડવા તૈયાર છું શર્લિન, માત્ર તું આ કામ છોડી દે."

"હું તારા ભરોસે મારુ કામ ન છોડી શકું. મને ખબર છે તું મને પ્રેમ કરે છે. હેરી, પ્રેમ કરવો સહેલો છે પણ જયારે એ લગ્નમાં પરિણમે તો અપેક્ષા અને જવાબદારી સાથે લઈને આવે છે. તારી વાત સાચી પણ તું કઈ રીતે મારી જવાબદારી નિભાવીશ. તારી પાસે ખુદ સિક્યોર જોબ નથી. એમને જો તારાથી વધુ સારો સિંગર મળશે તો એમને રાખી લેશે. પછી તારે પણ ફરી જોબ શોધવી પડશે એવો વિચાર કર્યો છે. તે.. જો તું મારી વાત માન તો આ સિંગિંગ છોડીને એક સારી જોબ શોધી લે. તો હું ડાન્સરનું કામ છોડી દઈશ. શું તું એવું કરી શકીશ?"


"શર્લિન તું જાણે જ છે, સિંગિંગ મારુ પેશન છે, મારુ હાર્ટ છે જેના થકી હું છું એને તો કમ સે કમ છોડવાનું ન કહે."

"તો પછી મને છોડી દે...હેરી."

"શર્લિન હું તને પણ ચાહું છું, પણ મારા પેશન ને લઈને આટલી મોટી સજા તો ન આપ. હું મારી કરિયર બનાવી શકું એટલો તો સમય આપ."

"જ્યાં સુધી મારા લગ્ન નહીં થાય ત્યાં સુધી હું તારી રાહ જોઈશ. કદાચ તને એવું લાગે કે તું તૈયાર છું હવે, ત્યારે જ આપણે મળીશું. તું પણ તારી કરિયર બનાવવા ધ્યાન આપ.હવે આપણે વાત નહિ કરીએ."


"શર્લિન...શર્લિન...." પણ શર્લિન તેના અવાજને અવગણીને ત્યાંથી જઈ ચૂકી હતી. 

હેરી ભાંગી પડ્યો. તેણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે પોતાના પેશન માટે તેણે એક દિવસ પોતાના પ્રેમનો પણ ત્યાગ કરવો પડશે. 

બીજે દિવસે રાત્રે જયારે તે ક્લબમાં ગયો. ત્યારે ત્યાંના મેનેજરે તેને બોલાવીને કહ્યું. "શર્લિને તને અહીંથી આ ક્લ્બ છોડીને જવા કહ્યું છે તું એકવાર એને મળી લે."


"જો હેરી, તું સામે હોઈશ તો હું મારુ કામ નહી કરી શકું. મારી નજર તારી ઉપર જ રહેશે. જો તું ના જવા માંગતો હોય તો મારે અહીંથી નીકળવું પડશે અને મને બીજી નોકરી મેળવવામાં તારા કરતા વધુ સમસ્યા થશે એટલે તું જાતે જ સમજીને અહીંથી જતો રહે." હેરી પણ આખરે શર્લિનને પ્રેમ કરતો હતો. તેને લઈને શર્લિનને કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ એમ સમજી કઈ બોલ્યા વિના હેરી ત્યાંની નોકરી છોડીને ચાલ્યો ગયો. 

બે - ત્રણ દિવસ પછી તેના એક મિત્રએ તેને કહ્યું કે અહીંથી દૂર મોસ્કોની સીમા પર આવેલા દરિયાની વચ્ચે બોટ છે -'ધ ફાયર' તેમાં એક મ્યુઝિકલ પ્રોગ્રામ ચાલે છે, જ્યાં હનીમૂન માટે ફરવા આવતા લોકો રાતે ત્યાં આવે છે ત્યાં એક સિંગરની જરૂર છે. જો તું જવા ઈચ્છતો હોય તો. આ તેનું એડ્રેસ છે. 


હેરી પાસે તો ક્યાં કોઈ બીજો છૂટકો હતો. હેરી ત્યાં નજીકમાં રહેવા ચાલ્યો ગયો અને રાતે ત્યાં મ્યુઝિકલ પ્રોગ્રામમાં જતો. લગભગ એક મહિનો વીત્યો હશે ત્યાં એક રાતે તેણે એક કપલને જોયું. જેને જોઈને તેના દિલમાં નફરતની એ આગ સળગી ઉઠી, જે માંડ ઠરી હતી. તે પ્રોગ્રામને વચ્ચેથી છોડીને બહાર જતો રહ્યો અને ડ્રિંક્સ ઉપર ડ્રિંક્સ કરવા લાગ્યો. શર્લિન કોઈક બીજા સાથે અહીં આવી હતી.


ડ્રિંક્સનો નશો ચડતા હેરીનો પોતાના પર કાબુ ન રહ્યો અને કપલની સામે જઈને ઉભો રહ્યો, " એય એનો હાથ કેમ પકડ્યો છે મૂકી દે. નહિતર તોડી નાખીશ. આ મારી શર્લિન છે ફક્ત મારી... સમજ્યો." 

" આ શું બોલે છે છાનો માનો અહીંથી ચાલ્યો જા. એમાં જ તારી ભલાઈ છે અને શર્લિન મારી ફિયાન્સી છે સમજ્યો. આંખ ઉંચી કરીને પણ જોયું તો તારી ખેર નથી.. " બાજુમાં શર્લિન સાથે ઉભેલાએ કહ્યું. 

''શર્લિન ફક્ત મારી છે મારી સમજ્યો. શર્લિન મારી જોડે આવશે.'' એમ કહીને હેરીએ શર્લિન નો હાથ પકડ્યો એ સાથે જ શર્લિને હેરીના ગાલ પર લાફો મારીને કહ્યું, " એકવાર કહ્યું ખબર ન પડી. આ મારા ફિયાન્સ ડેવિડ છે અને ટૂંક સમયમાં મારા લગ્ન થવાના છે." 


"પણ હજી તો મહિનો પણ નથી થયો ત્યાં તે...'

"એમાં સમયની રાહ ન જોવાની હોય. ડેવિડ એક સારી પોસ્ટ પર છે, તેને મને પ્રપોઝ કર્યું છે અને હું પણ તેની સાથે લગ્ન કરવા માંગુ છું. અને તું તારી જાત સામે જો. હજી ત્યાંને ત્યાં છે. સારું થયું કે મેં તને છોડી દીધો." શર્લિને કહ્યું. 


'' શર્લિન તું આવી ન કરી શકે, હું આ ડેવિડના બચ્ચાને જીવતો નહીં છોડું '' એમ કહીને હેરીએ ડેવિડને મારવાનું ચાલુ કર્યું અને બન્ને વચ્ચે ખાસ્સી મારપીટ થઇ. હોબાળો થતા ત્યાંના બોડીગાર્ડ આવ્યા અને હેરીને બોટની બહાર ધકેલી દીધો. મારો પ્રેમ અને કરિયર બન્નેમાં હું નિષ્ફળ પુરવાર થયો હતો. તેના દિલમાંથી નીકળતી વિરહની આગ તેના સૂર દ્વારા બહાર નીકળી રહી હતી. 


કભી પ્યાર કર લિયા, કભી અલવિદા કહ દિયા, ઓ સાથી રે...

કૈસા સિલા દિયા પ્યાર કા...મુઝકો જુદા કર દિયા. 


વો વાદે, વો ઇરાદે, વો શામે, ઓ સાથી રે... 

કૈસા સિલા દિયા વફા કા...યાદો કો બેવફા બના દિયા. 


વો સામને કિસી ઔર કે, મેં કુછ ન કર સકા, ઓ સાથી રે... 

કૈસા સિલા દિયા સાથ કા... જીને કા વજૂદ ગવાયા.


તેના આઘાતમાં અને નશામાં મેં કઈ જ વિચાર્યા વિના દરિયામાં ઝંપલાવી દીધું અને દરિયામાં આવેલા તોફાને મને અહીં કિનારે ફેંકી દીધો, કાશ ઈશ્વર પણ મને જીવાડવા માંગતો હશે.


***


રાણી મેલોનાએ કહ્યું, '' જે થાય છે એ સારા માટે જ થાય છે અને ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. તું આટલા તોફાનમાંથી પણ બચી ગયો એમાં પણ જરૂર કોઈક સંકેત છુપાયેલો હશે.''

હેરીએ કહ્યું, "મારી ભૂલને સુધરવા માટે હું તમારી સાથે રહીને મદદ કરવા ઈચ્છું છું." 

"તું અમારી સાથે જ છે. તારી શક્તિનો અહેસાસ મને થઇ ગયો છે. તું અમને સૌને બિચ્છુથી બચાવી શકીશ એનો મને વિશ્વાસ છે." 


"રાણી મેલોના, આ પહેલા પણ આપણે બિચ્છુ સામે લડી નહોતા શક્યા...આપણે બિચ્છુનાં ઝેરનો સામનો કરવા જેટલા શક્તિશાળી નથી. " સોની શિયાળે કહ્યું. 


ત્યાં સમ્રાટ વાઘ પાછળથી આગળ આવ્યો , "આપણે નબળા છીએ એવું માનવું જ શા માટે જોઈએ? આપણે લડીશું જ્યાં સુધી આપણામાં જીવ હશે ત્યાં સુધી, પણ જીવતે જીવ તો આયલૅન્ડ પર તેમને રહેવા નહીં જ દઈએ. શું કહો છો બધા?"

બધા જ પ્રાણીઓ એક સાથે બોલી ઉઠ્યા, "હા.. હા.. નહીં રહેવા દઈએ."

"આપણે હવે સાવધાન રહેવું પડશે, જંગલના ખૂણે ખૂણે બધા ફેલાઈ જાવ. આપણી એક સેના તેમની સામે લડવા તૈયાર રહેશે." મેલોનાએ કહ્યું.


બીજે દિવસે સવારે અચાનક સમ્રાટ વાઘ આવ્યો અને કહ્યું કે રાણી મેલોના ગાયબ છે. અને સાથે એક સંદેશ લખેલો છે કે,


'' જો તમે તમારો અને તમારી રાણીનો જીવ સલામત ચાહતા હોવ તો અબ ઘડી આ જંગલ ને છોડીને ચાલ્યા જાવ. નહીતર તમારી રાણી જીવતી નહીં રહે. તમે જંગલની સીમા બહાર જશો પછી જ રાણીને છોડવામાં આવશે એટલે કોઈ ચાલાકી કરવાનો પ્રયત્ન ન કરતા.


હેરીએ કહ્યું, " આ શીંગાનું કામ છે. પણ અત્યારે આપણા માટે રાણીનો જીવ મહત્વનો છે. આપણે સૌથી પહેલા અહીંથી ચાલ્યા જઈએ. રાણી હેમખેમ આપણી સામે આવી જાય પછી આપણે વળતો હુમલો કરીશું. શું તમે બધા તે માટે તૈયાર છો."

''હા.. અમે બધા તારી વાત સ્વીકારીએ છીએ. પહેલા રાણી મેલોનાને બચાવવા જરૂરી છે. ''


બધા જ પ્રાણીઓ હેરીની વાત માનીને જંગલની બહાર નીકળી ગયા. પણ આ શું તેઓ જંગલની સીમા પર પહોંચ્યા ત્યાં રાણી મેલોના બેહોશ પડ્યા હતા.


મેઘાવી હાથીએ કહ્યું, "આપણી સાથે છેતરપિંડી કરી છે બિચ્છુઓએ. તેમણે ઝેરીલો ડંખ માર્યો છે, આપણે જલદીથી વૈદ્ય પાસે જવું જોઈએ. "

તાત્કાલિક વૈદ્યને બોલાવવામાં આવ્યા. જંગલમાં પ્રાપ્ય જડીબુટ્ટી શોધવામાં આવી અને આખરે રાણી મેલોના હોશમાં આવ્યા પરંતુ ઝેર હજી શરીરમાં હતું. વૈધે કહ્યું, '' ઝેર નીકળતા હજી સમય લાગશે.''


રાણી મેલોનાએ હોશમાં આવતા કહ્યું, "આપણે એ શેતાની બિચ્છુઓને આપણા આયર્લેન્ડ પર રહેવા નહિ દઈએ."

સમ્રાટે પૂછ્યું, "રાણી મેલોના, આપણી પાસે કોઈ જ રસ્તો નથી. આપણે તેમના ઝેરનો સામનો કરવા શક્તિમાન નથી ."


"રસ્તો છે, આની પહેલા દેવાત્માએ આપણી મદદ કરી હતી. આ વખતે પણ જરૂર કરશે. આપણે તેમને પ્રાર્થના કરીને મદદ માટે પોકારીએ. તેઓ જરૂર આવશે. હવે એ એક માત્ર રસ્તો છે. " 

સૌ પ્રાણીઓએ ભેગા થઈને દેવાત્માને આ મુશ્કેલીમાંથી ઉગારવા પ્રાર્થના શરૂ કરી. 


દેવાત્મા પ્રગટ થયા અને કહ્યું, '' મને ખબર છે મારા સંતાનો કે તમારા ઉપર મોટી મુસીબત આવી છે પણ હિંમત ના હારતા. હું દુઆ કરીશ કે મહારાણી મેલોના બિચ્છુના ઝેરમાંથી મુક્તિ મેળવે. પણ આ વખતે હું તમારી મદદ કરવા અસમર્થ છું, કારણકે એક ને એક ચીજ પર મારી શક્તિ કામ નથી કરી શકતી. તમે કોઈ એવા વ્યક્તિને શોધો કે જેનું રાગ પર પ્રભુત્વ હોય. જો તે પ્રેમના સુર છેડશે તો આખી બિચ્છુ જાતિ ખતમ થઈ જશે. તમારે લડવાની જરૂર પણ નહીં પડે. પરંતુ એક વાત ધ્યાન રાખજો કે જે ચીજ હાલ તમારા પાસે છે એ ખુબ જ મહત્વની છે. બધી જ શક્તિ એમાં છે. જો રાગ આલાપતી વખતે કોઈ આ ચીજ લઇ લેશે તો પછી શીંગાને હરાવવો મુશ્કેલ થઇ જશે એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખજો. શીંગા આ યોજનાને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન જરૂર કરશે. આ જંગમાં તમારી જીત થાય એવા મારા આશીર્વાદ. જંગલની દેવીનો જય હો.'' કહીને દેવાત્મા હવામાં વિલીન થઈ ગયા.


રાણી મેલોનાએ કહ્યું, " હેરી હવે બધું તારા હાથમાં છે, આ જંગલ અને તેમાં રહેતા પ્રાણીઓનું ભવિષ્ય માત્ર તારા હાથમાં છે. રાગ પર તારા કરતા વધુ પ્રભુત્વ અહી કોઈનું નથી. હું તારી પાસે આ જંગલનું જીવન માંગુ છું."

"રાણી મેલોના, તમે જરાય ચિંતા ન કરો. હું તમારા બધાની સાથે છું. અને બિચ્છુને ખતમ કરી મને મારી ભૂલ સુધરવાની તક મળી છે. બસ આજ્ઞા આપો."


"વિજયી ભવ. " રાણીએ કહેતાની સાથે જ બાદ પ્રાણીઓએ તૈયારી શરૂ કરી દીધી. સેનાને હેરીની ચારે બાજુ તૈનાત કરી દીધી.

હેરીએ બિચ્છુની આકૃતિ દોરેલી ચીજ લઈને પ્રેમનો રાગ છેડવાનો શરૂ કર્યો. રાણી મેલોનાએ ચારે દિશામાં ચાંપતો બંધોબસ કરી દીધો હતો. કોઈ ચીજ અંદર પ્રવેશવી ન જોઈએ.


થોડો સમય થતા રેલાતા સૂરની ગુંજ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો. દૂર દૂરથી બિચ્છુઓની સેના નજીક આવતી દેખાઈ રહી હતી. સેનાએ આક્રમણ તો કર્યું પણ બિચ્છુ ના ઝેર સામે તેની ટકવાની શું મઝાલ..


ત્યાં અચાનક પાછળથી આવેલા શીંગાએ રાણી મેલોનાને કહ્યું, " અભી તક આપકી સાંસે ચલ રહી હે, બહોત નાઇન્સાફી હે. હમકો ખત્મ કરને કી અચ્છી તૈયારી કી હે પર કામયાબ નહીં હોગી...અબ દેખો તુમ્હારે ઇસ સૂર કો હમ કેસે બેસૂરા બનાતે હે. " કહીને શીગાએ હેરી તરફ જોયું.


" નકુલ બિચ્છુને રોકો.'' એ સાથે જ બધા શિયાળ બિચ્છુ પર તૂટી પડ્યા. પણ આટલા મોટા કદાવર બિચ્છુનો સામનો વધુ સમય સુધી કરવો મુશ્કેલ હતો. 


અહીં રાણી મેલોના અને બીજા પ્રાણીઓ શીંગા અને બિચ્છુઓનો સામનો કરી રહ્યા હતા. 

થોડી વાર થઇ ત્યાં વાતાવરણમાં એક જાતની ધૂળની ડમરી ઉડી અને એક જબરજસ્ત કાન ફાડી નાખે એવા અવાજ સાથે બિચ્છુ ગાયબ થઇ ગયા. આયલૅન્ડ હવે શાપિત બિચ્છુથી મુક્ત થઇ ગયો હતો. 


રાણી મેલોનાએ હેરીને કહ્યું, '' અમે જંગલના બધા જ જીવો તારા ઋણી રહીશું. તારા પ્રેમના સૂરથી અમે હંમેશ માટે શેતાની બિચ્છુથી છુટકારો મેળવ્યો છે. '' 


ત્યાં દેવાત્મા પણ પ્રગટ થયા અને કહ્યું, '' આ જંગલને તારા સૂરના જાદુથી બચાવવા માટે અમે તારો આભાર માનીએ એટલો ઓછો છે. પણ યાદ રાખજે, જીવન પણ એક આયલૅન્ડ જેવું છે. દૂરથી તને એ સુંદર, રમણીય લાગે છે પણ જેવા એમાં પ્રવેશો કે તરત તેનો અસલી રંગ બતાવે છે, જીવન પણ એવું છે દૂરથી તેની કલ્પના કરવી બહુ સારી લાગે છે કે જિંદગી તો આવી જ હોવી જોઈએ માત્ર મોજ શોખ ને જલસા, પણ જયારે તમે અંદર ઉતરો ત્યારે એક એક ક્ષણની જીવનની કિંમત સમજાય છે. એક મૃગજળ સમાન છે આ જિંદગી. જ્યાં સુધી અંદર જઈને ડૂબકી નહીં મારો ત્યાં સુધી ખબર નહીં પડે કે પાણી કેટલું ઊંડું છે. આયલૅન્ડના એડવેન્ચરની માફક જીવનમાં પણ રોજ સાહસ ખેડવા પડે છે, રોજ લડવું પડે છે, એકબીજા સાથેની ફરિફાઈમાં ક્યારેક પોતાની જાતને પણ ભૂલી જતો હોય છે અને શેતાન બની જતો હોય છે, કયારેક જીત હોય છે તો ક્યારેક હાર, તમારી પોતાની ઓળખ બનાવવી પડે છે, લોકોના ઘા જીરવવા પડે છે, ક્યારેક એકલા તો ક્યારેક ટોળામાં આનંદ શોધવો પડે છે. પણ એ વાત ક્યારેય ન ભૂલતો કે સાચો આનંદ માત્ર તારી અંદર છે, તું શેનાથી ખુશ રહી શકે છે એ તારે શોધવાનું છે. લોકો જે કરે છે એ ન જો. તું શું કરવા માંગે છે અને શું કરી શકીશ એ જો. તારી ખુદની ઈચ્છાને જગાડ અને એની પાછળ ગાંડાની જેમ ભાગ. કુદરત પણ તારી મદદે ચોક્કસ આવશે અને આ ચીજ હમેશા તારી પાસે રાખજે. આ ચીજ લઈને જે તું સૂર રેલાવીશ આખું વાતાવરણ એમાં જ ડૂબી જશે. હું જાણું જ છું તારા અવાજમાં જાદુ છે, તારી આ ચીજની પણ જરૂર નથી પણ આ ચીજ તારા માટે લકી સાબિત થશે. ઈશ્વર તારી સાથે રહે.'' એમ કહીને દેવાત્મા દૂર હવામાં અદ્રશ્ય થઇ ગયા.


અને અચાનક હેરીની આંખ ખુલી તો એ હજી બોટમાં પડ્યો હતો. હું અહીં છું, પણ હું તો બિચ્છુનાં આયલૅન્ડમાં હતો અને તે રાણી મેલોના અને દેવાત્મા. આ સપનું હતું કે શું...ના આ શક્ય નથી. 


તેની નજર તેના હાથમાં રહેલી એ ચીજ પર પડી. આ તો એ જ છે બિચ્છુની આકૃતિ. તો પછી હું અહીં કેવી રીતે પાછો આવ્યો. તેણે આજુબાજુના લોકોને પૂછતાં જણાવ્યું કે અહીં થોડા દિવસ પહેલા મોટું દરિયાઈ તોફાન આવ્યું હતું . હેરીના હજી સમજની બહાર હતું કે તે અહીં પાછો કેવી રીતે આવ્યો. પણ દેવાત્માના શબ્દો હજી તેના કાનમાં ગુંજી રહ્યા હતા. 


તેને યાદ કરીને હેરી ફરી પોતાની જીવનની અધૂરી સફરને જીતી લેવા નીકળી પડ્યો. 



ચાહત હે દિલ મેં , જુસ્સે કો નહીં છોડેંગે, 

ફિર સે ઉઠ ખડે હોંગે, દુનિયા કો બતા દેંગે, 


મોહબ્બત કિસી ઔર સે ક્યુ ખુદ સે કરેંગે,

મર મીટેગે લેકિન કુછ અપના કર દિખાયેંગે ,


કિસી ઔર કી ક્યાં મઝાલ કી હમે હરાયે,

જબ તક હમ ખુદ હારના ન ચાહે, 


દોડના હે, જીતના હે, હારના હે, 

લેકિન જીવન કી રેસ સે ડરના નહીં હે.


Rate this content
Log in

More gujarati story from Kajal Chauhan

Similar gujarati story from Drama