STORYMIRROR

Akbar Birbal

Classics Comedy

0  

Akbar Birbal

Classics Comedy

કંકણ અને કેસની ગણત્રી.

કંકણ અને કેસની ગણત્રી.

1 min
708


કરો ન કદીએ કોય, ઠઠા બાજી ઠીક ગણી,

હાંસી ઉલટી હોય, તજો ટેવ એ તમ તણી.

એક દીવસ દરબાર બરખાસ્ત થયા બાદશાહે બીરબલને રંગ મહેલમાં લઈ જઇ હાસ્ય વીનોદની વાતો કરવા લાગ્યા. આ સમે શાહે બીરબલને પુછ્યું કે, તમારી મનોરમાના હાથમાં કેટલાં કંકણ છે !' બીરબલે કહ્યું કે, 'હજુર ! મારી કોમલાંગીના હાથ ઉપર મારી નજર દીવસ કોભરમાં સમેજ પડે છે, તેમજ મારા હાથ સાથે તેનો હાથ ઘણીજ થોડીજ વખત લાગતો જણાય છે, તો પણ ખાત્રીથી કહું છું કે જે જગાએ આપ નામવરની વારંવાર નજર પડે છે તેમ આખા દિવસમાં સેંકડો વખત આપ નામદારનો હાથ કર્યા ફરે છે તે દાઢીના જેટલા કેશ છે તેટલાજ કંકણ છે, માટે દાઢીના કેશ ગણી લો એટલે કંકણની ગણત્રી પણ થઇ જ જશે !' બીરબલનો આવો ઉત્તર સાંભળી બાદશાહ ચુપ થઇ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics