Bhanuben Prajapati

Tragedy Others

3  

Bhanuben Prajapati

Tragedy Others

લાગણીના હસ્તાક્ષર

લાગણીના હસ્તાક્ષર

2 mins
193


રેખા અને નીરવ બંને સાથે કોલેજમાં હતા. બંને વચ્ચે મિત્રતા ગાઢ હતી. પણ એકબીજાને સ્પષ્ટ કહી શકતા નહોતા કે, તેઓ એકબીજાને ચહે છે.

એકદિવસ રેખાની સખી પ્રીતિ તેને મળવા માટે કોલેજ પર આવી અને તેઓ સાથે મળીને હોટલમાં જમવા ગયા.

રેખાએ પ્રીતિને કહ્યું ; 'મારો મિત્ર નીરવ આપણી સાથે જમવા બોલાવી દઉં.'

પ્રીતિએ કહ્યું; 'એતો સારી બાબત છે.'

રેખાએ નીરવને ફોન કરી બોલાવી દીધો. બધાએ હોટલમાં ખૂબ વાતો, હસી, મજાક કરી પાછા ફર્યા, ત્યારે નીરવ ત્યાંથી એકલો એના બાઈક પર નીકળી ગયો. રેખા અને પ્રીતિ એમના એક્ટિવા પર ઘરે આવવા નીકળ્યા. ત્યારે પ્રીતિએ કહ્યું; 'રેખા હું તને સ્પષ્ટ શબ્દો કહી રહી છું કે તું નીરવને તારા દિલમાં તેના પ્રત્યે જે લાગણી છુપાયેલી છે એને તું વ્યક્ત કરી દે, બહુ મોડું ન કરીશ. થોડું મોડું થઈ જશે તો જિંદગીમાં તું નીરવને પણ મેળવવામાં અસફળ રહીશ.'

રેખાએ કહ્યું ; 'તારી વાત સાચી છે અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ પરંતુ અમે બંને એકબીજાને વ્યક્ત કરી શકતા નથી ખબર નહીં કેમ !'

પ્રીતિએ કહ્યું કે ; 'જ્યારે એકબીજા વચ્ચે લાગણીઓ ફેલાતી જાય ત્યારે જો તેને સમયસર વ્યક્ત કરવામાં ન આવે તો એને મુરઝાતા વાર લાગતી નથી.'

રેખાએ કહ્યું કે ; 'હું આવતા વીકમાં વેલેન્ટાઈન ડે છે તે દિવસે હું ચોક્કસ નીરવને પ્રપોઝ કરીશ.' પછીબંને છુટા પડ્યા

રેખાએ વિચાર્યું કે,મારા પ્રેમનો એકરાર વેલેન્ટાઈન ડે ના દિવસ કરીશ. રેખા, નીરવને પ્રપોઝ કરવા માટેનું બધું જ આયોજન કરી ચૂકી હતી. વેલેન્ટાઈન ડેનો દિવસ નજીક આવી રહ્યો હતો.

એ જ વખતે નિરવે રેખાને કહ્યું કે ; 'હું કહું તે જગ્યાએ તું પણ આવજે. કારણકે તું મારી ખુશીમાં સાથે રહે મને આનંદ થશે.'

રેખા કહે; 'વાંધો નહીં, હું તારી સાથે આવીશ પણ સાંજે મારી સાથે મારી જગ્યાએ તું મારી ખુશીમાં સામેલ થવા આવજે.' બંને જણા એક બીજાની વાત પર સહમત થયા.'

પ્રીતિ ગુલાબ લઈને તૈયાર થઈને નીરવે કહ્યા પ્રમાણે પહોચી ગઈ. પણ નીરવની સામે કોઈ બીજી સ્ત્રી ઊભી હતી અને તે નીરવને પ્રપોઝ કરી રહી હતી, નીરવ પણ એને પ્રપોઝ કરી રહ્યો હતો. બંને જણા એકબીજાને "આઇ લવ યુ"બોલતા હતા ત્યારે તરત જ રેખના મોઢામાંથી જાણે કે ઊંડી ચીસ પડી હોય એવો અહેસાસ થયો અને તેના હાથમાંથી ગુલાબ પડીને એના પગ નીચેથી સરકી ગયું, કારણ કે નીરવને પ્રપોઝ કરવાવાળું બીજું કોઈ નહીં પરંતુ એની મિત્ર પ્રીતિ હતી, એટલે તેને એ વાતનો આઘાત લાગ્યો કે લાગણીના હસ્તાક્ષર જ્યારે પોતાના લોકો જ ભૂંસી નાખે ત્યારે દિલની વેદના અસહ્ય બની જતી હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy