Kaushik Dave

Comedy Fantasy Inspirational

3  

Kaushik Dave

Comedy Fantasy Inspirational

કોમન મેન

કોમન મેન

1 min
254


હાય.. કેમ છે વરૂણ ?

બસ સારૂં છે.. રણવીર..

પણ.. થયું શું હતું ?

અરે..જવાદે ને..

પણ..કહે તો ખરો..

હમણાં બે દિવસ પહેલા જ...પહેલા..જ

અરે.. વરૂણ અટકી કેમ ગયો.

વાત એમ છે કે બે દિવસ પહેલા જ મેં લક્ષ સાબુ ફેંકી દીધો.

પણ કેમ ? તને તો બહુ પસંદ હતો.

હા.પહેલા પસંદ હતો..એ વાપરું એટલે ખૂબસૂરત હોવાનું ફીલ થતું હતું..પણ..પણ.. પછી...

પણ.. પછી.. પછી..કેમ ?

પછી થયું કે આ આપણને ના પોસાય.. ખૂબસૂરત હોવું અને ખૂબસૂરત ફીલ થવું..એ અલગ વાત છે.

હા..તારી વાત સાચી છે. પછી કયો સાબુ લીધો..

જો રણવીર આપણને અમીરી ફીલ થવાની મજા નહોતી આવી. ને આમેય લક્ષ વગર પણ હું છું..જ....સમજી ગયો ને !

હા..હા..સમજી ગયો..પણ તું કંઈ બોલતો નથી... કે કયો સાબુ...

ઓહ્. હું તો વાતો વાતોમાં તને કહેવાનું ભૂલી જ ગયો.જો આપણે રહ્યા કોમન મેન.. એટલે.. એટલે...

એટલે તે ઘરમાં બનાવેલો સાબુ...

ના રે ના.. 

તો.. તું કંઈ ક તો બોલ..

હા..ચાલ.. કહુ..બે દિવસથી સંતુર સાબુ..આહ...કોમન મેન હોવાનું ફીલ થયું..અને કોમન મેન તો છું જ....

બસ આટલી વાતમાં તો તેં મને ગોળ ગોળ ફેરવ્યો.

એમાં શું..આ સાબુની એડવાળા આપણને કેટલા ગોળ ગોળ ફેરવે છે.. વાસ્તવિકતાથી..પણ..દૂર...

હા તારી વાત સાચી છે..

જો રણવીર. ખૂબસૂરતી ચહેરાથી નહીં..પણ મનની સુંદરતામાં છે.

ને હા તને પેલી નાની બેબીની પ્રાર્થના તો યાદ હશે જ...

ના.. હું ભૂલી ગયો છું...

ચાલ હું તને કહું...

એક નાની બેબી માતાજી પાસે પ્રાર્થના કરે છે.

મનકી સુંદરતા કો, વ્યક્ત કરને આઈ હું

મેં અકેલી તેરે દર પે કુછ માંગને કો આઈ હું.


Rate this content
Log in

Similar gujarati story from Comedy