કરામતી ચિત્રકાર
કરામતી ચિત્રકાર
રસ્તા પર એક નાની છોકરી ચિત્રોનું વેચાણ કરતી હતી. તેના ચિત્રો જોઈ એક ચિત્રકાર ત્યાં ઊભા રહી બધા ચિત્રોનું નિરીક્ષણ કરતા મનમાં વિચારવા લાગ્યો કે, " ગજબની કરામત કરી છે આ ચિત્રોમાં ! આ કરામાતી ચિત્રકારને મળવું પડશે. આતો રસ્તા પર વેચવાના નહીં પણ મોટા મોટા ચિત્રકારોની હરોળમાં આવે તેવા ચિત્રો છે."
છોકરીને પૂછ્યું કે, " આ પેઇન્ટિંગનો શું ભાવ છે ?"
છોકરીએ હસતા જવાબ આપ્યો, " જે ગમે તે 500 રૂપિયા."
પેલો ભાઈ વિચારમાં પડી ગયો કે આ ચિત્રોની કિંમત તો લાખોમાં આવે એમ છે પણ માત્ર 500 માં ?
ફરી છોકરીને પૂછ્યું, " આ ચિત્રો તે બનાવ્યા છે ? તું ભણે છે ?"
"ના..! મેં નહીં મારા પપ્પા એ બનાવ્યા છે અને હું અહીં વેચું છું, ભણતી નથી." હસતા જ જવાબ આપ્યો.
" ક્યાં છે તારા પપ્પા મને મળાવીશ ?"
"હા..! સામે જ તો મારુ ઘર છે ચાલો."
ઘરે જતા જે જોયું પેલો ભાઈ દુઃખ સાથે નવાઈ પામ્યો.
છોકરીએ જઈ તેના પપ્પાના મોમાં રહેલી કલરની પીંછી કાઢી કહ્યું, "પપ્પા તમને કોઈ મળવા આવ્યું છે."
