" કલ્પવૃક્ષ "
" કલ્પવૃક્ષ "


"સર, કલ્પવૃક્ષ હોય છે ? તમે શું માનો છો ?" પૌરાણિક માન્યતાઓ અને તેનો આધાર પર ડૉક્ટરેટ પૂર્ણ કર્યાની વધામણીના સેમિનારમાં ઋષિકેશને શ્રોતાગણમાંથી પ્રશ્ન પૂછાયો.
"તેનો મારી પાસે કોઈ વૈજ્ઞાનિક આધાર નથી."ઋષિકેશના આ જવાબ સાથે સેમિનાર પૂર્ણ થયો.
પણ સવાલ મનમાં ઘુમરાવા માંડ્યો.
પપ્પાના ગયા પછી...
"મમ્મી , કાલે મારી ફી ભરવાની છે અને બીજા દિવસે ભરાઈ ગઈ જ હોય, મમ્મી આજે વરસાદ આવ્યો છે. એ વાક્ય પૂરું પણ ના થાય ત્યાં તો ભજિયાનો લોટ ડોવાઈ પણ ગયો હોય, જે વિચાર્યું હોય દરેક જન્મદિવસ પર એ જ થાય, ભેટ પણ એ જ મળે જે જોઈતી હોય, કોને પ્રેમ કરો છો એ પણ ખબર પડે અને એની સાથે લગ્ન પણ કરાવી દેય.
જનેતા એટલે બીજું શું ? અને એ જ જનેતાને..?
ઋષિકેશની આંખમાંથી ટપ, ટપ કરતાં આંસુ સરવા મંડ્યા. સવાલનો જવાબ તો મળ્યો પણ આજે "ઘરડાઘર" પાસેથી ગાડી કેમેય આગળ વધતી નહોતી.