Kinjal Pandya

Drama Fantasy

5.0  

Kinjal Pandya

Drama Fantasy

કૃષ્ણ દિવાની રાધા અને રુકમણી

કૃષ્ણ દિવાની રાધા અને રુકમણી

5 mins
1.2K


કૃષ્ણ અને રુકમણીના જ્યારે લગ્ન થયા હશે ત્યારે રાધા એ શું રીએકટ કર્યુ હશે???... અને રુકમણીને કૃષ્ણની ગર્લફ્રેન્ડ રાધા વિશે ખબર પડી હશે ત્યારે એનું શું રીએક્શન હશે???

કૃષ્ણ રાધા અને રુકમણી બંને ને કેમ કરીને પ્રેમ કરતો હશે???


આ તો મને વિચાર આવ્યો.... તો થયું ચાલો ને બધાના હૈયા ટટોલી જોઉં.


રાધા એ રુકમણી ને પત્ર લખ્યો હશે... અરે એમ માનો ને વોટ્સએપ કર્યો હશે..


રાધા: હાઈi! રુકમણી... હું રાધા... માધવે તને મારી વાત તો કરી જ હશે પણ આપણે ક્યારેય વાત નથી કરી તો થયું તને મેસેજ કરી દઉં.

કેમ છે તું???

તારા ફોટા જોયા ખરેખર તું ખૂબ જ સુંદર દેખાય છે. તારી નમણી આંખો, તારો ચહેરો, તારા લાંબા વાકળિયા વાળ અને ગુલાબની પાંખડી જેવા તારા હોઠનું તો પૂછવું શું !!

પછી મારો માધવ પણ મોહી જ જાય ને તારા પર.

તું ફ્રી હોય ત્યારે મળવાનું ગોઠવ. આપણે મળીયે તો ખરા.


રુકમણી: ઓહ! હેલો રાધા.. હાઉ આર યુ??? યાર તને કેટલા સમયથી શોધું છું. તું કયાં છે. મારે પણ તને મળવું છે. તને જોવી છે. મારા કાનાને જેણે ઘેલો કર્યો એ છે કોણ??

તું આવ કાલે આપણે મળીયે.


રાધા: ના હું ત્યાં તને મળવા ન આવી શકું.

રુકમણી: પણ કેમ????? શું થયું???

રાધા: કૃષ્ણ અમને પાછો ગોકુળ આવશે એમ કહી ગયો છે. મને વચન આપ્યું છે, તો એ જ આવશે હું એના દ્વારે નહીં આવું.

રુકમણી: પ્રેમમાં અહમ્ને સ્થાન નથી.

રાધા: હા જાણું છું પણ પ્રેમમાં વચનનું ખૂબ જ મહત્વ છે.

રુકમણી: સાંભળ્યું હતું તારા ગજબ પ્રેમ વિશે હવે અનુભવવા પણ મળશે.

રાધા: આજે સન્ડે છે તારો કૃષ્ણ સાથે કોઈ પ્રોગ્રામ ન હોય તો સાંજે ડીનર માટે મળીયે.


રુકમણી: હું તને બપોર સુધી માં જણાવું. મારે પણ તને મળવું તો છે જ. એવરી સન્ડે કનૈયો દ્વારકાના દરિયે જ ફરવા લઈ જાય છે એને બીજું કંઈ સૂઝતું જ નથી ને... મને પણ દરિયો જ ગમે છે તો એ પણ શું કરે. હંમેશા એની સાથે જ હોઉં છું આજે તને આવીને મળું.

રાધા: અરે વાહ, અમે પણ દરરોજ યમુના કિનારે જઈને જ બેસતા. એની પણ એક અલગ જ મઝા છે યાર.

સારું તું મને જણાવ. હું આજે ફ્રી જ છું.

રુકમણી : ઓકે, સી યુ સુન.


રુકમણી: ગુડ મોર્નિંગ માઈ લવ.

કૃષ્ણ: ગુડ મોર્નિંગ સ્વીટહાર્ટ.

રુકમણી: તું તારા કામમાંથી ફ્રી થાય એટલે શાંતિથી મળજે.

આજે લંચ માટે બહાર જશું કે ઘરે જ કંઈ તારુ મનગમતું બનાવું??


કૃષ્ણ: ડીઅર આજે સન્ડે છે તો ઘરે બનાવવાનું રહેવા જ દે. બહાર જ જઇશું..તું મસ્ત રેડી થા હું હમણાં દ્વારકા નું એક ચક્કર લગાવી આવું. અને હા કોઈ મસ્ત કોંટીનેન્ટલ રેસ્ટોરન્ટ શોધી રાખ આજે ત્યાં જ જશું.

રુકમણી: અરે વાહ મારા કાનજી. હમણાં તૈયાર થઈ જાઉં. પણ.....

કૃષ્ણ: શું થયું પણ કેમ આવ્યું??????

રુકમણી: પણ હું પહેરું શું???

કૃષ્ણ: કેમ કાલે જ તો તું મોલમાં શોપીંગ કરવા ગઈ હતી કંઈ લીધું નહી ??

રુકમણી: મને શું ખબર તમે મને લંચ ડેટ પર લઈ જવાના છો??

હું તો ડિનર ડેટ માટે ના લાવી હતી.

કૃષ્ણ: તું જે પહેરે એ બધામાં જ તું મને ગમે... કંઈ પણ મને ગમશે.

રુકમણી: તો પણ!!!!??????

કૃષ્ણ (મનમાં): મારી ગાંડી રાધાને તો આવું કંઈ જ નથી આવડતું. કેવી રંગબેરંગી ચણિયાચોળી પહેરી ને ઘેલી ઘેલી મળવા દોડી આવતી. અરે ઘણીવાર તો મેં એનો ચોટલો ગૂંથ્યો છે. પણ એને મારા સિવાય કંઈ યાદ રહેતું??? તદ્દન ઘેલી છે ઘેલી.

રુકમણી : કૃષ્ણ તું કયા વિચારોમાં રાચે છે??? બોલ હવે જલદીથી..

કૃષ્ણ: સારું તો પેરિસથી તને ગાઉન લઈ દીધું હતું ને એ જ પહેરી લે, સરસ દેખાશે.

રુકમણી: ચાલ હવે મને મોડું થાય છે હું તૈયાર થઈ જાઉં છું.

કૃષ્ણ અને રુકમણી લંચ માટે બહાર જાય છે. પ્રેમ થી બંને જમે છે. જમતા જમતા રુકમણી વાત છેડે છે રાધાને મળવાની..


રુકમણી: કૃષ્ણ, મારે કંઇ કહેવું છે તને..

કૃષ્ણ: બોલ ને, એમાં ખચકાય છે કેમ?

રુકમણી: કૃષ્ણ આજે સાંજે હું રાધા ને મળવા જાઉં છું.

કૃષ્ણ જરા અટકી જાય છે, રાધાનું નામ સાંભળીને જાણે કૃષ્ણનું હદય એક ધબકાર ચૂકી જાય છે.

કૃષ્ણ: રાધા!!.. રાધા??? અચાનક??? તમે કયાં મળશો??? અને વળી તમારું આ મળવાનું ગોઠવ્યું કોણે???

એક શ્વાસે કૃષ્ણ અનેક પ્રશ્નો પૂછી નાખે છે.

રુકમણી: અરે કૃષ્ણ!!! થોડી હૈયે હામ ધર. આજે સવારે રાધાનો જ મેસેજ આવ્યો હતો. થોડી વાત કરી પછી બંને ને જ એકબીજાને મળવાની ઈચ્છા જાગી તો સાંજે મળવાનું ગોઠવ્યું છે.

કૃષ્ણ: એ દ્વારકા આવે છે????

રુકમણી: ના એણે દ્વારકા આવવાની ના કહી છે. કહે છે કૃષ્ણ મને મળવા આવવાનું કહી ગયો છે તો એ જ આવશે અહીં, હું દ્વારકા નહીં આવું.

કૃષ્ણ: તો હવે કયાં મળશો????

રુકમણી: જોઈએ હવે એ કયાંનું કહે છે. મેસેજ કરી જોઉં..

હાય રાધા..... રાધા, આપણે સાંજે કયાં મળીએ???

અને કેટલા વાગે???

રાધા: હાય રુકમણી, સોરી તારો હમણાં મેસેજ જોયો, ગાય ચરાવવા ગઈ હતી. કોઈવાર યમુના કિનારે નેટ નથી પકડાતું.

વૃંદાવન અને મથુરાની વચ્ચે સીસીડી છે ત્યાં જ સાંજે છ ની આસપાસ મળશું.

રુકમણી:ઓકે... ડીઅર.. સી યુ સુન.


હાય રાધા... હું રુકમણી...

ઓહ હાય રુકમણી... તું મને કેમ કરીને ઓળખી ગઈ???

મારા કૃષ્ણની આંખોમાં તને

જોઈ છે.

આવ સખી અંદર જઈને વાતો કરીએ.

રુકમણી તું શું લઈશ??

કેપેચિનો..

અરે વાહ મને પણ એ જ ભાવે છે.

બે કેપેચિનો....

રાધા... હંમમમમ બોલ સખી.

રાધા તું આબેહૂબ એવી જ છો જેવી તને મારા કૃષ્ણ એ વર્ણવી હતી.

રુકમણી મારો કાન કેમ છે????? મને યાદ કરે છે??? એને ગોકુળ યાદ આવે છે???

રાધા તારો કાન તને ખૂબજ યાદ કરે છે અને ગોકુળ ના નામના ધબકારે જ તો એ જીવે છે. ગોકુળમાં બધા કેમ છે???

સૌ કુશળ મંગલ.

રુકમણી તું પણ ખૂબ જ સુંદર છે અને સાથે સુશિલ પણ. તને જોઈ ને હવે મારા હૈયામાં ટાઢક થઈ.

મને પણ રાધા.


રુકમણી કૃષ્ણ તારો જ છે, તું મનમાં કંઈ જ ન રાખતી.

પણ કાન તો એ તારો જ રહેશે રાધા.

રાધા... એનું હૃદય હું છું તો એ હૃદયનો ધબકાર તું જ છે.

એણે કહેવડાવ્યું છે કે એ જરુર એકવાર પાછો ગોકુળ આવશે. અને એ ન આવે તો હું લાવીશ.

એને કહેજે કે તારી રાહમાં આ રાધા સંગ આખું ગોકુળ જીવે છે.

પાછા જલદી મળશું,

ચાલ સખી જાઉં હવે ઘરે. જયશ્રી કૃષ્ણ.

ના રાધા... જયશ્રી રાધા કૃષ્ણ બોલ.


રાધા અને રુકમણી બંને નો કેવો નિખાલસ અને પવિત્ર પ્રેમ.. કાનુડો તો ધન્ય જ થઈ ગયો હશે...

રાધા - કૃષ્ણ - રુકમણી... પવિત્ર પ્રેમની માળા.


જયશ્રી રાધા કૃષ્ણ સૌને।


Rate this content
Log in

Similar gujarati story from Drama