STORYMIRROR

Hardik Parmar

Tragedy Children

3  

Hardik Parmar

Tragedy Children

કોરોના ના રોકો

કોરોના ના રોકો

1 min
137

મમ્મી...મમ્મી... કરતાં દિયા તેના મમ્મી સામે દોડીને જઈ રહી હતી, ત્યાં જ દાદીએ આવીને તેને પકડી લીધી અને દરવાજે ઉભેલા તેના દીકરા અને વહુને કહ્યું, "હું સાચવું છું તમે આવો જલ્દી."

પતિ પત્ની બન્ને ડોક્ટર; કોરોનાકાળમાં કામનું ખૂબ જ ભારણ અને આખો દિવસ પી.પી.ઈ. કીટ પહેરીને દર્દીની તકેદારી રાખવાની ખૂબ જ કપરી પરિસ્થિતિ હતી. બન્ને પોતાની પી.પી.ઈ. કીટ કાઢી અને પોતાને સૅનેટાઇઝ કરી નાહીને પછી પોતાની બે વર્ષની દીકરીને મળી સાથે જમવા બેઠા. છેલ્લા દોઢ મહિનાથી આ જ નિત્યક્રમ હતો. પતિ પત્ની દર્દીની સારવાર સાથે પોતે પણ ખૂબ જ તકેદારી રાખતા હતાં. 

આજે ઘરમાં બધા ચિંતામાં બેઠા હતાં; બા પૌત્રીને ખોળામાં બેસાડી માથામાં હાથ ફેરવી રહ્યા હતાં. સાંજ પડી એટલે દિયા દરવાજા પાસે ઉભી રહી ગઈ અને બહાર મમ્મી-પપ્પાના આવવાની રાહ જોવા લાગી. દાદા તેની પાસે આવ્યા અને એટલું જ કહ્યું, "હમણાં આવશે મમ્મી પપ્પા ચાલ પહેલા જમી લે" આટલું બોલતા દાદાની આંખનું એક આંસુ દિયાના હાથ પર પડ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy