Tirth Shah

Comedy

4.7  

Tirth Shah

Comedy

કિસ્સા

કિસ્સા

3 mins
195


કોમેડી માટે ક્યાંય જવું પડતું નથી પણ ઘરની અંદરજ મળી જાય છે. 

મારી બાજુમાં એક ભણેલા ગણેલા પાડોશી રહે. એમને એક છોકરી અને નાનો માત્ર બે-અઢી વર્ષનો છોકરો. એમની છોકરી જે મોટી હતી અને ભણવામાં સારી હતી, એમના પેરેન્ટ્સ પણ હોશિયાર હતા માટે એમને મન તેમનો નાનો છોકરો પણ સારું ભણે.

                 એને રોજ ભણાવવા બેસાડે પણ તેમનો છોકરો ભણવા બેસેને તરતજ રડવા લાગે. એને પેન, પેન્સિલ પકડાવે ને રડવાનું ચાલુ. ભેકડો તાણે એટલું રડે !. અમારાથી રહેવાય નહીં અને હું મારા ઘરે એને લઈ આવું. 

મારી જોડે હોય મને એક વાત જાણવા મળી, એ એની આંખો મચોળ મચોળ કરે. ઘડી ઘડી એનો હાથ આંખે જાય, એને બધી ખબર પડતી હતી પણ એ લખતોજ નહીં. 

        મેં વાત કરી અને બાળકોના ડોક્ટર ને બતાવ્યું. ત્યારે ખબર પડી 'એ છોકરા ને બંને આંખોમાં છ છ નંબર હતા !' એ બિચારો નજીકનું માંડ જોઈ શકતો હતો ને તેના 

"સો કોલ્ડ" ભણેલા મા બાપ ડોક્ટરને બતાવ્યા વગર મારતા હતાં. 

   ઘણીવાર બુદ્ધિથી આગળ મગજ દોડાવવું પડે. એક સાચી વાત કહું એમને માત્ર છોકરો કેમ નથી ભણતો અથવા કેમ લખી શકતો નથી એ વાતમાં રસ હતો નહીં કે તેની તકલીફ ! ભણ્યા પણ ગણ્યા નહીં.

આવી ટ્રેજડીવાળી કોમેડી થાય. 

શું કહેવું બાકી ?

***

અમારી બાજુમાં એક બહેનને પ્રસુતિ પીડા ઉપડી ને દવાખાને લઈ ગયા. અમને પછી ન્યૂઝ મળ્યા એમને એક બાબો આવ્યો બધે હરખ છવાઈ ગયો. 

         એ લોકો બાબા ને તેની ભાષામાં સમજાવતા પણ તે કઈ જવાબ આપતો જ નહીં. એ લોકોને થયું આ કંઈ સમજતો કેમ નથી, પછી એના કાનની તપાસ કરી અને કાન અને મગજ બરાબર ચાલતા હતા. એ લોકો મૂંઝાયા, એમને મન આ સાંભળતો નથી અથવા એને ખબર પડતી નથી. બહુ લોકોને કીધું પણ કંઈ ખબર પડી નહીં. સમય પોતાનું કામ કરતો ગયો અને તેની પસંદ એમની ભાષાના લોકો કરતા અલગ, ખાવું અલગ, બોલવું અલગ ધીરે ધીરે બધું અલગ. 

    એવામાં એક દિવસ તેમને ખબર પડી તેમનો બાબો હોસ્પિટલમાં બદલાઈ ગયો હતો. એટલે થયું એવું. એ દિવસે તેમની જોડે ખાટલામાં કોઈ બીજી સ્ત્રી આવી હતી, બંનેની સાથે ડિલિવરી થઈ અને એવામાં લાઈટો ગઈ ત્યાં સુધી છોકરાની અદલા બદલી થઈ અને જોવા જેવી થઈ. 

એ છોકરાનું મૂળ અને મારા પડોશીનું મૂળ ઘણું અલગ. આમ, અદલા બદલીએ ભારે કરી હતી.

***

આ નાના બાળકોની સામે બોલતા ધ્યાન રાખવું. એક વાર મારા કઝીનની બેબી મારે ત્યાં આવી. અમે એને રમાડતા હતા, મારે ત્યાં કામવાળા બાઈ આવે અને મમ્મી એમને ભાભી કહે. એમની હાઈટ ઘણી નાની અમે મસ્તીમાં નાના ભાભી કહીએ.

   બેબીની સામે નાના ભાભી બોલી ગયા, અને એ બેબી સાંભળી ગઈ. અમને ખ્યાલ નહીં કે તે સાંભળી ગઈ છે. 

અને એમને જોઈને બેબી બોલી 'ઓ નાના ભાભી'... અમે બધા ચોંકી ગયા. એ કામવાળા પણ સ્તબ્ધ, બેબી મોજમાં અમે ટેનશનમાં..

  એક વાર, મારા મિત્રનો ભાઈ વાતે વાતે ગાળ બોલી જાય. એકવાર તેની નાની છોકરીની સામે જ ગાળ ભૂલથી બોલી ગયો, તે ગાળ પેલી નાની છોકરી બધાની સામે બોલી ગઈ. બધા એ પૂછ્યું કેમ આવું બોલી ? એ નાની છોકરી બોલી "ડેડી તો બોલે છે."

  એના ડેડીને કાપો લોહીના નીકળે. જોવા જેવી થઈ. 

***

જોયાનું ઝેર..

અમે ચુસ્ત, ઈંડા જેવી વસ્તુ ના ખાઈએ માંસ માછલી દૂરની વાત. મારી બાજુમાં એક નવ યુવાન રહે, તે જિમ કરતો અને તેં બધું જ ખાતો હતો. 

   હું છૂપાઈને ઈંડા ખાતો માટે મને એ પુલાવના નામે ઈંડા પુલાવ આપી ગયો. હું અંદર કામે હતો અને મારી બેબી અને મમ્મી ખાઈ ગયા. એમને ખૂબ ભાવ્યો, મારી બહાર આવવાની રાહ ના દેખી ને ખાઈ ગયા. મને કહે "આજ પુલાવ લાવજે મસ્ત છે." હું શું કહું તેમને ?

મને એક બાજુ હસવું આવે ને બીજી બાજુ રડવું.

આવું છે કૉમેડીનું.......રડવું સહેલું છે પણ હસવું ખોટું, આ વાક્ય ખોટું છે. હસતા રહો..મસ્ત રહો..

 *લખેલી ઘટના સાથે મારે કોઈ સંબંધ નથી. 


Rate this content
Log in

Similar gujarati story from Comedy