ક્યાં તું ક્યાં હું
ક્યાં તું ક્યાં હું
'પ્રેમ' અને 'નફરત' વચ્ચે અમે હંમેશા ફસાઈ જતાં. સમજાતુ નો'તુ કે, આ મોહબ્બત હતી કે નફરત ! મારી પાસે પૈસા હતા ને તેની પાસે દીલ હતું. પૈસાથી જીવતોને તે દિલથી ! પણ મારા ઈગોના કારણે તે હંમેશા મને નફરત કરતી. અમારી દુનિયા અલગ હતી. અમારા રસ્તા પણ અલગ હતા. પણ ખબર નહીં- કયારે કયા બે રસ્તા ભેગા થયા ! ને અમે મળી ગયા. તે પહેલી જ મુલાકાત અમારી- હું મારી કારમાં હતો ને, સરિતા તેની એકટીવા પર હતી. પણ, કોને ખબર હતી કે આ એક્સિડન્ટ આખી જિંદગી ચાલવાનું. નુકશાન તેની ગાડી કરતા વધારે મારી ગાડીનું થયું હતું. વાંક પણ તેનો જ હતો. "કોઈ આવી રીતે ગાડી ચલાવતું હશે ! જેવી રીતે તે ચલાવતી હતી. " પણ તે બિન્દાસ હતી ! એટલે જ શાયદ મારાથી બોલાય ગયુ-" ન આવડતી હોય તો ઘરે બેસાઈ એટલી ઓકાત તો નહીં હોય, તારી પાસે કે મારી ગાડીનો પૈસા ચુકવી શકે ?" ઓકાત ની વાત કરતા જ તે ભડકી ઊઠી -" શુ કીધું ઓકાત? અમારી પાસે ઓકાત હોય કે ના હોય પણ અમે ખુદારીથી જીવીયે છીએ; તમારી જેમ પૈસાની અકડ બતાવીને નહીં. "ખરેખર તે પાગલ હતી. ગુસ્સામાં તેને મારા પૈસા આપવાનુ કહી દીધું પણ આટલી મોટી રકમ...! આ ગુસ્સો અને પાવર બંને ફરી ભેગા થવાના હતા પણ કંઇ જગ્યાએ તે ખબર નહીં. અમે બંને ત્યાથી નિકળી ગયા. પણ ,મારુ દિલ તેના જ ખ્યાલમા ફરતુ હતુ. હુ તેને ફરી કયારે પણ મળવા નો'તો માગતો. પણ શુ ખબર હતી કે તે મને ફરી મારી જ ઓફીસમાં મળશે! બીજે દિવસે હું મારી બીજી ઓફિસ પર ગયો ને તે મને ત્યા અથડાણી લગભગ તે અહીં બે વષૅથી જોબ કરે છે .પણ મે તેને આજ સુધી કેમ નો'તી જોઈ! એ વિચાર કરતો જ હતો ત્યા તે બોલી : "તમે અહી ! મે કીધું હતું હુ પૈસા આપી દે એનો એ મતલબ નહી કે તમે મારો પીછો કરતા મારી ઓફીસ સુધી આવી જાવ." વગર વિચારે તે ઘણુ બોલી ગઈ. શાયદ તેને પણ ખબર નહીં હોય કે , આ મારી જ ઓફિસ છે એટલે...!"ઓ હેલો, તુ જેની સાથે વાત કરે છે ને આ તેની જ ઓફીસ છે .અને મને ખબર નો'તી કે તુ મારી જ ઓફીસમાં કામ કરે છે ; નહિતર આવા બેવકૂફ લોકો ને હુ મારી ઓફીસમાં કયારે પણ ના રાખુ ."ન જાણે મે પણ કેટલુ કંઇ દીધુ હતું તેને. એટલા વર્ષમાં અમે પહેલી વાર મળ્યા હતાં. મને તેનામા કોઈ ઈન્ટરસ નોતો! તો પણ મે તેના વિશે જાણવાની કોશિશ કરી કે -તે અહીં શુ કામ કરે છે. તે પરફેક્ટ જોબ વર્કર હતી. અને પપ્પાની ખાસ પણ હતી. પપ્પાએ જ તેને અહીં રાખી હતી. એટલે , મારાથી કંઈ બોલાય એમ ન હતુ. જયારે પણ મળતા અમે લડતા .પણ લડવામાં જાણે મજા આવતી હોય તેવુ લાગતુ. મે ધણી કોશિષ કરી કે અહીંથી તે જતી રહે. અને આખરે એક દિવસ તેને આ ઓફિસ છોડી પણ દીધી. સાયદ મારા જ કારણે- તે દિવસ અમે બિઝનેસ મિટીંગમાથી ઘરે આવતા હતા. અમે બન્ને એક જ કારમાં હતા ને હું મજાકના મૂડમાં ! રાતના દસ થઇ ગયા હતા . તો પણ મે ગાડીને ઉલટી દિશામાં લીઘી' એમ કહીને કે અત્યારે આ રસ્તો બંઘ છે એટલે બીજા રસ્તે જવુ પડશે.'મને ખબર હતી આજે તે કંઈ બોલવાની નથી .એટલે ,જાણી જોઈને મે એમ કહ્યું.
અમે એક લાંબા રસ્તા પર નિકળી ગયા. મને
નો'તી ખબર કે મારી ગાડીનુ એન્જિન ખરાબ છે .ગાડી એક સુનસાન રસ્તા પર ઊભી રહી, ત્યા આજુબાજુ કોઈ ન હતુ. દૂર દુર સુધી તો ગેરેજ પણ નજર નો'તુ આવતુ .હુ તેને મજા સખવા માગતો હતો. પણ સજા મને મળતી હતી. સમય ભાગતો હતો. કોઈ લીફ દેવા તૈયાર પણ ન હતુ .ને રાત ધણી થઈ ગઈ હતી. ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયા હતા. તે હવે હોશ ખોઈ બેઠી હતી. તેને ડર હતો કે, હજી વધારે મોડુ થશે તો ...! ઘરે શું જવાબ આપી ? તેને ગુચ્ચામા બઘી હકિકત કહી દીધી - "મારી દુનિયા અલગ છે .અમારા સમાજ ની છોકરી આખી રાત બહાર ફરે, અને તે પણ બીજા પુરુષ સાથે ! લોકો ન જાણે કેવી વાતો કરે તે વિચારથી હું ડરુ છું. મને મારા મમ્મી પપ્પા એ આઝાદી આપી ,જોબ કરવાની પરમીશન આપી .તેનો એ મતલબ નહી કે , હુ મારી હદ પાર કરુ ! તમારે શું ? આમારા જેવા નાના માણસોને આ બધુ વિચારવુ પડે ,તમે તો પૈસા બતાવી લોકોના મોઢા બંધ કરી દો. પણ અમે, શું કરીએ ! અમારી પાસે કંઈ જ ન હોય તો...? "તેની આખમા આશુ અને ડર બન્ને હતા. આજે પેહલી વાર મને તેના પત્યે હમદર્દી થતી હતી. પણ અત્યારે હુ કંઈ પણ કરવા અસ્મથૅ હતો. આખી રાત તે રડતી રહી ને હું ગાડી વાળા પાસે લીફ માગતો રહયો. મરી પાસે એટલી હિમ્મત નો'તી કે હું તેને હક કરી રડતી બંધ કરુ. સવારે વેહલા એક ગાડી મળી ને અમે બંને ધરે ગયા. તેને મને ઘર સુધી તો ન જ આવવા દીધો. મને આજે તેના વિશે લાગણી થતી હતી. પણ હવે શું જે થવાનું હતૂ તે થઈ ગયુ. જેવુ તે કે'તી હતી તેવુ જ થયુ .તેના પપ્પાએ તેની ઓફિસ બંધ કરાવી દીધી. બીજે દિવસે તે મારી કેબિનમાં આવી ને મારા હાથમાં 25000 નો ચેક આપી જતી રહી. હું તેને કંઈ કહ્યુ તે પેહલા તો તે નિકળી ગઈ હતી. હવે મને સમજાતું હતુ કે આમ આદમી ની જીંદગી કેવી હોય છે .અને તેના માટે તો પૈસા કરતા ઈજ્જત વઘારે માન્ય રાખતી હોય.મને તે દિવસ ઓફિસમાં પણ મન ના લાગયુ અને આખરે મે ફેસલો કરી જ લીધો કે હું તેને ફરી આ ઓફિસ મા લાવી. ગમે તેમ કરીને મે તેને આ ઓફિસ આવવા મનાવી લીધી . સમયની સાથે અમે ફેન્ડ બની ગયા .મને ખરેખર ખબર ના પડી કે હું તેના કારણે કેટલો બદલી ગયો હતો. મારો ઈગો તેને નફરત કરવા મજબૂર નો'તો કરતો હવે. કેમકે ,મારો ઈગો ખતમ થઈ ગયો હતો. તે દિવસ પછી હું કયારે પણ તેને મોડી રાત્ર સુધી ઓફિસમાં ન બેસવા દેતો. હજી પણ અમારી લડાઈ પુરી નો'તી થઇ નાની નાની વાતમા અમે ફરી લડી લેતા. આ દોસ્તી એક દિવસ પ્રેમ નુ સ્વરૂપ ધારણ કરશે એ ખબર નો'તી. દિલ મોહબ્બત ના બંધનમાં બઘાઈ ગયુ હતું. પણ, સરીતા અને સાગર ના મેળાપ શકય નો'તો.એ અમે બન્ને જાણતા હતા. એટલે હદ થી આગળ કયારે ગયા જ નહીં. એકબીજા ની સામે કયારે એકરાર પણ ના કરી. સાયદ કિસ્મત અમને મળાવા માગતી હતી. એટલે જ તો આજે અમે હમસફર સાથી છીએ. વગર કંઈ બોલે અમને ઘણુ મળી ગયું એક એક્સિડન્ટ આખી જિંદગી સાથે જીવવાનુ બાનુ બની ગયુ. બાકી કોને ખબર હતી કે -બે અલગ દુનિયાના માનવી પોતાની એક દુનિયામાં બનાવી જીવી લે'શે.