STORYMIRROR

Kalpesh Patel

Drama Fantasy Thriller

4  

Kalpesh Patel

Drama Fantasy Thriller

કસબી

કસબી

3 mins
5

કસબ

અગિયારમા ગ્રહ ઋષિ પરથી એક હવા યાન નીકળ્યું હતું. તે યાનમાં ત્રણ સ્પુટનિક હતા, કલર્ન, જુમરા અને એક નાનકડી જીવંત ક્રિસ્ટલમેઇઝ રીયા.

ઋષિના  શહેનશહે, આ ત્રણેયને એક ખાસ મિશન આપ્યું હતું – ગ્રહ મંડળનાં ત્રીજા ગ્રહ પૃથ્વી પર જઈને માનવોનાં દિલનો રંગ લઇ આવો.  ત્યાંના મનુષ્યોના અદ્રશ્ય દિલમાં એવા રંગો છે જે વારે વારે બદલાઈ જાય એવા અજીબ, જે આ સૂર્ય મંડળનાં કોઈ બીજા ગ્રહમાં નથી.

એક મધ્ય રાત્રીએ ઋષિ ગ્રહનું વાલ્કેશ્વરનાં સી ફેસ, હાઈ રાઇઝ એપાર્ટમેન્ટનાં ટોપ ફ્લોર ઉતર્યું.
એપાર્ટમેન્ટ વાળા ઊંઘમાં હતા, પણ એક લેખક, મોબાઇલ લઇ પ્રતિલિપિનાં આજના વિષય માટે સ્ક્રોલ કરી રહ્યો હતો. તેણે ગગનમાંથી તેઝ લિસોટો ઉપસી અહીં અટકતો જોયો. તે દોડતો દોડતો ત્યાં પહોંચ્યો, જ્યાં ખુબજ ઠંડક વેરતા એક મોટા પરપોટા જેવું કાંઈ ઝગમગી રહ્યું હતું.

ઋષિ ગ્રહની ત્રિપુટી  પૃથ્વી ઉપર અંધકાર મા એલ ઈ ડી ની રંગીન અજાયબ દુનિયા જોઈ આવક થઈ. ત્યાં યાનની બારીએથી ખુમરાની ચકોર નજરે, લેખકને મોબાઇલ સાથે ગડ મથલ કરતો જોયો અને. તેને પાસે બોલાવી કહ્યું.

"અમે તારા મિત્ર છીએ ;તારે ડરવું નહીં. અમને તારી મદદ જોઈએ છે. તારું નામ શું છે, આ જગ્યા કઈ છે. આ આખો મલક સૂતો છે ત્યારે તું, આ નીચી મૂંડી એ શું કરી રહ્યો છું?"

લેખકે મોબાઇલ બાજુ મૂકી વિચાર્યું, મુકો મોબાઇલ બાજુમાં, અહીં કોઈ અલગ ટીપ છે, અને તેમાં મારી વાર્તા વાયરલ થાય તેમ છે.

તેણે કહ્યું મારું નામ ગોપાલ,અને આમ જૂવો તો હું નશેડી છું,. રોજ અજાયબ અટપટા મનઘડત વિષયો પર મારી કલમ ચાલવાનાં રવાડે આ પ્રતિલિપિ વાળાએ ચડાવી દીધો છે. અને આજે સાડાબાર થયાં છે. “કલમ કોઈની સાડાબારી નથી રાખતી,

એ કહેવતને,આજકાલ મારી કલમ પ્રતિલિપિના રવાડે, ચડેલી હોઈ ખોટી પાડે  છે.
રોજ મધ્ય રાતે,તે લાચાર થઈ  લિપિ કયો રંગ  વવેરશે ? તેની મૂંઝવણમા રાહ જોવે છે .
કલર્ન અને ખુમારાએ તેના હાથમાં રીયા (સ્ફટિક જીવ) મૂકાયો. અચાનક સ્ફટિક ઝગમગી ઉઠ્યો – લાલ, નિલો, સોનેરી, લીલો… પણ છેલ્લે સ્થિર થયો ઘેરો જાંબલી રંગ;

કલર્ન આશ્ચર્યમાં બોલ્યો – 
આ રંગ તો શક્તિ અને કરુણા બંનેનો છે. તારા હાથની કલમમા  તો, આશાનો દરિયો છે.

આ વાતચીત દરમ્યાન એપાર્ટમેન્ટનાં બીજા લોકો જાગ્યા,અને મોટો પરપોટો જોયો. કોઈ ડરી ગયા, કોઈ ભાગી ગયા. પણ ગોપાલ કલમ સાથે ઊભો રહ્યો. ઝિયાએ બધાને સ્પર્શ કર્યો , અને દરેકના દિલનો અસલ રંગ બહાર આવવા માંડ્યો કોઈનો પીળો આનંદભર્યો, કોઈનો લાલ ગુસ્સા વાળો પામ મૉટે ભાગે કાળો રંગ ડરથી નીરશા થી ભરપૂર. આ સૌમાં ગોપાલ નો રંગ; સફેદ શાંતિનો હતો.

લોકો આશ્ચર્યમાં પડી ગયા કે  અજીબ રંગોની દુનિયા મા તેમની અંદર નિરાશા રહે છે.


એલિયનોએ કહ્યું ગોપાલ, તું તારી કલમ અમને આપ. “તેને અમે હવે અમારા ગ્રહ પર લઇ જઈશું. આ બધામા તારી કલમનો રંગ નિર્મળ છે. હવે આ રિયા ક્રિસ્ટલ તારી પાસે રાખજે, જે તારી કલમને  સ્થિતિનો સાચો રંગ બતાવશે. તું તારી કલમનો જાદુ ફરકાવાનું   ચાલુ રાખજે.
તારી કલમ નો નિખાર આ ટ્રેસમય સંસારમા માનવની સૌથી મોટી શક્તિ – બની રહેશે .



પરપોટો ફૂટી ગયો. પણ વાલ્કેશ્વરનાં સી ફેસ એપાર્ટમેન્ટની રાત હવે ક્યારેય પહેલા જેવી નહોતી.

એ રાતે ગોપાલને ખબર પડી કે તે માત્ર માંસ અને હાડકાંનો માળો નથી, તે કલમનો "કસબી" છે. તેની કલમ રંગોથી ભરેલી છે. તેની કલમ કોઈ પણ લિપિની મહોતાજ નથી કે, તે દાણા વેરે અને નાચે.

લિસોટો  એપાર્ટમેન્ટનાં ટોપ ફ્લોરથી પાછો વળી ગગનમા વિલીન થયો,ઋષિ ગ્રહનાં એલિયન પ્રતિલિપિના રવાડે ચડેલા ગોપાલને તેની કલમનાં કસબનો પરિચય કરાવતા ગયા.

અરબી સમુદ્રનાં ઉછળતા મોજા જેવો અજીબ ઉમંગ હવે કસબી ગોપાલની કલમ અનુભવી રહી હતી.



Rate this content
Log in

Similar gujarati story from Drama