કોણ મહાન (ઝેન કથા)
કોણ મહાન (ઝેન કથા)


બે શિષ્યો વચ્ચે બંનેમાંથી કોણ મહાન એ વિષયને લઈને તકરાર ચાલી રહી હતી.
પહેલો શિષ્ય બોલ્યો, "હું મહાન છું."
આ સાંભળી બીજો બોલ્યો, "રહેવા દે... રહેવા દે... તારા કરતા હું મહાન છું."
આમ કોઈ નમતું લેવા તૈયાર નહોતું પરિણામે બંને વચ્ચેની તકરારે ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું. આ જોઈ તેમના ગુરુને ખૂબ દુઃખ થયું. બંનેની તકરારનું નિવારણ લાવવા ગુરુએ તેમને કહ્યું, "જે બીજાને મહાન ગણે તે જ સાચા અર્થમાં મહાન છે."
ગુરુની વાત સાંભળી પહેલો શિષ્ય બીજા શિષ્યને બોલ્યો, "તું મહાન છે."
આ સાંભળી બીજો બોલ્યો, "રહેવા દે... રહેવા દે... મારા કરતા તું મહાન છે."
હવે બંનેની તકરારનું સ્વરૂપ બદલાયું!
(સમાપ્ત)