Hitakshi buch

Drama Fantasy

3  

Hitakshi buch

Drama Fantasy

કુણી લાગણીના સથવારે

કુણી લાગણીના સથવારે

3 mins
14.3K


કુણી લાગણીના સથવારે જીવનમાં સાથે રહેવાના કોલ એટલે જ અતૂટ પ્રેમ :- swapn prayan

૧૯ નવેમ્બર એટલે આપણે સૌ મેન્સ ડે (પુરુષ દિવસ) ની ઉજવણીમાં રચ્યા પચ્યા રહ્યાં. હા ચોક્કસપણે ઘરના મોભી એવા પુરુષને સન્માન અને સત્કાર આપવા માટે આ દિવસ કદાચ ઉજવવા માં આવતો હશે. 

આજના સમયમાં સ્ત્રી અને પુરુષ ને સમોવડીયા ગણી સમાજમાં બંનેને સરખું માન આપવામાં આવે છે એ બિરદાવવા જેવી બાબત ચોક્કસ છે. પરંતુ મેન્સ ડે કે વિમેન્સ ડેની ઘણાંના જીવનના તાદ્શ ઉદાહરણ બનું ગયા છે. આપણા સમાજમાં વધુ નહીં પણ કેટલાક પુરુષો એવા જરૂર છે જેમને આ દિવસની જરૂર નથી. 

છેલ્લાં થોડાં સમયથી કાનન એક પુરુષના પરિચયમાં હતી જેનો પ્રેમ જોઈ એને હમેંશા આવા સાથીની ઝખનાં થતી રહી છે. ૭૦ વર્ષે પણ અગત્સ્ય તેમના પત્નીને જે રીતે હૂંફ આપે છે એ જોઈ કાનન તો શું પણ ભલભલા એકવાર વિચાર કરતા થઈ જાય. હમણાં થોડા સમય પહેલા કાનનને એમના ઘરે જવાનું થયું. 

અમારી મુલાકાત દરમિયાન એણે જોયું કે અગત્સ્ય તેમના પત્ની મીરાંને વારંવાર રસોડામાં જઈને મદદ કરતા હતા. કાનનને થયું કે એ એમની કદાચ આદત હશે. અથવા તો તેમને મીરાંની હારોહાર કામ કરવું ગમતું હશે. એ દિવસે તો મારા મનમાં વિચારોના ઘોડાને કાબુમાં રાખી કાનન તેના ઘરે પછી ફરી. 

એકાદ અઠવાડિયા પછી ફરી અનાયાસે કાનન તેમને મળી. ગાંધીનગરના અક્ષરધામ મંદિર માં. ત્યાં પણ કાનનને અગત્સ્ય નું વર્તન કઈક અલગ લાગ્યું. જ્યાં પણ તે જતા મીરાં ને સૂચના આપતા. તેમનો હાથ પકડી ચાલતા. તેમના વચ્ચે આ પ્રેમ છે કે... આ સવાલ હવે કાનનને સતાવવા લાગ્યો હતો. છતાં થોડીવાર હજી આખી પરિસ્થિતિનો યોગ્ય ચિતાર મેળવવા એ મથતી રહી. 

મંદિરના પગથિયાં પાસે પણ એમણે મીરાંને વારંવાર ટોકયા કર્યા. નીચે ઉતારતા જાણે કે મીરાંને કઈ ખ્યાલ જ ના હોય એમ વર્તન કરતા હતા. હવે કાનનાના સંયમની પરાકાષ્ઠા આવી ગઈ હતી. છેવટે એનાથી ન રહેવાયું અને એણે અગસ્ત્યને પૂછી જ લીધું, " અંકલ માફ કરશો, હું તમારાથી ઘણી નાની છું પરંતુ હું ક્યારની જોવું છું કે તમે આન્ટીને વારંવાર ટોકી રહ્યાં છો. એમને પોતાની રીતે કઈ પણ કરવાની આઝાદી નથી આપતા. તમારુ વર્તન ઘરે પણ કંઈક આવું જ હતું. વાત શું છે? આ ઉંમરે આ રીતનું વર્તન કે અવિશ્વાસ તમને શોભતો નથી. હું આની પાછળનું કારણ જાણી શકું ?" 

કાનનનું અગત્સ્ય પ્રત્યેના વર્તનથી મીરાં અકળામણ અનુભવી રહી હતી. હજી મીરાં આ અંગે કોઈ ફોડ પાડે એ પહેલાં અગત્સ્ય એ સ્મિત સાથે કાનનને બેસવાનો ઈશારો કર્યો. ત્રણે જણા એક બેન્ચ પર બેઠા. 

અગત્સ્ય એ કહ્યું, " પહેલાં તો હું તને તારી આ બારીકાઈ માટે અભિનંદન આપું છું. રોજ ઘણાં લોકો અમને જોતા હોય છે પરંતુ એ લોકો મુક પ્રેક્ષક ની જેમ રહેવાનું પસંદ કરે છે. હવે જ્યારે તે નીડરતાથી આ પ્રશ્ન ઉઠાવ્યો છે તો મને હકીકત તારી સામે મુકતા કોઈજ સંકોચ નથી. બેટા તારા આન્ટી ને વર્ષ ૧૯૯૨થી માત્ર એક જ આંખમાં દ્રષ્ટિ છે. એટલે કે એ માત્ર એક જ આંખે જોઈ શકે છે. પરિણામે ઘણી વાર એમને ચાલવામાં મુશ્કેલી પડે છે. અને આજ કારણે મેં ૧૯૯૨ પછી એમને ક્યાંય એકલા છોડ્યા નથી. 

તેમણે મને એન્ડ ઘરને આટલી પીડા અને લાગણીઓમાંથી પસાર થવા છતાં સંભાળી લીધા છે. અને અવિરત આટલા વર્ષોથી એક પણ ફરિયાદ વગર હસતા મુખે લોકોની મદદ અને ચિંતા કરી છે. તો પછી મારુ તેને સાંભળવું સ્વાભાવિક પ્રતિક્રિયા જ છે ને. મારા અંતિમ શ્વાસ સુધી હું એને તકલીફ ના પડે એ માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો કરતો રહીશ. 

મને બીજા યુગલોની જેમ ભેટ સોંગતો કે વારંવાર હું તને પ્રેમ કરું છું કહેતા નથી આવડતું અને આવડશે પણ નહીં. પણ મને ખબર છે મીરાં ને કેમ સુખી રાખવી." આટલું સાંભળતાની સાથે કાનનના શૂન્યમનસ્ક મુખ જાણે લાગણીઓનું ઘોડાપુર ઊભરાઈ આવ્યું, "અંકલ મારી પાસે શબ્દો પર્યાપ્ત નથી મારી લાગણી દર્શાવવાના. ખરા અર્થમાં સંબધને કેમ કુણી લાગણીના ખુલા આકાશમાં મુક્તપણે વિકસાવી શકાય એ કોઈ તમારી પાસેથી શીખે. તમને અને તમારી લાગણીઓ ને કોટી કોટી નમન." 

આટલું કહી કાનન અલૌકિક તૃપ્તતા ના અહેસાસ સાથે ત્યાંથી બહાર નીકળી.


Rate this content
Log in

Similar gujarati story from Drama